World

G-20માં ફોટો વિવાદ: રશિયાના નેતાઓ સાથેનો ગ્રુપ ફોટો શૂટ વૈશ્વિક નેતાઓએ કેન્સલ કરાવ્યું

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના (Indonesia) બાલીમાં (Bali) G-20 શિખર સંમેલન (G-20 Summit) યોજાવા જઈ રહ્યો છે. પરતું આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યો છે કે જ્યારે વિશ્વ મોટે ભાગના દેશોમાં રશિયાને (Russia) લઈને ભારે નારાજગી છે. આ આક્રોશ એટલો છે કે વિશ્વના મજબૂત અને મક્કમ નેતાઓ રશિયાના નેતાઓને તેમની સાથે એક ફોટો ફ્રેમમાં (photo frame)પોતાને જોવા માંગતા નથી. આ જ કારણ છે કે બાલીમાં વિશ્વ નેતાઓના ગ્રુપ ફોટો કેન્સલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સંમેલન બાદ એક વિશેષ નિવેદન જાહેર કરવામાં આવે છે તે નિવેદન પણ આ વખતે જાહેર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રુપ ફોટોને લઈને વિશ્વના ઘણા નેતાઓ દ્વારા વાંધોઓ ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાલીમાં યોજાશે જી-20 સમિટ
ઇન્ડોનેશિયાના સુંદર શહેર બાલીમાં 15 નવેમ્બરથી જી-20 સમિટ શરૂ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કોન્ફરન્સમાં હાજરી આપવાના છે.

પુતિન કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી ચુક્યા છે. આ સિવાય તેઓ આ કોન્ફરન્સને ઓનલાઈન પણ સંબોધિત કરશે નહીં. જો કે રશિયાથી આ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ બાલી પહોંચી રહ્યા છે.

રશિયન લીડરશીપ સાથે ફોટો પડાવવા ઇચ્છુક નથી
એક અહેવાલ મુજબ યુક્રેન-રશિયા યુદ્ધને ધ્યાનમાં રાખીને વિશ્વના નેતાઓએ રશિયન નેતૃત્વ સાથે ફોટો પડાવવાનો ઇન્કાર કરી દીધો છે. વિશ્વભરના ટોચના સમિટમાં નેતાઓને એકસાથે ફોટો પાડવાની અને એકતાનો સંદેશ મોકલવાની પરંપરા હંમેશા રહી છે. પરંતુ આ વખતે રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે આયોજિત આ G-20 સમિટમાં આવું નહીં થાય. એવા અહેવાલ છે કે વિશ્વના નેતાઓ રશિયન નેતાઓ સાથે ફોટો પડાવવા તૈયાર નથી. એટલું જ નહીં, દરેક મોટી કોન્ફરન્સની બાદ દુનિયાને સંયુક્ત નિવેદન જાહેર કરીને કોન્ફરન્સમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપવામાં આવે છે. પરંતુ આ વખતે યુક્રેન યુદ્ધથી વિશ્વમાં સર્જાયેલા ઊંડા વિભાજન બાદ બાલીમાં સંયુક્ત નિવેદનના મુદ્દે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઋષિ સુનક મંચ પરથી સત્ય કહેવા માટે તૈયાર છે
લંડનથી બાલી જતા પહેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે તેઓ આ કોન્ફરન્સમાં પુતિનની સરકારને જવાબદાર ઠેરવશે. ઋષિ સુનકે કહ્યું છે કે પુતિનના યુદ્ધે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે, જીવનનો નાશ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને ઉથલપાથલમાં ધકેલી દીધી છે. સુનકે કહ્યું કે આ G20 સમિટ હંમેશની જેમ ઔપચારિક નહીં હોય. અમે પુતિનના શાસનનો પર્દાફાશ કરીશું અને આંતરરાષ્ટ્રીય સહયોગ અને G20 જેવા સાર્વભૌમ મંચો માટેના આદર પ્રત્યેના તેમના તિરસ્કારને સંપૂર્ણ રીતે ઉજાગર કરીશું.

Most Popular

To Top