સુરત(Surat) : રિયલ ડાયમંડ (Real Diamond) સામે લેબગ્રોન (Lab Grown) ડાયમંડની ડિમાંડ પણ વૈશ્વિક બજારમાં ધીરે-ધીરે વધી રહી છે. 5થી 8 ઓગસ્ટ-2022 દરમિયાન મુંબઇ જીયો વર્લ્ડ ખાતે ધ લેબગ્રોન ડાયમંડના એક્સપોનું (Lab Grown Diamond Expo) આયોજન લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લેબગ્રોન ડાયમન્ડનું એક્સપો વિશ્વમાં પહેલી વખત મુંબઈમાં (Mumbai) થઈ રહ્યું છે. તેમાં લેબગ્રોન હીરા અને જ્વેલરી બનાવતાં સુરતના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ભાગ લેશે. ગુરુવારે આ એક્સ્પોને સુરતમાંથી મળેલા સપોર્ટ બદલ કાઉન્સિલ (Council) દ્વારા લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝનો આભાર માનવા એક ઇવેન્ટનું (Event) પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- આગામી 5થી 8 ઓગસ્ટ-2022 દરમિયાન મુંબઇ જીયો વર્લ્ડ ખાતે ધ લેબગ્રોન ડાયમંડના એક્સપોનું લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજન
- વૈશ્વિક કક્ષાએ આ પહેલો એક્સ્પો યોજાવા જઈ રહ્યો
- લેબગ્રોન હીરા અને જ્વેલરી બનાવતાં સુરતના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ભાગ લેશે
- એક્સ્પોમાં અત્યારથી જ તમામ એક્ઝિબિટર ફુલ થઇ ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ખાતેથી લેબગ્રોન હીરા અને તેની જ્વેલરીનો એક્સપોર્ટ (Export) સતત વધી રહ્યો છે. લેબગ્રોન હીરા દેખાવે રિયલ ડાયમંડ જેવા જ હોય છે. પરંતુ કિંમતમાં ખૂબ જ મોટો ફરક હોય છે. આથી વૈશ્વિક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી લેબગ્રોન ડાયમંડ અને તેનાથી બનેલી જ્વેલરીની માંગમાં ઘણો વધારો થયો છે. સુરતમાં પણ છેલ્લા ઘણા સમયથી લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરરની સંખ્યામાં વધારો થયો છે. તેથી આગામી ઓગસ્ટ મહિનામાં મુંબઇ ખાતે આયોજિત ધ લેબગ્રોન ડાયમંડ એક્સ્પોમાં મોટી સંખ્યામાં એક્ઝિબિટર તરીકે સુરતની ઇન્ડસ્ટ્રીઝ ભાગ લઇ રહી છે.
આ એક્સ્પોમાં અત્યારથી જ તમામ એક્ઝિબિટર ફુલ થઇ જતાં અને એમાં પણ ખાસ કરીને સુરતના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં જોડાયા છે. માત્ર લેબગ્રોન ડાયમંડ અને તેનાથી બનતી જ્વેલરી માટે કોઇ એક્સપોનું આયોજન થયું હોય તો વૈશ્વિક કક્ષાએ આ પહેલો એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે. જેથી શુક્રવારે સુરત શહેરમાં આ એક્સ્પોને સફળ બનાવવા સહકાર આપવા માટે કાઉન્સિલ દ્વારા થેન્ક્સ સુરતના (Thanks Surat) ટેગ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા.