ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 38મી મેચ બાંગ્લાદેશ (Bangladesh) અને શ્રીલંકા (Srilanka) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. શ્રીલંકાની ઈનિંગ દરમિયાન એક એવી ઘટના બની જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલા ક્યારેય જોવા મળી નથી. શ્રીલંકન બેટ્સમેન મેદાનમાં પ્રવેશતા પહેલા જ આઉટ થઈ ગયો હતો. આ પાછળનું કારણ બહુ ઓછા ક્રિકેટ પ્રેમીઓ જાણતા હશે પરંતુ બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન એક ખાસ નિયમ હેઠળ અપીલ કરી અને એમ્પાયરને આઉટ બેટ્સમેન એંજેલો મેથ્યુસને આઉટ આપવો પડ્યો.
ICC ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની ટીમે એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટના કારણે કોઈ બોલનો સામનો કર્યા વિના પેવેલિયન પરત મોકલી દીધો હતો. સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ એંજેલો મેથ્યુ બેટિંગ કરવા આવવાનો હતો પરંતુ હેલ્મેટ એડજસ્ટ કરવાને કારણે તે ત્રણ મિનિટમાં બોલનો સામનો કરી શક્યો નહોતો. જેના કારણે બાંગ્લાદેશી ટીમે ટાઇમ આઉટની અપીલ કરી હતી અને મેથ્યુસને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મેથ્યુસએ મેદાન પર લાંબા સમય સુધી અમ્પાયર સાથે દલીલ કરી હતી પરંતુ નિયમ મુજબ મેથ્યુસને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ ટાઇમ આઉટ થવાને કારણે પોતાની વિકેટ ગુમાવી હોય.
શ્રીલંકન ટીમની બેટિંગ દરમિયાન એન્જેલો મેથ્યુસ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. આટલું જ નહીં તે મેદાનમાં પણ ઉતરી શક્યો ન હતો. બેટ્સમેન આઉટ થયા પછી આગામી બેટ્સમેને 3 મિનિટની અંદર ક્રિઝ પર આવવું પડે છે. જ્યારે આ વર્ષના વર્લ્ડ કપમાં આ સમય ફક્ત 2 મિનિટનો છે. પરંતુ એન્જેલો મેથ્યુસે 2 મિનિટથી વધુ સમય લીધો હતો. મેથ્યુસને તેના હેલ્મેટમાં થોડી સમસ્યા હતી જેના કારણે તે મોડો પડ્યો હતો. આ પછી કેપ્ટન શાકિબ અને બાંગ્લાદેશની ટીમે ટાઈમ આઉટ માટે અપીલ કરી અને અમ્પાયરોએ મેથ્યુસને આઉટ આપવો પડ્યો.
બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસનને પણ અમ્પાયરોએ અપીલ પાછી ખેંચી લેવા કહ્યું હતું. જો તેણે અપીલ પાછી ખેંચી લીધી હોત તો કદાચ એન્જેલો મેથ્યુસને બેટિંગ કરવાની તક મળી હોત. પરંતુ શાકિબ અલ હસને ખેલદિલી ન બતાવતા અમ્પાયરોને એન્જેલો મેથ્યુસને આઉટ કરવા કહ્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 બેટ્સમેનો ટાઈમ આઉટ થઈ ચુક્યા છે.