Sports

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ 2023ની તમામ ટિકિટો વેચાઈ ગઈ, સ્ટેડિયમ હાઉસફુલ

નવું વર્ષ શરૂ થતાંજ સ્પોર્ટસ પ્રેમીઓ (Sports Lovers) માટે સારા દિવસો લઈને આવશે. ફિફા ફૂટબોલના ફીવર બાદ હવે વર્લ્ડ કપ હોકી (World Cup Hockey) આકર્ષણ જમાવશે. હોકી વર્લ્ડ કપ આવતા વર્ષે 13 જાન્યુઆરીથી ભારતમાં (India) રમાશે. ભારત હોકી વર્લ્ડ કપ 2023 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં વિશ્વભરની 16 ધુરંધર હોકી ટીમો એકશનમાં જોવા મળશે. ભુવનેશ્વર અને રાઉરકેલામાં આ મેચ રમાશે. જેમ જેમ FIH ઓડિશા હોકી વર્લ્ડ કપ 2023 નો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વિશ્વભરના હોકી ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. હોકી ચાહકોનો ઉત્સાહ એટલો વધુ છે કે સ્ટેડિયમમાં (Stadium) તમામ મેચો માટે ટિકીટ (Ticket) બુક થઈ ગઈ છે. જે મેચમાં ભારત રમશે તે તમામ મેચોમાં તો સ્ટેડિયમ અત્યારથી જ હાઉસફૂલ થઈ ગયું છે.

હોકી વર્લ્ડ કપમાં આ ટીમો ભાગ લેશે
ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ, આર્જેન્ટિના, જર્મની, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, કોરિયા, મલેશિયા, સ્પેન, દક્ષિણ આફ્રિકા, જાપાન, ચિલી અને વેલ્સ.

રાઉરકેલામાં પ્રથમ વખત રોમાંચક વિશ્વ હોકી મેચ રમાશે. અહીં ખિલાડીઓનો ઉત્સાહ વધારવા માટે લોકો તૈયાર છે. 19 ડિસેમ્બરે ટિકિટ ખરીદવા માટે નવા બંધાયેલા બિરસા મુંડા હોકી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં કુલ 20 મેચો યોજાશે જેમાં 20,000 થી વધુ લોકો બેસી શકે છે. બીજી તરફ ભુવનેશ્વરમાં આઇકોનિક કલિંગા હોકી સ્ટેડિયમ છે. જેની બેઠક ક્ષમતા 15,000 થી વધુ છે. FIH ઓડિશા હોકી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ સહિત 24 મેચોનું આયોજન કરશે જેમાં ક્રોસ-ઓવર, ક્વાર્ટર-ફાઇનલ, સેમિફાઇનલનો સમાવેશ થાય છે. જે મેચમાં ભારત રમશે તેવી ભારતીય મેચોની ટિકિટની કિંમત 200 અને 500 રૂપિયા છે જ્યારે ભારતીય ટીમ જે મેચમાં રમી રહી નથી તેની ટિકિટની કિંમત 100 અને 200 રૂપિયા છે.

જણાવી દઈએ કે સ્પેન સાથે પૂલ ડીમાં સ્થાન મેળવનારી ભારતીય પુરૂષ હોકી ટીમ 13 જાન્યુઆરીએ રાઉરકેલામાં સ્પેન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ સ્પેન સાથે રમ્યા બાદ ભારતીય ટીમ 15 જાન્યુઆરીએ રાઉરકેલામાં ઈંગ્લેન્ડ સામે રમશે. ત્યારબાદ 19 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં વેલ્સ સામે ભારતીય ટીમનો અંતિમ ગ્રુપ મુકાબલો થશે.

Most Popular

To Top