વડોદરા: પાલિકાની બેવડી નીતિ સામે આવી રહી છે.કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલ એફોર્ડેબલ હાઉસ માત્ર 12 જ વર્ષમાં જર્જરિત બની ગયા છે. જે બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ અને મકાનોમાં રહેતા રહીશોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. અને મકાનો ખાલી ન કરે તો પાણી કનેક્શન અને ત્યાર બાદ વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. વાઘોડિયા રોડ જીવણનગરની જર્જરિત બનેલ નુર્મ આવાસના મકાનોને નિર્ભયતાની નોટિસ આપ્યા બાદ શુક્રવારે વીજ કનેક્શન કાપવા પહોંચેલ વીજ કંપનીના કર્મચારીઓનો રહીશોએ સૂત્રોચ્ચાર કરી ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
વાઘોડિયા રોડ નજીક જીવણનગર નુર્મ આવાસ યોજનાની 11 ઇમારત આવેલી છે. અંદાજે 12 વર્ષ પહેલા બનાવવામાં આવેલી જીવણ નગરની ઇમારતો જર્જરીત બની છે. જેને લઈ રહીશો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગણી કરી હતી. પરંતુ પાલિકાના વહીવટી તંત્રએ ઈમારત બનાવનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે જીવણ નગરના ટોપ ફ્લોર પર રહેનાર લોકોને નિર્ભયતાની નોટિસ ફટકારી મકાન ખાલી કરી દેવાની સુચના આપવામાં આવી હતી. જે સૂચના બાદ શુક્રવારે વીજ કંપનીની ટીમ જીવનગરના વીજ કનેક્શન કટ કરવા પહોંચી હતી.
જેને લઇ રોશે ભરાઈ રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. જીવણ નગરના રહીશોએ તંત્ર પાસે વહીવટી વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે. અથવા અમને અમારા ઝૂંપડા પાછા આપો તેવી માંગણી કરી હતી. જીવણ નગરના રહીશોની તંત્ર સાંભળતું નથી અને બીજી તરફ નોટિસ આપી મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવે છે. તેવા સમયે વીજ કનેક્શન કાપવા પહોંચેલ માણસો ખરેખર વીજ કંપનીના માણસ છે કે, કેમ તેની ખરાઈ કરવા આઈકાર્ડની માંગણી કરતા કર્મચારીઓ મજબૂર જણાઈ આવ્યા હતા. અને લોકોનો વિરોધ જોઈ સ્થળ પરથી ચાલતા થયા હતા. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેવા સમય જીવણ નગરના કાંકરા કરવા તેમજ પાલિકા દ્વારા મકાન છોડી દેવાની સૂચના આપવી ત્યારે મકાનમાં રહેનાર રહીશું ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે. જેને લઇ રહી છું મકાનમાં રહેવા મજબૂર બન્યા છે, અને એક જ માંગણી કરી રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા વગર જઈશું ક્યાં.