SURAT

આનંદો: સુરત મેટ્રો રેલનું કામ શરૂ, 30 માસમાં કામ પુરૂ કરાશે

સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સુરત મેટ્રો રેલના (Metro Rail) બે ફેઝની કામગીરીનું ઇ-શિલાન્યાસ કરાયા બાદ બીજા દિવસથી જ મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવાયું છે. ડાયમંડ બુર્સ ખાતે કોન્ટ્રાક્ટ લેનાર કંપની દ્વારા કામ શરૂ કરી દેવાામાં આવ્યું છે. જ્યારે ચોક બજારથી રેલવે સ્ટેશન સુધીના અંડર ગ્રાઉન્ડ મેટ્રો માટે કોન્ટ્રાક્ટ લેનાર કંપની ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેશે.સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ ૪૦.૩૫ કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. જ્યારે બીજા રૂટમાં સારોલીથી ભેંસાણ છે. આ રૂટ 18.39 કિ.મી.નો હશે.

પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યા છે. 30 માસમાં આ કામ પુરૂ કરવાની શરત રાખવામાં આવી છે. દેશના અન્ય શહેરોમાં મેટ્રો રેલનો પ્રોજેકટ પડકાર રૂપ રહ્યો છે. પરંતુ સુરતમાં મેટ્રો રેલનું કામ જેટ ગતિએ આગળ વધે તેની તમામ અનુકુળતા છે, કેમકે મેટ્રો રેલ માટે જરૂરી મોટાભાગની જમીન સુરત મનપા (Surat Municipal Corporation) અને સરકારની માલિકીની જ છે.

મેટ્રોનું કામ ઝડપથી તૈયાર કરવા માટે રૂટની અલગ અલગ 4 જગ્યા પર પીલર તૈયાર કરવાનું કામ કરાશે. આ ઉપરાંત રોડ પર પીલર બનતા હશે ત્યારે બીજી બાજુ ફેક્ટરીમાં સ્લેબ તૈયાર કરવામાં આવશે. એટલે કે એક સાથે બે જગ્યા પર કામ ચાલશે. સ્લેબ તૈયાર થઈ જાય એટલા તરત જ તેને પીલર પર ગોઠવવામાં આવશે. તૈયાર સ્લેબને પીલર પર ગોઠવવા માટે 5 મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે પીલર માટે બોરિંગ કરવા માટે 15 હાઈડ્રોલિક રિંગ મશિનનો ઉપયોગ કરવામાં આવશે.

મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે, સુરત મેટ્રો રેલનો પ્રોજેકટ બહુ ઝડપથી આગળ વધી શકે તેવી તમામ અનુકુળતા છે. કેમકે સુરત મેટ્રો રેલના કુલ 40 કિ.મી. રૂટ અને 37 સ્ટેશનો માટે કુલ 60 હેકટર જેટલી જમીનનો ઉપયોગ કરાશે. જો કે આ પ્રોજેકટ માટે અનુકુળતાની વાત એ છે કે તેમાં માત્ર 1.60 હેકટર જમીન એવી જે ખાનગી માલિકીની છે. બાકીની તમામ જમીન મનપા અને સરકારની માલિકીની જ હોવાથી સંપાદનની પળોજણમાં પડવું પડશે નહી.

ખાનગી માલિકીમાં 806 જમીનનો સમાવેશ, જો કે હજું વળતર નકકી નથી
સુરત મેટ્રો રેલ માટે જરૂરી જે કુલ 60 હેકટર જમીનની જરૂર છે. તેમાં માત્ર 1.60 હેકટર જમીન ખાનગી માલિકીની છે. જો કે આ 1.60 હેકટર જમીનમાં જુદી જુદી જગ્યાએ 807 જેટલી મિલકતો સંપાદનમાં લેવી પડે તેવી સ્થિતિ છે. આટલા મોટા પ્રોજેકટ માટે આટલી મિલકતો સંપાદનમાં લેવાય તે કોઇ મોટી વાત નથી. જો કે હજુ આ મિલકતદારો કે જમીન માલિકોને કેટલું વળતર આપવું તે નકકી નથી થયું. જો કે સરકારી ધારાધોરણ મુજબ કાર્યવાહી ચાલુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top