સંતરામપુર : સંતરામપુર તાલુકાના બાબરોલ ફુલપરી ફળીયામાં કચરો એકઠો કરવાના શેડની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. ડીઆરડીએ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. પરંતુ તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આસેગેશન શેડ યોજનાનું અમલીકરણ તાલુકા પંચાયત કક્ષાએ કરવામાં આવેલી છે.
બાબરોલ ગ્રામપંચાયત વિસ્તારના ફુલપરીફળીયા માં રસ્તા નજીક આવેલ ઉજમાભાઈ રુમાલભાઈના ઘર પાસે સ્વચ્છ ભારત મિશનયોજના ગ્રામિણ સેગેશન શેડની કામગીરી શરુ કરાયેલી અને આ કામગીરી અધુરી જોવા મળે છે.આ સેગેશન શેડ જે હેતુ માટે આ બાબરોલ ફુલપરી ફળીયાની ગ્રામજનોના હીત માટે મંજુર કરાયેલ તે આ યોજના અધુરી હોઈ ને આ કામગીરી ગુણવત્તા યુક્ત ના હોઈ અને હલકી કક્ષાની થયેલ હોય તેની તપાસ થાય તે માટે ની માંગ ઉઠી છે. સેગવેશન શેડની કામગીરી નીયત પ્લાન એસટીમેનટ મુજબ થયેલ છે કે કેમ તેની તપાસની માંગ ઉઠી છે.