રવિવારની છેલ્લી સુપર એઈટ મેચમાં ભારત માટે વિકેટકીપર બેટસમેન સંજુ સેમસન આ રસાકસીભરી ટી-20 મેચમાં તારણહાર બનીને આવ્યો. વેસ્ટઈન્ઝિના 195 રનની સામે ભારતે એની અંતિમ ઓવરના 4 બોલ બાકી રાખી સંજુ સેમસનની ઈનિંગ્સથી શાનદાર રીતે મેચ જીતી લીધી. આ હાઈ વોલ્ટેજ મેચમાં ઓપનર સંજુ સેમસને ઠંડે કલેજે લડાયક રમત બનાવીને ભારતનાં ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં. એના 50 બોલના 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની ભવ્ય 95 રનની રમત થકી ભારતને સેમી ફાઈનલમાં વટકે સાથ પ્રવેશ મળી ગયો.
આ યાદગાર મેચ ભુલાય એમ નથી. સંજુ સેમસનને સ્ટેન્ડીંગ ઓવેશન આપવામાં આવ્યું. મેચની જીતની અંતિમ ક્ષણમાં સંજુ સેમસન ભાવુક બની ઉપરવાળાનો આભાર માનીને નમન કરીને પીચ પર બેસી ગયો ત્યારે વાતાવરણ થોડુંક ગંભીર બની ગયું. ગૌતમ ગંભીર સહિત તમામ ખેલાડીઓએ એને ગળે લગાડી દીધો. હવે આ ફોર્મ જળવાઈ રહે એવી આશા રાખી શકાય. 5મી માર્ચની ઈંગ્લેન્ડ સહિત ફાઈનલ મેચ સુધી ભારતના તમામ ખેલાડીના સંગઠન દેખાવની ભારત ટી-20 ચેમ્પિયન બનવાનું સપનું જરૂર સાકાર કરી શકો.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.