Sports

નોહેલા બેન્ઝીન પહેલીવાર હિજાબ પહેરીને કર્યું શાનદાર પ્રદર્શન

નવી દિલ્હી: મહિલા ફીફા વર્લ્ડ કપ 2023 (Women’s FIFA World Cup 2023) હાલમાં ઝીલેન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે અને દર્શકોને રોજેરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. મોરોક્કોની (Morocco) મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ફીફા વર્લ્ડ કપમાં મોરોક્કોએ પ્રથમ વિજય નોંધાવ્યો છે. તે જ સમયે આ મેચમાં આવો ચમત્કાર જોવા મળ્યો છે જે પહેલા ક્યારેય જોવા મળ્યો ન હોય.

દક્ષિણ કોરિયા સામે મોરોક્કોની ડિફેન્ડર નોહેલા બેન્ઝીન હિજાબ પહેરીને મેદાનમાં ઉતરી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી બની હતી. આ પહેલા નોહેલા વર્લ્ડ કપમાં જર્મની સામે રમી શકી ન હતી. જર્મની સામે મોરોક્કો 6-0થી હારી ગયું. FIFAએ વર્ષ 2014માં ‘સ્વાસ્થ્ય અને સલામતીના કારણોસર’ મેચોમાં ધર્મના કારણે માથા ઢાંકવા પરના પ્રતિબંધને રદ કર્યો હતો.

મુસ્લિમ વિમેન ઇન સ્પોર્ટ્સ નેટવર્કની સહ-સ્થાપક અસમાહ હેલાલે આ અંગે જણાવ્યું હતું કે, “મને કોઈ શંકા નથી કે હવે મહિલાઓ અને મુસ્લિમ છોકરીઓ બેન્ઝીનાથી પ્રેરણા લેશે. તેણે વધુમાં ઉમેર્યું માત્ર મહિલા ખેલાડીઓ જ નહીં પરંતુ જે તે રમતનાં કોચ અને અન્ય રમતગમતમાં પણ આ બેન્ઝીનના આ નિર્ણયની અસર જોવા મળશે.” જણાવી દઈએ કે બેન્ઝીન મોરોક્કોની ટોચની મહિલા લીગમાં એસોસિએશન સ્પોર્ટ્સ ઓફ આર્મ્ડ ફોર્સીસ રોયલ માટે પ્રોફેશનલ ક્લબ ફૂટબોલ રમે છે.

મહિલા ફિફા વર્લ્ડકપ : મોરોક્કોએ દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો
મહિલા ફૂટબોલ વર્લ્ડકપમાં રવિવારે અહીં મોરોક્કોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. મોરોક્કો વતી વર્લ્ડકપમાં ઇબ્તિસામ જરાદીએ પ્રથમ ગોલ કર્યો, જે અંતમાં તેની ટીમ માટે નિર્ણાયક સાબિત થયો હતો. જરાદીએ મેચની છઠ્ઠી મિનિટે જ ગોલ કરીને પોતાની ટીમને શરૂઆતમાં જ 1-0ની સરસાઇ અપાવી દીધી હતી. તે પછી મોરોક્કોની ટીમે અંત સુધી પોતાની સરસાઇ જાળવી રાખીને દક્ષિણ કોરિયાને એકપણ ગોલ કરવા દીધો નહોતો.

દક્ષિણ કોરિયાને હરાવનારી મોરોક્કોની ટીમ મહિલા ફિફા વર્લ્ડકપમાં પોતાની પ્રારંભિક મેચ જર્મની સામે 0-6થી હારી ગયું હતું, જો કે હવે તેણે દક્ષિણ કોરિયા સામે જીત મેળવીને નોકઆઉટમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. હવે પછી તેનો મુકાબલો કોલંબિયા સાથે થશે જ્યારે દક્ષિણ કોરિયા જર્મની સામે બાથ ભીડવાનું છે.

Most Popular

To Top