Charchapatra

મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવાના બદલે તેમને સ્વનિર્ભર બનાવવી જોઇએ

‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ રૂપિયા હોય, જે મહિલાઓ તેમની  જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસીબોરસીમાં મહિલા દિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનો મુખ્ય હેતું લખપતિ દીદીઓનું સન્માન કરવાનો હતો. કેન્દ્ર સરકારની આ યોજનાનો અમલ દરેક રાજ્ય કરે તો નારી ખરેખર સશક્ત બની જાય તેમ છે.

હાલમાં જુદી જુદી રાજ્ય સરકારો લાડલી બહેના, પ્યારી બહના જેવી મહિલાઓની જુદી જુદી યોજના જાહેર કરીને તેમના ખાતામાં 2000થી 3000 જેટલી રકમ સીધી જમા કરાવે છે. આ રકમથી મહિલાઓને થોડી ઘણી મદદ જરૂર થાય છે પરંતુ તે સ્વનિર્ભર બની શકતી નથી. જો મહિલાઓ માટે ખરેખર કંઇ કરવું હોય તો તેને આર્થિક રીતે પગભર જ બનાવવી જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્તિકરણ કરવાનો છે.

નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન નિમિત્તે રાષ્ટ્રીયકક્ષાનો લખપતિ દીદી સન્માન સમારોહ આજે યોજાયો હતો. લખપતિ દીદીએ સ્વસહાય જુથની મહિલા સભ્યો છે, ‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય આ મહિલાઓ તેમના આવકના ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરી જુદા જુદા સ્ત્રોત જેમકે, ખેતી, પશુપાલન વિગેરે સાથે જોડાઇ ટકાઉ આજીવિકા મેળવી માત્ર આવક જ નહી, પરંતુ પ્રેરણાદાયી સફર દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.કેન્દ્ર અને રાજય સરકાર હાલ “લખપતિ દીદી” યોજના જેવી પહેલને સક્રિયપણે સંપૂર્ણ સમર્થન આપી રહી છે.

નવસારી અને વલસાડ-ડાંગ સંસદીય મતવિસ્તારમાં દક્ષિણ ગુજરાતના 3 આદિજાતી જિલ્લાઓ દ્વારા નાણાંકીય વર્ષ: ૨૦૨૪-૨૫માં ૮૨ હજારથી વધુ SHG સભ્યોને/મહિલાઓને લખપતિ દીદી બનાવવાની પ્રયત્નશીલ રહ્યા છે.  નવસારી જિલ્લામાં ૪૧,૦૭૭ લખપતિ દીદીઓ છે. જ્યારે વલસાડ જિલ્લામાં ૨૮,૧૮૪ લખપતિ દીદીઓ અને ડાંગ જિલ્લામાં ૧૩,૫૭૨ આમ ત્રણે જિલ્લા મળી કુલ- ૮૨,૮૩૩ લખપતિ દીદીઓ આપણા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છે. આ દીદીઓ પશુપાલન, ખેતી (પ્રકૃતિક ખેતી સહિત), નર્સરી, ઉત્પાદન અને માર્કેટિંગ, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો વગેરે સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જુથના સભ્યોની કુલ આવકમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ મળેલ લાભનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૧૫૩૨ સ્વસહાય જૂથોની રચના કરી ૧,૧૬,૧૮૩ પરિવારોને જોડવામાં આવ્યાં છે. ૪૭૭ ગ્રામસંગઠન અને ૨૪ કલસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે. ૧૦,૧૬૯  સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૯૯૯.૧૩ લાખ, ૩૧૪ ગ્રામ સંગઠનને ૨૬૪૪.૫૦/- લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને આ વર્ષે ૧૧૫૨૩ સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂ।.૫૧૯.૦૦ લાખ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top