બીલીમોરા : આંતલિયા ગામમાં ઘર પાસે કપડાં ધોવા બેસેલી મહિલાને (woman) જંગલી ભૂંડે (Wild Boar) હુમલો (Attack) કરતા મહિલા ઘાયલ કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં વનવિભાગની (Forest Department) ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. આંતલિયા ગામ ની ઓમકારેશ્વર સોસાયટીમાં રહેતી બિન્દુબેન રામઅવધ સરોજ બુધવાર સવારે સાત કલાક ના અરસા માં ઘર પાછળ ના ઓટલે બેસી કપડાં ધોઈ રહી હતી. તે દરમિયાન સોસાયટી પાછળ ના અવાવરું વિસ્તારમાંથી એક ત્રણ ચાર ફૂટ ઊંચું ત્રિશૂળ જેવા દાંત વાળું ભૂંડ એકાએક ધસી આવ્યું હતું. અને મહિલા કઈ પણ સમજે તે પેહલા હુમલો કરી દેતા જમણા પગ નાં ઘૂંટણ ઉપર ઘાયલ કરી હતી. ને કારણે બૂમાબૂમ કરતા ભૂંડ ભાગી ગયું હતું. સમગ્ર પંથક માં ભૂંડએ હુમલો કર્યા ના સમાચાર પ્રસરતા લોકો માં ડર અને ગભરાટ નો માહોલ સર્જાયો હતો. ઘાયલ બિન્દુબેનને સરકારી મેંગુષી હોસ્પિટલ માં લઇ જવાઈ હતી. જમણા પગ માં ઘૂંટણ ઉપર પાંચ જેટલા ટાંકા આવ્યા હતા.
ભૂંડના ત્રાસને કારણે લોકો પણ પરેશાન
આંતલિયા ઉપસરપંચ જયેશ પટેલ, સભ્ય મુકેશ પટેલ અને મહેશ પટેલે વન વિભાગ ને જાણ કરતા દરમિયાન વનવિભાગ ના ફોરેસ્ટર જે.બી. ટેલર ઘટનાસ્થળે ધસી આવ્યા હતાં. ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર છે. જે વન્ય જીવો માટે આશ્રયસ્થાન છે. અહીં ભૂંડ ની વસ્તી વધી છે જેઓ જમીન નીચે ના પાકો પણ ખોદીને ખાઇ જતાં હોય છે. ભૂંડ ના ત્રાસ થી ખેડૂત અને મજુર વર્ગ તેમજ શહેર માં ગંદકી ને કારણે લોકો પણ પરેશાન છે. તાલુકા ના ખેરગામ, ધમડાછા અને કછોલી બાદ ભરચક રહેણાંક વિસ્તાર આંતલિયા સોસાયટી વિસ્તારમાં ભૂંડ નો હુમલો સામે આવ્યો છે. ત્યારે વન વિભાગ ભૂંડ ને કાબુ માં કરે એવી માંગ ઉઠી છે.
બીલીમોરા નજીક કેસલી ગામે દીપડો દેખાતા લોકોમાં ભય
બીલીમોરા : બીલીમોરા નજીક કેસલી ગામે દીપડાને કારણે ભય નો માહોલ સર્જાયો હતો. દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગે મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. બીલીમોરા નજીક કેસલી ગામના પટેલ ફળિયામાં રહેતા માજી સરપંચ મનુભાઈ બી. પટેલના ઘરની પાછળ રાતે નિયમિત પણે મંડરાતા દીપડાને કારણે ભય વ્યાપી ગયો હતો. રાત પડે ને દીપડા ની હાજરી થી લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.વન વિભાગે દીપડાને પકડવા મરઘાં નું મારણ મૂકી પાંજરું ગોઠવ્યું છે.