Sports

T20 World Cup: ભારતની મહિલા ટીમ જોરદાર ફોર્મમાં, વર્લ્ડ કપ પહેલા મચાવી આવી ધમાલ

નવી દિલ્હી : મહિલા (Woman) T20 વર્લ્ડકપ (T20 World Cup) 10 દિવસ બાદ શરુ થશે પણ તે પહેલા ભારતની મહિલા ટીમની વાત આવે તો તેમના ફોર્મ ઉપર સૌ કોઈની નજર છે. T-20 વર્લ્ડ કપનો મુકાબલો સાઉથ આફ્રિકામાં યોજાશે તેવામાં હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના શહેરમાં ઇસ્ટ લંડનમાં યોજાનારી ટ્રાઈ સિરીઝમાં (Tri Series) તેમનું 100 ટકા યોગદાન આપી રહી છે. હરપ્રીત કોરની (Harpreet Kor) કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા ગુરુવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાઇનલ મેચ રમશે. અને આ મુકાબલામાં જીત મેળવીને હવે ટીમ ઈંડિયા T-20ના વર્લડકપ માટે તેમની જીત નોંધાવવા માટેનો દાવો પણ રજુ કરી દેશે.

T-20ના વર્લ્ડ કપ પહેલા ભારતનું જોરદાર પુનરાગમન
ભારતે આથી પહેલા ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે થયેલી T-20 સિરીઝમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. અને આવા નિરાશ કરતા રિઝલ્ટ બાદ ભરતીય ટીમે ટ્રાઈ સિરીઝમાં ત્રણ-ત્રણ જીત સાથે જોરદાર પુનરાગમન કર્યું હતું. અને આવામાં 10 ટિમોની આ મોટી પ્રતિયોગિતામાં એન્ટ્રીથી પહેલા ટ્રાઈ સિરીઝમાં પણ જોરદાર પરફોર્મ કરીને જીતને હાઈ લેવલ સુધી લઇ જવાની આશાઓ પણ ભારતીય ટીમ પાસે રાખવામાં આવી રહી છે.

T-20 વર્લ્ડ કપ ભારતીય મહિલા ટીમે જીત્યો હતો
હાલમાં જ ભારતીય મહિલાઓએ અંડર 19 T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને તેમનો દમ ખમ બતવી દીધો હતો.ભારતીય મહિલા ટીમના ઇતિહાસમાં આ એક મોટી સિદ્ધિ કહી શકાય છે. હવે 10 દિવસ બાદ યોજાનારા તે T-20 વર્લ્ડકપ માટે પણ ટીમનું ફોર્મ ખુબ મહત્વનું પરિબળ છે.જોકે ટીમનું ટ્રાય સિરીઝમાં ઉમદા દેખવા કરવાને લઇ હવે દરેકની મીટ મહિલા ટીમ ઉપર મંડરાઈ રહી છે.

વર્લ્ડ કપ પહેલા ટ્રાય શ્રેણીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા
ભારતીય મહિલા ટીમે પોતાની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રાય શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી. આ પછી લીગ તબક્કામાં આ બંને ટીમો વચ્ચેની બીજી મેચ વોશઆઉટમાં સમાપ્ત થઈ હતી. લીગ તબક્કામાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે વાર હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન સીલ કર્યું હતું.

વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમ તૈયાર!
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ આ ટ્રાય શ્રેણીમાં ત્રણ મેચોમાં અત્યાર સુધીમાં આઠ વિકેટ લીધી છે. તેથી ફાઈનલ મેચમાં પણ તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી મેચમાં જેમિમાહ રોડ્રિગ્સે શાનદાર બેટિંગ કરતા 39 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ પહેલા જેમિમાનું ફોર્મમાં પુનરાગમન માટે ભારત માટે સારા સમાચારથી ઓછી નથી. ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયેલી પૂજા વસ્ત્રાકરના પાછા ફરવું એ પણ ભારતીય ટીમ માટે સારો સંકેત છે. તેણે છેલ્લી મેચમાં ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મેગા ઈવેન્ટ પહેલા ભારતીય ટીમ રમતના દરેક વિભાગમાં ખૂબ જ તૈયાર દેખાઈ રહી છે. હવે જરૂર છે ટ્ર્રાય શ્રેણીની ફાઈનલ જીતીને તેના પર મહોર મારવાની.

Most Popular

To Top