Sports

વિમેન્સ વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે હરાવ્યું, હવે સેમિફાઈનલની ટિકિટ માટે રાહ જોવી પડશે

નવી દિલ્હી : મહિલા (Woman) વર્લ્ડ કપ 2023 શનિવારે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની (T20 World Cup) ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ભારતની (India) મહિલા ટીમે 11 રને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બે મેચમાં હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઈંગ્લેન્ડે સતત ત્રીજી જીત નોંધાવીને સેમિફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. તો હવે ભારતીય ટીમેવ અંતિમ ચારમાં જગ્યા મેળવવા માટે રાહ જોવી પડે તેમ છે. ટીમ ઈન્ડિયા હવે તેની ચોથી અને છેલ્લી લીગ મેચ સોમવારે 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે રમશે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની આ સતત છઠ્ઠી હાર છે.

  • વિમેન્સ વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે હરાવ્યું
  • ખેલાડીઓનો સારો દેખાવ છતાં ટીમે હારનો સ્વાદ ચાખવો પડ્યો
  • આ હારથી ભારતીય મહિલા ટીમને મોટું નુકસાન થવાની સંભાવનાઓ

ખેલાડીઓનો સારો દેખાવ છતાં ટીમે હારનો સ્વાદ ચાખવો પડ્યો
ભારત અબે ઇંગ્લેંડની ટીમ વચ્ચે ચાલેલી મેચની વાત કરીએ તો પહેલા રમતા ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતની હારમાળા બાદ શાનદાર પુનરાગમન કર્યું હતું. નેટ સીવરના 50 અને એમી જોન્સના 40 રનની મદદથી ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 140 રન જ બનાવી શકી હતી. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહોતી. બીજી તરફ બોલિંગમાં રેણુકા ઠાકુરે 15 રનમાં 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ બંને ખેલાડીઓની મહેનત અંગ્રેજોએ બરબાદ કરી દીધી.

આ હારથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થશે
આ હાર બાદ ટીમ ઈન્ડિયાને નુકસાન એ થશે કે ઈંગ્લેન્ડે તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમવાની છે. ઇંગ્લેન્ડની ટીમ તેના કરતા વધુ મજબૂત છે. આથી તમામ મેચો જીતીને ઈંગ્લિશ ટીમની ગ્રુપ બીમાં ટોચ પર જવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ જો ભારતીય ટીમ આયર્લેન્ડને હરાવે છે તો તે આ ગ્રુપમાંથી બીજા સ્થાને રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ગ્રુપ Aમાં ટોચ પર રહેવાની ઘણી સંભાવનાઓ જોવા મળી રહી છે તેથી છેલ્લી-4માં ભારતનો સામનો ખતરનાક ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થઈ શકે છે જેણે તેને છેલ્લી વખત ફાઇનલમાં હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ કાંગારુ ટીમે કોમનવેલ્થ રમતની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું.

Most Popular

To Top