Vadodara

પદમાલ ગામમાં મહિલાને માર માર્યા બાદ ગળુ દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ

વડોદરા: પદમલા ગામના આવેલા જૈન મંદિર નજીક મિનિ નદીના બ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી મહિલાના મૃતદેહનું પીએમ પોલીસે કરાવ્યું હતું.જેમાં મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાયું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની શોધખોળ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના પદમલા ગામના જૈન મંદિર પાસે આવેલા મિનિ નદીના બ્રિજ પાસેથી એક અંદાજે 30-35 વર્ષની મહિલાનું મરણ પામેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહો હોવાની વાત વહેતી થતા છાણી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

જેમાં સ્થાનિક પોલીસે મિનિ નદીના બ્રિજ પાસેથી પહોંચી પહોંચી એક મહિલા મૃત હાલતમાં પડી હતી. જેથી પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં હાજર તબીબો દ્વારા મહિલાના મૃતદહેનું પોસ્ટ મોર્ટમ કરતા કોઇ શખ્સ દ્વારા મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે મર્ડરનો ગુના દાખલ કરીને મહિલાની હત્યા કોણે કયા કારણોસર કરી છે તે દિશામાં તપાસ કરવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહિલાના મોઢા પર મુક્કા માર્યા હોવાથી ફુલી ગયું, નાકમાંથી પણ લોહી નીકળતું હતુ
પદમલા ગામની મિનિ નદીના બ્રિજ પાસે મહિલા મૃત હાલતમા પડી રહી છે. જેથી છાણી પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેમાં મહિલાના મોઢું પર સોજો આવી ગયો હોવાના કારણે મોટા પર મુક્કા માર્યા હોવાનું પોલીસ દ્વારા લગાવાઇ રહ્યું છે. ઉપરાંત મહિલાના નાકમાંથી લોહી પણ નીકળતું હતું.

પોલીસે સીસીટીવી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી : પરપ્રાંતિય હોવાનું અનુમાન
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મહિલા પર પ્રાંતિય હોવાનું પ્રાથમકિ અનુમાનના આધારે પદમલા સહિતના ગામડાઓમાં પણ પૂરપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ હોટલ ઢાબા સહિતની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે.રોડ પર આવતા જતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top