વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીને બે વિધર્મી યુવકો મોપેડ પર અપહરણ કરી લઇ ગયા હતા. અલકાપુરીની એક હોટલમાં લઇ જઇને મુખ્ય આરોપીએ તેના પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેસનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના રાવપુરા વિસ્તારના નવાબવાડમાં રહેતો ફૈઝલ ઉર્ફે ફેઝુ અયુબભાઇ ઘાંચી (ઉ.વ. 25)એ સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીનું 30 ડિસેમ્બરના રોજ રાત્રે તેના મિત્ર ફિરોજ ઉર્ફે ગટ્ટુ શબ્બીર હુસેન વ્હોરા (રહે, નગરસી મહોલ્લો, નાગરવાડા કારેલીબાગ) સાથે મોપેડ પર યુવતીના ઘરે ગયા હતા અને તેનું બળજબરી પૂર્વક મોપેડ પર બેસાડી અપહરણ કરી ઉપાડી ગયા હતા.
ફિરોજ વ્હોરા રસ્તામાં ઉતરી ગયા બાદ ફૈઝલે યુવતીને અલકાપુરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઇ જઇને તેના પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે આરોપીને યુવતીને હોટલમાં મૂકીને જતો રહેતા તેણી બપોરના ઘરે પરત આવી હતી. પરીવારજનો આખી રાત ક્યાંથી તેવી બાબતો અંગે પૂછતા કરતા તેની સાથે ઘટેલી ઘટના અંગે જણાવ્યું હતું. જેથી તેના ભાઇએ 31 ડિસેમ્બરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર જી જાડેજા અને સેકન્ડ પીઆઇ એન એલ પાંડોર સહિતની ટીમે મુખ્ય આરોપી વિધર્મી યુવક ફૈઝલ ઘાંચી અને ફિરોજ વ્હોરાને ગણતરીના કલાકોમાં રાવપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
યુવતી ઘરમાં એકલી હતી ત્યારે બંને શખ્સો ઉપાડી ગયા
30 ડિસેમ્બરે સયાજીગંજના ઘરમાં યુવતી એકલી અને તેના ભાઇ અને પિતા કામ અર્થે ગયા હતા જ્યારે તેની માતા બંગલાનું કામ કરવા માટે ગયા હતા.સાંજે આઠવ વાગે તેઓ પરત આવ્યા હતા. ત્યારે યુવતી ઘરે જણાઇ ન હતી. જેની આસપાસના વિસ્તારમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં મળી આવી ન હતી. પરંતુ રાત્રીનો સમય હોય પોલીસમાં જાણ કરી ન હતી.
પોલીસ દ્વારા યુવતીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરાઇ
યુવતી બીજા દિવસે ઘરે પરત આવ્યા બાદ તેના પરીવારના સભ્યોને તેની સાથે ઘટેલી હકીકતથી વાકેફ કર્યા હતા. જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે યુવતીનું મેકિડલ ચેપઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
બંને ગુનાઇત ભૂતકાળ ધરાવે છે
યુવતી પર બળાત્કાર ગુજારનાર મુખ્ય આરોપી ફૈઝલ ઘાંચી અને ફિરોજ વ્હોરા ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. ફૈઝલ ઘાંજી અને ફિરોજ વ્હોરા સામે મારામારી અટ્રોસિટી, લૂંટ મારામારી સહિતના અ્નેક ગૂના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચૂક્યાં છે. પોલીસ દ્વારા બંને ધરપકડની તજવીજ હાથ ધરી છે. -ડી જે ચાવડા એસીપી,