વડોદરા : ગોત્રી વિસ્તારમાંથી પૂર્વ પતિએ જ તેના બે મિત્રો સાથે મળી તેની પૂર્વ પત્નીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં લૂંટ ચલાવી મારમાર્યો હતો. જેથી મહિલાએ ફરીયાદ મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે હતી કે વર્ષ 2021માં તેણે હાર્દિક હસુમખ કોલચા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી બરાબર ચાલ્યું હતું પરંતુ બાદમાં હાર્દિકે પત્ની સાથે વારંવાર ઝઘડા કરી મારઝૂડ કરવાનુ શરૂ કર્યું હતું. જેથી કંટાળીને 6 મહિના પહેલા જ બન્નેએ કોર્ટમાં છુટ્ટાછેડા લઇ લીધા હતા.
જોકે બંને છુટા થયા બાદ મહિલાએ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. ગત 10 ઓક્ટોબરે રાત્રીના સમયે નોકરી પરથી ઘરે જવા માટે રિક્ષામાં બેસી સ્ટેશન જઇ રહી હતી. પરંતુ મહિલા જે રિક્ષામાં બેસી હતી તેમાં અગાઉથી જ એક શખ્સ મોઢે માસ્ક પહેરી બેઠેલો હતો. થોડે આગળ જતા અન્ય એક શખ્સ પણ રિક્ષામાં માસ્ક પહેરી બેસી ગયો હતો. ત્યારબાદ બન્નેએ મહિલાનું ગળુ અને મોઢુ દબાવી અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ મહિલાને ખબર પડી હતી કે માસ્ક પહેરી બેઠેલો શખ્સ બીજો કોઇ નહી પરંતુ તેનો પૂર્વ પતિ હાર્દિક તથા અન્ય શખ્સ તેનો મિત્ર જયેશ હતા.
રિક્ષા ચાલક પ્રકાશ સહિત ત્રણ જણાએ મહિલાનું અપહરણ કરી પાલિતાણા પાસેના એક ગામની વાડીમાં લઇ ગયા હતા. ત્યાંથી પરત આવતા રસ્તામાં ફરી અવાવરૂ જગ્યાએ રિક્ષા ઉભી કરી હાર્દિક મહિલાને ઝાડીઓમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું હતુ. ઉપરાંત તેણે પીડિતાનુ પાકિટ છીનવી તેમાંંથી રૂ. 3 હજોરની લૂંટ ચલાવી ત્રણેય ફરાર થઇ ગયા હતા. મહિલાઓ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી હતી.
ગણતરીના કલાકોમાં જ આરોપીઓ પૈકી બે ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર
પતિ વારંવાર ઝઘડો કરતો હોવાથી પત્નીએ તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ પત્ની અ્ને પતિ અલગ રહેતા હતા. જેમા્ં પૂર્વ પતિ મહિલા પર સતત વોચ રાખી રહ્યો હતો પૂર્વ પત્ની શુ કરે છે કોને મળે તેની તમામ ગતિવિધિઓ પર નજર રખતો હતો. દરમિયાન પૂર્વ પત્નીના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે રિક્ષામાં બેસી પત્ની ઘરે જવા નીકળી ત્યારે તેનું મિત્રો સાથે મળી અપહરણ કર્યું ત્યારબાદ તેના બળાત્કાર ગુજાર્યું અને 3 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલક પ્રકાશ રાઠવા અને મિત્ર જયેશ તડવીને ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી મહિલાો પૂર્વ પતિ હાર્દિકે હસમુખ કોલચાને વોન્ટેડ જાહેર કર્યો છે.
પથ્થરથી હુમલો કર્યો બોલપેનની ઇજા પહોંચાડ્યા બાદ સારવાર પણ કરાવી
મહિલાનું પૂર્વ પતિ હાર્દિક કોલચા દ્વારા અપહરણ કરાયું હતું જેથી મહિલાએ તેના ચુંગલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને પુન: પકડી માર માર્યો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાના માથા પર પથ્થરથી હુમલો કરી બોલપેનના ઇજા પહોંચાડી હતી. મહિલાને જીવતી નહી રહેવા દઉ તેવી ધમકી આપી હતી. મહિલાને ઇજા પહોંચી હોવાથી ઇજાગ્રસ્ત તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી.