લાહોર: પાકિસ્તાનની લોકશાહીના (Democracy) પહેલેથી જ લાહ બેહાલ છે. દરમિયાન અહીં સામાન્ય માણસના અધિકારની વાત કરવી અર્થહીન છે. અહીં પહેરવેશ અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ સમાજની સ્થિતિ ખરાબ છે. ડ્રેસ સંબંધિત આવો જ એક કિસ્સો પાકિસ્તાનના (Pakistan) લાહોરમાંથી (Lahore) સામે આવ્યો છે. જેમાં એક મહિલાને ભીડના ગુસ્સાનો (Anger) સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ લાહોરમાં એક મહિલાને તેણીનો પસંદનો ડ્રેસ પહેરવો મુશ્કેલ પડ્યો હતો. મહિલાએ વિચાર્યું પણ નહીં હોય કે તેના ડ્રેસને કારણે તેણે પોલીસ સ્ટેશન જવું પડશે. અસલમાં ખરીદી કરવા ગયેલી એક મહિલા મોબ લિંચિંગનો શિકાર બની હતી. જ્યારે મહિલા ખરીદી કરવા ગઇ હતી, ત્યારે ત્યાં હાજર લોકોએ તેણીને અરબી પ્રિન્ટેડ ડ્રેસ પહેરવા બદલ ઘેરી લીધી હતી.
ટોળાએ મહિલાને ઘેરી લીધા બાદ તેણીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મહિલા લાહોરના આચરા બજારની એક હોટલમાં ખાવાનું ખાવા માટે આવી હતી. તેમજ મહિલાના ડ્રેસ ઉપર અરબી ભાષામાં પ્રિન્ટ હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ તેને કુરાનની આયત ગણાવી અને તેના પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો.
ત્યાર બાદ થોડી જ વારમાં ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ મહિલા ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. દરમિયાન વિસ્તારના પોલીસ અધિકારી એએસપી સૈયદા શાહરાબાનો નકવી સમયસર ત્યાં પહોંચી ગયા અને મહિલાને ભીડમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો.
પંજાબ પોલીસે મહિલા પોલીસ અધિકારીની પ્રશંસા કરી હતી
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો આ બહાદુરીભર્યા કાર્ય માટે પંજાબ પોલીસે મહિલાને બહાદુરી પુરસ્કાર માટે ભલામણ કરી છે.
‘ટોળાએ મહિલાને કુર્તો ઉતારવા કહ્યું’
દરમિયાન આ ઘટના વિશે વાત કરતા મહિલા પોલીસ અધિકારીએ એક વીડિયોમાં કહ્યું, ‘મહિલા તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ હતી. ત્યારે તેણીએ આ કુર્તો પહેર્યો હતો. જેના પર કેટલાક શબ્દો લખેલા હતા. જ્યારે કેટલાક લોકોએ કુર્તાને જોયો તો તેમણે અરબી ભાષામાં લખેલી પ્રિન્ટને કારણે મહિલને કુર્તો ઉતારવા કહ્યું. જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
મહિલાએ માફી માંગી
સમગ્ર મામલે ભૂલ ન હોવા છતાં મહિલાએ આ ઘટના માટે માફી માંગી હતી. તેમજ ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં મહિલા કહેતી સંભળાતી હતી કે, ‘મને કુર્તા પસંદ આવ્યો તેથી મેં તે ખરીદ્યો. વિચાર્યું ન હતું કે લોકો આવું વિચારશે. કુરાનનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું આ ઘટના માટે માફી માંગુ છું.