સુરત: ઉમરા એગ્રીકલ્ચર ફાર્મ તથા વેલકમ પાન પાસે આશીયાના એપાર્ટમેન્ટમાંથી પીસીબી પોલીસે મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હતું. પીસીબીએ પાંચ મહિલા સહિત સાત ની ધરપકડ કરી કુલ 1.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- ઉમરામાં મહિલા સંચાલિત જુગારધામાથી પાંચ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા
- પકડાયેલી ત્રણ મહિલા અગાઉ ત્રણ વખત જુગાર રમતા પકડાઈ હતી
પીસીબી પોલીસને ઉમરા એગ્રીકલ્ચર ફાર્મ તથા વેલકમ પાન પાસે આશીયાના એપાર્ટમેન્ટના વિગ-A બીજા માળે દિવ્યાબેન જગદીશભાઇ દેવજા નામની મહિલા પોતાના આ ફ્લેટમાં જુગારધામ ચલાવી રહી હોવાની બાતમી મળી હતી. દિવ્યા મકાનમાં બહારથી તેમના સંપર્ક વાળી મહિલાઓ અને પુરૂષોને બોલાવી જુગાર રમાડતી હતી. બાતમીના આધારે પીસીબી પોલીસે રેડ કરી દિવ્યાબેન જગદીશભાઇ દેવજા (ઉવ.૪૪ રહે ફ્લેટ નં ૨૦૨ આશીયાના એપાર્ટમેન્ટ, ઉમરા), જશવંતકુંવર રણજીતસિંહ દેવડા (ઉ.વ ૪ર, રહે કુબેરનગર, વરાછા તથા મુળ ઝાલોર, રાજસ્થાન), ગીતાબેન ભાવેશભાઇ ભીલ (ઉવ.૪૦ રહે ઘર નં.૧૦૩ ગાયત્રી સોસાયટી, લંબે હનુમાન રોડ, વરાછા તથા મુળ ગીરગઠડા , ગીરસોમનાથ), સંગીતાબેન રમેશભાઇ માતાની (ઉ.વ.૫૮ રહે ફ્લેટ નં ૪૦૧, સ્તુતી યુનિવર્સલ એપાર્ટમેન્ટ ગેલેક્ષી સર્કલ પાસે, પાલ રોડ, અડાજણ), અમીષાબેન ચમનભાઇ પટેલની દિકરી (ઉવ.૩૧ રહે ઘર નં ૧૮૩ રેલ્વે કોલોની, સુરત રેલ્વે સ્ટેશન), હરેશભાઇ ભગવાનદાસ મેઘાણી (ઉ.વ.૫૨, રહે.ઘર નં.૧૨૬, દ્વારકાધીશ સોસાયટી કૃષ્ણકુંજ તા ઉપલેટા જી. રાજકોટ) તથા પ્રકાશભાઇ ગોવિંદભાઇ સામનાણી (ઉ.વ.૩૯ રહે ફ્લેટ નં ૫૦૨, વિર સાવરકર હાઇટ્સ, ભેંસાણ રોડ રાંદેર) ને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રોકડા ૪૩,૬૨૦ રૂપિયા, દાવના રોકડા ૩૫૦૦, મોબાઈલ ફોન મળી કુલ ૧,૩૬,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સંગીતા, ગીતા અને જશવંતકુંવર અગાઉ રાંદેરમાં બે વખત અને એક વખત કતારગામમાં જુગાર રમતી પકડાઈ હતી. હરેશ મેઘાણી જુગાર રમવા માટે ખાસ રાજકોટથી સુરત આવ્યો હતો.
77 લાખની ઠગાઇમાં ગોડાદરામાં રહેતા આરોપીના જામીન નામંજૂર
સુરત : નવસારી પાસે પ્લોટીંગ પાડીને 43 વ્યક્તિઓની સાથે 77 લાખની ઠગાઇ કરવાના ગુનામાં ગોડાદરાના યુવકે કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના શિવપાર્ક સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે લાલુ ચંદ્રપાલ સિંહ તેમજ તેમના બીજા ભાઇઓ દ્વારા નવસારાના પરૂજણ ગામમાં શ્રી સાંઇ વિલા કન્સ્ટ્રકશન સાઇટ શરૂ કરીને કુલ્લે 43 વ્યક્તિઓ પાસેથી રૂા. 77.63 લાખ લઇને બાદમાં દસ્તાવેજ કરી આપવામાં આવ્યા ન હતા અને આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન જામીન મુક્ત થવા માટે યોગેશે કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરીને આરોપીના જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.