Sports

સ્ટિંગ ઓપરેશન બાદ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માનું રાજીનામું લઈ લેવાયું

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) મુખ્ય સિલેક્ટર (Chief Selector) ચેતન શર્માએ (Chetan Sharma) પોતાના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. હાલમાં જ તેમનું એક સ્ટિંગ ઓપરેશન (Sting operation) સામે આવ્યું હતું, જે બાદ ઘણો વિવાદ ઊભા થયા હતા. 17 ફેબ્રુઆરી શુક્રવારના રોજ જાણવા મળ્યું કે ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને (Jay Shah) મોકલ્યું હતું, તેમણે રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

ચેતન શર્મા 7 જાન્યુઆરી 2023 ના રોજ ફરીથી બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો, પરંતુ આ વખતે તેમનો કાર્યકાળ 40 દિવસમાં જ પૂરો થયો હતો. જો કે ચેતન શર્મા બંને ટર્મમાં પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે, ગત ટર્મમાં BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ સમગ્ર કમિટીને હટાવી દીધી હતી.

ચેતન શર્મા વિવાદોમાં હતા
તમને જણાવી દઈએ કે મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના મુખ્ય સિલેક્ટર ચેતન શર્માનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેઓ ખેલાડીઓની પસંદગી, પદ્ધતિઓ અને ફિટનેસને લઈને ઘણી બાબતોને હાઈલાઈટ કરી હતી જે બાદ વિવાદ ઊભો થયો હતો. ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર હુમલો કરતા બતાવવામાં આવ્યા છે.

ચેતન શર્મા સ્ટિંગ ઓપરેશનના કારણે વિવાદોમાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના મુખ્ય સિલેક્ટર ચેતન શર્મા એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે સિલેક્ટરના મુદ્દાઓ સાથે જોડાયેલી બાબતોનો ખુલાસો કરવાને કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા. બીસીસીઆઈએ તાજેતરમાં ચેતનને બીજી વખત પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો.

ક્રિકેટરો ઈન્જેક્શન લે છે
એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર હુમલો કરતા બતાવવામાં આવ્યા છે. તેમણે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથેની વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો કે 80 થી 85 ટકા ફિટ હોવા છતાં, ખેલાડીઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં ઝડપથી વાપસી કરવા માટે ઈન્જેક્શન લે છે.

વીડિયોમાં ઘણા મોટો ખુલાસા કર્યા
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી20I શ્રેણીમાં બુમરાહની વાપસીને લઈને તેની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદો હતા. આ સિવાય ચેતન શર્માએ આ વીડિયોમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા, જેના કારણે વિવાદ થયો હતો. આ દરમિયાન BCCI તરફથી સતત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી અને હવે ચેતન શર્માએ રાજીનામું આપી દીધું છે. ચેતન શર્મા ઉપરાંત બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન શરથને તક આપી હતી.

Most Popular

To Top