વ્યારા: કોવિડની(corona) ત્રીજી લહેર (third wave) સમગ્ર ઝડપભેર ફેલાઈ રહી છે. ત્યારે આ વૈશ્વિક મહામારીને (pandemic) નાથવા સરકાર દ્વારા તકેદારીનાં પગલાં લેવા કરાયેલા સૂચન અને ફાળવાયેલી સામગ્રીનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. શરૂઆતમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTOCR test) માટે એક લેબ (lab) ચાલુ કરાઇ હતી. વર્ક લોડ વધતાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે વધુ બે નવી લેબ ચાલુ કરવાની ગતિવિધિ શરૂ કરી દેવાઈ છે. જેને લઈ તાપી જિલ્લામાં હવે કોરોના ટેસ્ટની (corona test) કાર્યવાહી વધુ ઝડપી બનશે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સોનગઢ (Songhadh) ખાતે શરૂ કરવામાં આવનાર RTPCR લેબની અધિકારીઓએ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી આ લેબ સોમવાર સુધીમાં કાર્યરત થઇ જાય તેવા પ્રયત્નો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
ઝઘડિયા સેવા રૂરલ ખાતે કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર શરૂ કરાયું
ઝઘડિયા (Jhaghadiya સેવા રૂરલ છેલ્લા ચાર દાયકાથી ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાઓમાં આરોગ્યલક્ષી સેવાકીય કામગીરી કરે છે. કોરોના મહામારી દરમિયાન સેવા રૂરલ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આઈસોલેશન વોર્ડ (isolation ward) વિગેરે દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવ્યા હતા. હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે સેવા રૂરલ ઝઘડિયા દ્વારા કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર (corona testing center) ઝઘડિયા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવશે. આરટીપીસીઆર ટેસ્ટ ટોકન ચાર્જના પચાસ રૂપિયા લઈને કરવામાં આવશે. જે ટેસ્ટના પ્રાઈવેટ લેબમાં ૪૦૦થી વધારે રૂપિયામાં થાય છે. આ બાબતે સેવા રૂરલ દ્વારા જણાવાયું હતું કે, કોરોનાના ચિન્હ જણાશે તોજ ટેસ્ટ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ કરવા આવનાર દર્દીઓએ આધારકાર્ડ સાથે લેવાનો રહેશે અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સોમથી શનિ બપોરે ૨થી ૪ વાગ્યા સુધી બાલ મંદિર ટેકરા ફળિયા ઝઘડિયા ખાતે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં કોરોનાવાયરસના RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટિજન (રેપિડ) ટેસ્ટમાં ૫ (પાંચ) સહિત કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨ દર્દી અને હોમ આઇસોલેસનમાં ૯૧ દર્દી સહિત કુલ ૯૩ દર્દી સારવાર હેઠળ છે.