બધા જાણે છે કે શાસન-વ્યવસ્થામાં અલગ અલગ વિભાગ હોય છે. જેમકે પોલીસ વિભાગ, કોર્ટ, ટેકસ વિભાગ વગેરે. જો કોઇને રિપોર્ટ કરવો હોય અને તે જજને અહીંયા ભૂલથી રિપોર્ટ કરો તો જજ એ જ કહેશે કે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરો.
તાત્પર્ય એ છે કે જેમ અહીં પૃથક-પૃથક કાર્ય વિભાગ છે તે પ્રકારે દેવતાઓનું પણ અલગ અલગ વિભાગનું ઉત્તરદાયિત્વ છે. પોતાનુન જે અભિષ્ટ કાર્ય છે તેના અધિકારી દેવતાની આરધનાથી કાર્ય સફળ થાય છે.
શ્રીમદ્ ભગવત બીજા સ્કંધના ત્રીજા અધ્યાયમાં લખ્યું છે કે જે પ્રાણી પોતાનું સત્ય વધારવા ઇચ્છે તેને બ્રહ્માજીની પૂજા-આરાધના કરવી જોઇએ.
ઇન્દ્રિયોને પુષ્ટ રાખવા માટે ઇન્દ્રની પૂજા આરાધના કરવી જોઇએ.
ધનની ઇચ્છા રાખવાવાળાઓ લક્ષમીજીની પૂજા આરાધના કરવી જોઇએ.
તેજ વધારવા માટે અગ્નિની પૂજા આરાધના કરવી જોઇએ.
અન્ન, હાથી, ઘોડા વગેરે સવારીના ઇચ્છુકોએ આઠેય વસ્તુઓની પૂજા કરવી જોઇએ.
પોતાને સુંદર તેમજ રૂપવાન બનાવવા માટે કામદેવની પૂજા આરાધના કરવી જોઇએ.
બુધ્ધિ માટે રુદ્રની પૂજા આરાધના કરવી જોઇએ.
વધારે બળ ઇચ્છનારાઓ ઇલાદેવીની પૂજા-આરાધના કરવી જોઇએ.
સુંદરતામાટે ગન્ધર્વની પૂજા-આરાધના કરવી જોઇએ.
સુંદર સ્ત્રીની ઇચ્છા માટે ઉર્વશી અપ્સરાની પૂજા આરધના કરવી જોઇએ.
યશ કીર્તિ માટે નારાયણની પૂજા કરવી જોઇએ.
વિદ્યા લાભાર્થ માટે શંકરની પૂજા કરવી જોઇએ.
વિશેષ વિદ્યા માટે સરસ્વતીની પૂજા-આરાધના કરવી જોઇએ.
પરિવાર-વૃધ્ધિ માટે દિવ્ય પિતૃઓની પૂજા-આરાધના કરવી જોઇએ.
પરિવારના રક્ષણ માટે પુણ્યાત્મા જીવોની પૂજા આરાધના કરવી જોઇએ.
કાલનુસાર રાજયમાં પદોન્નતિ માટે મનુની પૂજા આરાધના કરવી જોઇએ.
શત્રુનાશ માટે ‘વિકટ રાક્ષસ’ની પૂજા કરવી જોઇએ.
વીર્ય વૃધ્ધિ માટે ચંદ્રમાની પૂજા-આરાધના કરવી જોઇએ.
દીર્ઘાયુ માટે અશ્વિની કુમારોની પૂજા આરાધના કરવી જોઇએ.
કેસ જીતવા માટે બગલામુખીની પૂજા-આરાધના કરવી જોઇએ.
સ્ત્રી-સુંદર પતિ ઇચ્છે તો તેને પાર્વતીની પૂજા આરાધના કરવી જોઇએ.
કષ્ટ નિવારણ માટે કામત્મિકા દુર્ગાદેવીની આરાધના કરવી જોઇએ.
સતીત્વ-વૃધ્ધિ માટે સતી સાવિત્રી, સતી અનસુયાની પૂજા-આરાધના કરવી જોઇએ.
મર્યાદા-રક્ષા માટે શ્રીરામજીની પૂજા આરાધના કરવી જોઇએ.
સુખ આનંદ પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણજીની પૂજા આરાધના કરવી જોઇએ.
ફોલ્લા-ફોડકી, લોહી વિકાસના રક્ષણ માટે શ્રી હનુમાનજીની આરાધના કરવી જોઇએ.
લોટરી, સટ્ટામાં સફળતા માટે સ્વપ્નેશ્વરી દેવીની પૂજા-આરાધના કરવી જોઇએ.
રોગ નિવારણ માટે કતગંગાજીની આરાધના કરવી જોઇએ.
આરાધના, મંત્ર વિધિ વગેરે તમારા નિકટના અનુભવી વિદ્વાનો પાસે જાણે લેવું જોઇએ. પૂજન પોતે કરવું ઉત્તમ હોય છે. કેટલીયે વાર માત્ર વૃધ્ધ કે ત્રિપુંડધારી બાબાને જોઇને જ પૂજા-પાઠ કરાવવાથી લાભ થવો અસંભવ છે.