સુરતઃ સુરત એરપોર્ટ ઉપર વિતેલા કેટલાંક સમયથી સોનાની દાણચોરી (Gold Smuggling) થવા લાગી છે. દાણચોરોએ જાણે સુરત એરપોર્ટને (Surat Airport) સોનાની દાણચોરી માટેનું મુખ્ય કેન્દ્ર બનાવી દીધું હોય તેમ ઉપરાછાપરી સોનાની દાણચોરીના કેસ પોલીસ અને કસ્ટમ (Custom) ઓફિસના ચોપડે ચઢી રહ્યાં છે.
લોકો સોનાની પાછળ એટલી હદે ઘેલા અને પાગલ થઇ ગયા છે કે તેને માટે હવે રસાયણવિજ્ઞાનની પ્રક્રિયામાં પણ હાથ જમાવતા થઇ ગયા છે. દાણચોરોએ સોનાનું મૂલ્ય સમજી તેને ચોરીછુપીથી પરદેશથી ઘુસાડવા અનેક નુસખાઓ અજમાવવાના ચાલુ કરી દીધા છે. કોઇ કેપ્સુયુલ બનાવી પેટમાં સોનુ પધરાવી લાવે છે તો વળી કોઇ શરીરના ગુપ્તાંગના ભાગોમાં સોનુ સંતાડી લઇ આવે છે.
આટલું ઓછું હતું તેમાં હવે સોનુ લિક્વિડ ફોમ કે પેસ્ટ બનાવીને પણ દાણચોરો સુરત લેન્ડિંગ કરતા થઇ ગયા છે. ખુદ ઇન્વેસ્ટિગેશન એજન્સીના બાહોશ અધિકારીઓ પણ દાણચોરોની આવી અવનવી તરકીબોથી માથુ ખંજવાળતા થઇ ગયા છે. તાજેતરમાં આવા જ કેટલાંક કિસ્સામાં પોલીસે સોનાને પેસ્ટ ફોમમાં પકડી પાડ્યું હતું, કોઇ ઓષધીય મલમ હોય તે રીતે સોનુ બનાવી લાવવામાં આવી રહ્યું છે.
આ માટે જે પધ્ધિતનો ઉપયોગ થાય છે તેના વિષે કેટલીક વિગતો ચોંકાવનારી રહી છે. દાણચોરોએ સીધુ સોનું લાવવાનું જોખમ ટાળી હવે સોનાને એક્વા રેગિયા (એક પ્રવાહી જે સોનામાં ઓગળવા માટે સક્ષમ છે) થી પ્રોસેસ કરે છે અને સોનાની આ પેસ્ટને શરીરના અમુક ભાગો પર લેપની જેમ લગાડીને તેનું સ્મગલિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે એક્વા રેગિઆ એ એક રાસાયણિક ધાતુશાસ્ત્રની પધ્ધતિ છે. દુનિયામાં ઘણી ધાતુઓ અસ્તિત્વમાં છે. આ ધાતુઓ પૈકી કેટલીક ધાતુનો નોબલ ધાતુમાં સમાવેશ થાય છે. નોબલ ધાતુ એટલે ક્યારે પણ કાટ ન લાગે તેવી ધાતુ હોય છે. તેમાં સોનુ, ચાંદી, રૂબીડિયમ, લેડ ઓસ્મિયમ આ બધી ધાતુ નોબલમાં આવે છે.
હવે આપણે વાત કરીએ સોનાની તો સોનુ મૂળ લેટિન શબ્દ ઓરમ ઉપરથી આવે છે. જે ૭૯ તત્વોનું બનેલું હોય છે. સામાન્ય રીતે તેને ઓગાળવા માટે ૧૦૬૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ અને સામાન્ય ઉષ્ણતામાનમાં તે ઘન સ્વરૂપમાં હોય છે. તેને એક્વા રેગિઆની સાથે ભેળવ્યા બાદ રિફાઈન્ડ કરીને કાઢી લેવામાં આવે છે.
આ રીતે પેસ્ટરૂપે તેનું બાય એર સ્મગલિંગ વધારે પ્રમાણમાં થાય છે, ખાસ કરીને પેસ્ટ સ્વરૂપે હોવાથી એરપોર્ટના સિક્યુરિટી ચેક સમયે મેટલ ડિટેક્ટર દ્વારા તેને પકડી શકાતું નથી. તેને બોટલમાં કે ઝીપ બેગમાં લાવી શકાય છે.
મજબૂત સોનાને ૬૦૦ રૂપિયામાં મલમ બનાવી ૨૦૦ ગ્રામ સોનામાં રૂપાંતરીત કરી દેવાય છે
આ સમગ્ર પ્રક્રિયા દ્વારા સોનાની પેસ્ટ બનાવવામાં અને પેસ્ટમાંથી ફરી તેને સોનુ બનાવવામાં માત્ર 100 ગ્રામ પર 200 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ કેમિકલ 500થી 600 રૂપિયામાં આવી જાય છે. અને તેમાં 200 ગ્રામ જેટલું સોનું પેસ્ટ બની શકે છે. તથા આ પ્રક્રિયા ખુલ્લી જગ્યામાં સરળતાથી કરી શકાય છે. તે માટે કોઇ મોટા મશીનરી સાથેના સેટઅપ કે લેબોરટરીની પણ જરૂર નથી પડતી એટલે કેટલાંક લોકોની આ પ્રક્રિયામાં હથોટી આવી ગઇ હોય છે. તેઓ સતત આવા પ્રયોગ કરી દાણચોરીના નુસખા અજમાવે છે.
સોનાની પેસ્ટ બનાવવા માટે ( Aqua regia)એક્વા રેગિયાનો ઉપયોગ
સોનુ 1064 સેલ્સિયસ સોલિડ રૂપમાં હોય છે. સોનું ૧૦૬૪ થી 2856 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી રૂપમાં હોય છે. અને 2856 સેલ્સિયસ ઉકળીને ગેસ બનવા લાગે છે. આ બધી તો ગરમ કરી ઉકાળવાની પ્રક્રિયા છે. જે ક્યાંય લાવવા લઈ જવામાં ચાલે નહીં. નાઈટ્રિકએસિડ અને હાઇડ્રોક્લોટિક બંને એસિડને ૩ઃ૧ ભાગમાં ભેળવવામાં આવે તો એક અતિ તીવ્ર ઘટ એસિડ બને છે. તેને એક્વા રેગિયા ( Aqua regia)કહેવામાં આવે છે. આ પધ્ધિતથી દાણચોરો હવે સોનાની ચોરીના નુસખા અપવાની રહ્યાં છે.
આ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી પેસ્ટ અને ફરીથી સોનું બને છે
Aqua regiaની શોધ જબીર નામના યુએસએની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કરી હતી. ‘એક્વા રેગિયા’ એક જ એવું રસાયણ છે જેમાં સોનું ઓગળી જાય છે. અને તેને ઓગાળતા રહેતા છેવટે એક ઘટ્ટ પેસ્ટ બને છે. જે ઘટ્ટ પેસ્ટ કે અન્ય પેસ્ટની જેમ સાચવીને રાખી શકાય છે. એકવાર સોનાની પેસ્ટમાંથી પરત સોના સ્વરૂપમાં લાવવા માટે ફરીથી વૈજ્ઞાનિક રીતે તેને પ્રક્રિયા કરવી પડે છે. એકવાર સોનાની પેસ્ટમાંથી સોનુ પરત લાવવા ખાસ પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં સોડિયમ બાયકાર્બોનેટ કિનારા પર છાંટવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ છાંટા ઉડે છે. દાઝવાનો પણ ભય રહે છે. વળી આ પ્રક્રિયા વખતે તીવ ધુમાડો ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રયોગ ખૂબ જ ધ્યાન રાખીને કરવામાં આવે છે.
ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોમાં સર્કિટમાં સોનાનો ઉપયોગ થાય છે
વીર નર્મદ યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના પૂર્વ વડા ડો. એસ. કે. ટાકે જણાવ્યું હતું કે, 100માંથી 0.10 ગ્રામ જેટલું સોનું ઓગાળી શકાય છે. સોડિયમ બાયકાર્બોનેટ નાંખવાથી ગોલ્ડ ક્લોરાઇડ બને છે. જે સોલિડ સોનું છે. અત્યારે ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોમાં સર્કિટમાં તેને કાટ ન લાગે તે માટે સોનુ વાપરવામાં આવે છે. ખાસ કરીને કોમ્પ્યુટરમાં ઘણા માણસો એક્વા રેગિઆની મદદ લઈને ભંગારમાંથી સોનુ કાઢવામાં મહેનત કરે છે.