Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં બે દર્દીના મોત થતાં કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું

ગાંધીનગર: કોરોનાએ રાજ્યના આરોગ્ય તંત્રને ફરી દોડતું કરી દીધું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાએ ઝડપ વધારી છે. જેથી નવા કેસોની સંખ્યા વધીને 402 થઈ છે. જ્યારે અમદાવાદ મનપા અને કચ્છમાં એક -એક એમ રાજ્યમાં બે દર્દીઓનું મૃત્યુ થયું છે. આ સાથે જ એક્ટિવ કેસ વધીને 1529 થયા છે. જેમાંથી 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે 162 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 219, રાજકોટ મનપામાં 28, સુરત મનપામાં 25, મોરબીમાં 18, અમરેલીમાં 15, મહેસાણા, રાજકોટ ગ્રામ્ય, વડોદરા મનપામાં 12, વડોદરા ગ્રામ્યમાં 11, સાબરકાંઠામાં 9, સુરત ગ્રામ્યમાં 7, ગાંધીનગર મનપામાં 6, વલસાડમાં 5, ભરૂચ, જામનગર મનપા, નવસારીમાં 3, આણંદ, ભાવનગર મનપા, ગાંધીનગર ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, ભાવનગર ગ્રામ્ય, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, પોરબંદરમાં એક- એક નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં 543 લોકોનું રસીકરણ કરાયું
રાજયમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 543 લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં 18 વર્ષ થી વધુ ઉંમરના 38 લોકોને રસીનો પ્રથમ ડોઝ, તથા 86 લોકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષ સુધીના ઉંમરના 3 યુવક અને યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 14 યુવકો – યુવતીઓને રસીનો બીજો ડોઝ, જ્યારે 60 લોકોને રસીનો પ્રિકોશન ડોઝ અપાયો છે. 12 થી 14 વર્ષ સુધીના 1 બાળકોને પ્રથમ ડોઝ તથા 0 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. તેમજ 18 થી 59 વર્ષના 341 લોકોને પ્રિકોશન ડોઝ અપાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 12,80,98,758 લોકોને રસી અપાઈ છે.

Most Popular

To Top