Gujarat

રાજ્યમાં શિયાળો ધીરે ધીરે જામવા માંડ્યો અને રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા

રાજયમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની રહી છે. આજે કચ્છના નલીયામાં 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. નલીયા પછી ગાંધીનગરમાં પણ ઠંડીનો માહોલ જોવા મળી રહયો છે. ગાંધીનગરમાં બેઠા ઠારનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં ઠંઠીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 14 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 19 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું

વડોદરા મનપામાં 6 સહિત રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં 3, વલસાડમાં 3, અમદાવાદ મનપા, જામનગર મનપા, રાજકોટ મનપામાં 2-2 તેમજ જૂનાગઢ ગ્રામ્ય, કચ્છ, સુરેન્દ્રનગરમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. બીજી બાજુ આજે રાજ્યમાં 35 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 220 છે. જ્યારે 214દર્દીઓ સ્ટેબલ છે અને 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Most Popular

To Top