નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી ભારતમાં (India) સહેજ ગરમ શિયાળુ (Winter) ઋતુ જોવા મળી શકે છે જે પ્રાથમિકપણે મંદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રવૃતિને કારણે થઇ શકે છે એમ હવામાન વિભાગે આજે જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ આજે જણાવ્યું હતું કે તાપમાનમાં દિવસો દિવસના ધોરણે ફેરફોર જોવા મળી શકે છે અને તેની ઘઉંના પાક પર અસર હવામાનની વિશિષ્ટ વર્તણૂક અને છોડની લાઇફ સાયકલના તબક્કાઓ પર આધારિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘઉં એ તેના વેજીટેટિવ તબક્કાની સરખામણીમાં રિપ્રોડક્ટિવ તબક્કામાં તાપમાન પ્રત્યે ભારે સંવેદનશીલ હોય છે. આગામી શિયાળુ ઋતુ(ડિસેમ્બર ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩) દરમ્યાન, દ્વિપકલ્પીય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા નીચુ તાપમાન રહી શકે જ્યારે મધ્ય ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર પશ્ચિમી ભારતના છૂટા છવાયા ભાગોમાં આ સ્થિતિ જોવા મળી શકે જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં અને પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય લઘુતમ તાપમાન કરતા ઉંચુ કે સામાન્ય તાપામાન જોવા મળી શકે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં દ્વિપકલ્પીય ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં, મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાભ ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહે તેવી ઘણી શક્યતા છે.
- તાપમાનમાં રોજે રોજના ધોરણે વધઘટ થવાની શક્યતા, ઘઉંના પાક પર વિપરીત અસર થઇ શકે
- દક્ષિણ ભારતમાં સરેરાશ કરતા તાપમાન નીચુ રહેવાની શક્યતા, દક્ષિણમાં ડિસેમ્બરમાં શિયાળુ વરસાદ સામાન્ય રહેશે
- દિવસનું તાપમાન ઉંચુ રહી શકે, જો કે ડિસેમ્બરમાં ઉત્તર પશ્ચિમના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની વકી
ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા ઉંચા તાપમાન માટે મોહાપાત્રાએ મંદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રવૃતિ અને પૂર્વીય પવનોના પ્રવેશને જવાબદાર ગણાવ્યા હતા. પશ્ચિમી ડિસ્ટર્બન્સની પવૃતિ મંદ રહેશે તેથી વાદળિયુ વાતાવરણ ઓછું રહેશે અને દિવસનું તાપમાન ઉંચુ રહેશે. બંગાળના અખાત પરથી ફંકાતા પવનોને કારણે લઘુતમ તાપમાન વધશે પણ તેનાથી વરસાદના પ્રમાણમાં વધારો નહીં થાય. હવામાન વિભાગે આ સાથે એમ પણ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં દ્વીપકલ્પીય ભારતના તમિલનાડુ અને પુદુચ્ચેરી સહિતના પાંચેય સબડિવિઝનમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.