ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે. જોઈએ તેટલો માંગો. એ બ્રાન્ડ માંગો એ બોટલ દારૂ 24 કલાક મળે છે. દર વરસે પકડાયેલો 300 કરોડનો દારૂ બુલડોઝરની મદદથી કચડી નાખવામાં આવે છે. આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી. મહારાષ્ટ્ર મુંબઈમાં દારૂના આપણા ચારની જેમ ખુલ્લા બાર હોય છે. 300 કરોડોનો દારૂ જો કચડવાને બદલે મહારાષ્ટ્ર-મુંબઈને વેચવામાં આવે તો 300 કરોડનો દર વરસે ફાયદો થાય એમ છે. બધાને ખબર જ છે કે ગુટખા દારૂ અને ડ્રગ લેવાથી નુકસાન થાય છે.
આ બધાં વ્યસનીઓ પોતાની સાથે પરિવારનાં પણ સુખ શાંતિ છીનવી લે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થતી જાય છે. તમે કોઈ પણ વ્યસનના ગુલામ હો એટલું યાદ રાખો, તમારું વ્યસન તમારી સાથે તમારા પરિવારને પણ બરબાદી તરફ લઈ જાય છે. તમે મન મક્કમ રાખી આજથી હમણાંથી જ વ્યસનમુક્ત થવાનો સંકલ્પ લો. જો તમે તમારા પરિવારને ખુશહાલ આબાદ જોવા માંગો છો તો આજથી, હમણાંથી જ શરૂઆત કરી દો. કાલ પર છોડશો નહીં. નહીંતર તમારી કાલ કોઈ દિવસ પણ આવશે નહીં.
કાલીપુલ, સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.