મોસ્કોઃ રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે 47 દિવસથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુદ્ધનું અત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી. રશિયાના સતત હુમલાના પગલે યુક્રેનમાં ચારેય તરફ તબાહી સર્જાઈ છે. શહેરો યુક્રેનિયન નાગરિકોના મૃતદેહોથી ભરેલા છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) જનરલ એલેક્ઝાન્ડર ડ્વોર્નિકોવ(General Alexander Dvornikov)ને રશિયાના નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. આ એ જ જનરલ છે જેણે યુક્રેનના ક્રામટોર્સ્કમાં રેલ્વે સ્ટેશન પર મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો હતો.
જનરલ એલેક્ઝાન્ડર ડિવોર્નિકોવ હવે યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહીને કમાન્ડ કરશે. ડિવોર્નિકોવ અત્યંત આક્રમક અને ખૂંખાર હોવાનું કહેવાય છે.રશિયાએ યુક્રેનમાં જળ, જમીન અને વાયુસેના એકમોના સંકલન માટે સેન્ટ્રલ કમાન્ડની સ્થાપના કરી છે.
સીરિયામાં રશિયન સૈન્યનું નેતૃત્વ કરતા હતા જનલર
મીડિયા રિપોર્ટ્સ પરથી મળતી માહિતી મુજબ, ડિવોર્નિકોવ કારકિર્દી લશ્કરી અધિકારી છે અને 1982 માં પ્લાટૂન કમાન્ડર તરીકે રશિયન આર્મીમાં જોડાયા હતા. તે ચેચન્યામાં બીજા યુદ્ધ દરમિયાન લડ્યા હતા અને 2015 માં સીરિયામાં રશિયન સૈન્યનું નેતૃત્વ કરતા પહેલા ઘણા મુખ્ય હોદ્દા પર હતા. તેમના નેતૃત્વ હેઠળ, રશિયન સેનાએ બળવાખોરોના કબજા હેઠળના પૂર્વી અલેપ્પોમાં બોમ્બમારો કર્યો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને પણ નુકસાન થયું.
સૈનિકોના વિનાશ માટે જનરલને ” સીરિયાના કસાઈ” તરીકે ઓળખવામાં આવે છે
2016માં આ શહેર સીરિયન સરકારી દળોના નિયંત્રણમાં આવ્યું હતું. યુએનનો દાવો છે કે એક દાયકાથી વધુ ચાલેલા યુદ્ધમાં લગભગ 3.5 મિલિયન લોકો માર્યા ગયા હતા.સીરિયાના ગૃહયુદ્ધ દરમિયાન જ્યારે રશિયાએ સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને બળવાખોરો સામે લડવામાં સમર્થન આપ્યું ત્યારે તેના સૈનિકોના વિનાશ માટે જનરલને ” સીરિયાના કસાઈ” તરીકે ઓળખવામાં આવે છે. 2016 માં, રાષ્ટ્રપતિ પુતિને ડિવોર્નિકોવને હીરો ઓફ રશિયા મેડલ એનાયત કર્યો હતો. તે રશિયાના શ્રેષ્ઠ પુરસ્કારોમાંનો એક છે.
એલેક્ઝાંડર પાસે યુદ્ધ સ્થળોએ નાગરિકો સામે ક્રૂરતાનો રેકોર્ડ: અમેરિકાનો દાવો
અમેરિકાએ દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયાને મળેલા આંચકાઓ બાદ યુદ્ધ માટે નવા રશિયન કમાન્ડરની નિમણૂક કરવામાં આવી છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે રશિયાએ તેના સૌથી અનુભવી સૈન્ય અધિકારી જનરલ એલેક્ઝાન્ડર ડિવોર્નિકોવને યુક્રેન યુદ્ધ માટે નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. એટલું જ નહીં, અમેરિકી અધિકારીએ એવો પણ દાવો કર્યો છે કે એલેક્ઝાંડર પાસે સીરિયા અને અન્ય યુદ્ધ સ્થળોએ નાગરિકો સામે ક્રૂરતાનો રેકોર્ડ છે.