બિન સરકારી સંગઠન ઓક્સફેમ ઈન્ડિયા તરફથી તાજેતરમાં એક સર્વે મુજબ દેશના ટોચના દસ ધનપતિઓની મિલકત થકી 25 વર્ષ સુધી દેશના દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકાય, ને તેઓ રોજના 7 કરોડ 4 લાખ રૂા. ખર્ચે તો પણ 84 વર્ષ એ નાણાં ચાલે. વિશ્વવ્યાપી કોરોના કાળમાં અબજપતિઓની સંપત્તિ બમણી થઈ છે. આ અધુધ ગજબની કમાણી કરનારા સજ્જનો પર માત્ર એક ટકો જ વધુ કર-ટેક્સ નાંખવામાં આવે તો 17 લાખ ઓક્સિજન સિલીંડર મળી શકે. એમની પાસે 53 ત્રેપન લાખ કરોડથી વધુની અસક્યામતો છે. શાસ્ત્રો આપણને આપણી આવકનો દસમો ભાગ ધર્મદા, સદકાર્યમાં વાપરવાની હિમાયત કરે છે. અબજોપતિ રોકફેલરને રાત્રે ઊંઘ ન આવે, ખરાબ સ્વપ્નાં આવે ને શરીર, મન માંદલુ રહે, એને માર્ગદર્શક ગુરુ એ એમની સપત્તિનો સદુપયોગ ગરીબોમાં વહેંચવા કહ્યું ને એમણે ગરીબો, વંચિતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી હૈયુને હાથ ખુલ્લા મૂક્યા. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે પેલી અનિંદ્રા ચાલી ગઈ ને વર્ષો સુધી આનંદમય જીવન જીવ્યા.
દાયકાઓ પહેલા પૂ.સંત વિનોબાજીએ ભૂદાન યાત્રા ગામડે ગામડે આરંભેલી. શ્રીમંતો પાસે વધુ જમીન હોય તે ગરીબોને વહેંચતા. આપણા પૂર્વજો ગાય, કૂતરા, ભૂદેવ, અભ્યાગત માટે શાક, રોટલો અચૂક કાઢતા ને કાગડા, કબૂતર ચકલા માટે ચણ નાંખતા ને પાણીની વ્યવસ્થા કરતા. હે ધનપતિઓ, માનવંતા ઈન્કમટેક્સવાળા અધિકારીઓ રેડ પાડે ને તમારી અપ્રમાણસરની સંપત્તિ જપ્ત કરે એ પહેલાં ચેતી જાવ, શિક્ષણ સંસ્થાઓ, ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રમતના મેદાન પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો માટે નાણાં વાપરી કોરોના કાળે અમીર-ગરીબની ખાઈ વધુ ઊંડી-પહોંળી કરી છે. અસમાનતા વધવાથી સમાજમાં હિંસા વધશે. જેને નિયંત્રણમાં લાવવું મુશ્કેલ બનશે.
સુરત – ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.