વડોદરા : મોદી આવે છે તો ભાજપના તમામ નેતાઓ થી માંડીને નાનામાં નાના કાર્યકરોમાં પણ ઉત્સાહનો ભરપુર સંચાર જરૂર થાય છે. માત્ર સામે હોય ત્યા સુધી જ…. , દેશ વિદેશમાં ભરપૂર નામના ધરાવતાં લોકલાડીલા અને ગુજરાતના ગૌરવ સમા મોદી વિશ્વ ફલક ઉપર ભારતને લઇ જવાની ઘેલછા તો નાનપણ થી ધરાવતાં હતા. દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની દીર્ઘ દૃષ્ટિ ધરાવતાં મોદીના એક પણ ગુણ ને અપનાવવાનો શહેરના ભ્રષ્ટ શાસકો સંકલ્પ સુદ્ધાં કરે છે? વિકાસ રુંધીને આખે પટ્ટી બાંધી દે છે જેથી મલાઈ સીવાય કઈ જ ન દેખાય. મોદી ને આઈકોન બનાવવા છે પરંતુ એના સદગુણોનો એક અંશ સુદ્ધાં એક પણ નપાણીયા નેતાઓ મા હોય તો શહેરીજનો સમક્ષ હાજર થઈ ને બતાવો. ફલાણી ગ્રાન્ટ માંથી અને ઢિકણી ગ્રાન્ટ માંથી વિકાસ કર્યાના બોર્ડ ( એ પણ પ્રજાના પૈસે જ) મારી દે છે પરંતુ કરોડો રૂપિયા ની ખાયકી કરતા નેતાઓએ શહેરી વિકાસ માં એક પૈસાનું સ્વૈચ્છિક યોગદાન ક્યારેય આપ્યું છે?
છેલ્લાં છ માસમાં ગુનાઓ ની હારમાળા સર્જનાર પક્ષનાં મોટા માંથા મનાતા કલ્પેશ ઉર્ફે જય રણછોડ પટેલને 25 લાખનાં ચેક રિટર્ન મા સજા,રનુ ભરવાડે કરોડોની જમીન પચાવી પાડવા બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. અરવિંદ પ્રજાપતિના ખુલ્લેઆમ ફાયરીંગ પ્રકરણ મા કદાવર નેતાઓ ના ઈશારે ગોકળગાય ની ગતિએ પોલીસ તપાસ, ઉમંગ બ્રહ્મભટ્ટએ તો રામ યાત્રામા ભીડ એકત્ર કરવા દારુનો પ્રસાદ વેચવાના ઓડિયો રેકોર્ડિંગ ઊપર ઠંડું પાણી રેડાઈ ગયુ. દિનેશ પરમાર ના અસ્લીલ વિડિયો જાહેર થવા છતા પક્ષ તરફ઼થી કોઈજ શિક્ષાત્મક પગલાં સુદ્ધાં ના લેવાયા.
મોટા માથાઓ સાથે ફૉટા પડાવીને ભાજપ ના નામે રોફ ઝાડતો એજાઝ ઉફેઁ બોબડો તો ચોરી કરતા કેમેરામાં ઝડપાઈ ગયો હતો.અને પક્ષમાં હજુ તો ઉગી ને ઉભો થાય છે તેવો પાર્થ પુરોહિત સત્તાના મદમાં ચુર થઈને વૃધ્ધ પાડોશીને ઢોર માર મારે છતા તેમનાજ આકાઓ ખુદ પાછલા બારણેથી છાવરે… “વાહ રે ભાજપ વાહ,”…. પક્ષમાં બેવડા મુખવટા ધરાવતાં નેતાઓની તો ભરમાળ લાગી છે. પાછલા બારણે હંમેશા ભેદી ભુમિકા ભજવતા સુનિલ સોલંકી, સ્માર્ટ સીટી નુ રૂપકડું નામ આપીને વિકાસના જ બણગા ફૂંકતા મેયર કેયુર રોકડીયા તો તેમના અણઘડ વહીવટના નામથી જ ઓળખાય છે.
આવા કલંકિત કારનામાં કરતા નેતાઓ સામે પક્ષ સુ પગલા લે સે તે બાબતે હંમેશા સુફિયાણી વાતો કરતા ડો. વિજય શાહ ઢાંક પીછોડો કરવામા પાવરધા બની ચુક્યા છે. આવા તો સેકડો નેતાઓના ગંભીર ગુનાઓ અખબારોના પાને ચડી ચુક્યા છે
મોદી તેમની નિષ્કલંક કામગીરીના કારણે લોકચાહના પામીને પ્રસિદ્ધિ મેળવે છે જ્યારે તેમનાં જ નામે ચરી ખાતા શાસકો ભ્રષ્ટાચાર ને જ આઇકોન બનાવી દિધો હોય તેમ શહેરનો વિકાસ કરોડોની ખાયકી કરીને પણ નથી કરતા. અને કરે છે ઍ કૌભાંડો ઉઘાડા પડી જાય એટલે અખબારોના પાને ચડવું પડે છે આટલો ફર્ક છે મોદીમાં અને તેના ભક્તોમાં.
સંસ્કારી નગરી મા ભાજપ ના નામે ગુંડાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓ જે રીતે વકરી રહીં છે તે હકીકત પ્રજા નિહાળી જ રહી છે. આમ ને આમ ચાલશે તો કદાચ આવતા દાયકામાં ભાજપની પણ હાલત કોંગ્રેસ જેવી પ્રજા કરે તો નવાઈ નહી? કારણ કે નેતાઓ ખુદ જનહિતના બદલે પક્ષહિત પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જૉ કે એ ભુલી ગયા છે કે આ દેશ લોક્શાહી દેશ છે. જે પ્રજા પુરા વિશ્ર્વાસ અને સન્માન થી ખુરશી ઉપર બેસાડે છે તે ઉતારી મૂકવાની પણ હિંમત ધરાવે છે. એ બાબત રહીં રહી ને હવે કોંગ્રેસ ને તો સમજાઈ જ ગઈ છે બે દાયકા થી એક ચક્રી શાસન ભોગવતો ભાજપ વહેલાસર શાન મા પણ સમજે તો ઠીક છે બાકી નાગરિકો જે દીવસે સમજી જશે તે દિવસ થી સત્તાધારીઓ ને કંઈ જ નઈ સમજાય, તેવું શહેર ના વરિષ્ઠ નાગરિકો અને હિત ચિંતકો પાસે થી જાણવા મળ્યું હતું.