તમે ટેલિગ્રામ વધુ પસંદ કરો છો કે વ્હોટ્સ એપ? આ સવાલનો જવાબ આસાન નથી. ભારતમાં કે વિશ્વમાં ટેલિગ્રામ કરતાં વ્હોટ્સ એપના ગ્રાહકો વધુ હશે, પણ ટેલિગ્રામ દ્વારા વ્હોટ્સ એપને જબરદસ્ત હરીફાઈ આપવામાં આવી રહી છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટેલિગ્રામનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આખી દુનિયાની સાથે ભારતીય યુઝર્સ પણ ટેલિગ્રામ એપના ફીચર્સ પસંદ કરી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ટેલિગ્રામના સારા દિવસો ચાલી રહ્યા નથી. તાજેતરમાં જ ટેલિગ્રામના CEOની ધરપકડ કરવામાં આવી છે.
હવે એવા અહેવાલો છે કે ભારત સરકાર ટેલિગ્રામની ભારતમાં કામગીરી અને તેની સુરક્ષા નીતિઓની તપાસ કરી રહી છે. જો ટેલિગ્રામ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સહેજ પણ છેડછાડ કરતી હોવાનું જણાશેતો ભારતમાં પણ સરકાર તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. ટેલિગ્રામની શરૂઆત વર્ષ ૨૦૧૩માં કરવામાં આવી હતી. તેનો પ્રારંભ પાવેલ દુરોવ અને નિકોલાઈ દુરોવનામના બે ભાઈઓ દ્વારા કરવામાં આવ્યોહતો. ટેલિગ્રામ કંપનીએ વર્ષ ૨૦૧૫માં ૬ કરોડ એક્ટિવ વપરાશકર્તાનો આંકડો પાર કર્યો હતો. આજની તારીખમાં દુનિયાભરમાં ટેલિગ્રામના આશરે ૧૦૦ કરોડ વપરાશકારો છે. ટેલિગ્રામના ચીફ એક્ઝિક્યુટિવ પાવેલ દુરોવની પેરિસમાં ધરપકડ બાદ ભારતમાં ટેલિગ્રામ વિશેની ચર્ચા તેજ થઈ ગઈ છે.
ટેલિગ્રામના સીઈઓની પેરિસમાં ધરપકડ બાદ ભારતમાં ઈન્ટરનેટ પર સવાલો આવી રહ્યા છે કે શું ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકવામાં આવશે?ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસારપાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસમાં ધરપકડ કરવામાં આવી હતી. ૩૯ વર્ષીય અબજોપતિ પાવેલ દુરોવની ટેલિગ્રામ સાથે સંબંધિત પ્રવૃત્તિઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. પાવેલ દુરોવ પર ટેલિગ્રામ પર થતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ છે.ટેલિગ્રામ પર ડ્રગ્સની હેરફેર કરવાનો, ચાઈલ્ડ સેક્સ્યુઅલ સામગ્રીનો પ્રચાર કરવાનો અને છેતરપિંડીના કેસની તપાસમાં અધિકારીઓને સહકાર ન આપવાનો આરોપ પણ છે.
ભારતમાં તાજેતરમાં પેપર લીક કૌભાંડમાં ટેલિગ્રામનું નામ પણ સામે આવ્યું છે. ટેલિગ્રામ પર ગેરકાયદે વસૂલી અને જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. આરોપ છે કે ટેલિગ્રામ એપ દ્વારા મેડિકલ પેપર ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે વેચવામાં આવ્યા હતા.પેપર લીક મામલે સરકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કારણ કે વિપક્ષે પેપર લીકને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં સરકારે ટેલિગ્રામની તપાસ શરૂ કરી છે.આ પહેલાં પણ ભારત સરકાર દ્વારા ટેલિગ્રામને નોટિસ મોકલવામાં આવી છે. તેમાં ટેલિગ્રામએપમાંથી કિશોર અપરાધની સામગ્રીને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે ટેલિગ્રામે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ભારતના કાયદાનું પાલન કરે છે.
પ્રશ્નપત્ર લીક થવાના આધારે UGC નેટની પરીક્ષા ૨૪ કલાકની અંદર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ પ્રશ્નો ડાર્ક નેટ પર જોવા મળ્યા હતા અને ટેલિગ્રામ પર પણ સર્ક્યુલેટ કરવામાં આવ્યા હતા.ઉચ્ચ સ્તરીય તપાસ વિના ટેલિગ્રામની એપને ટ્રેક કરવી એ એક પડકાર છે.આ વર્ષે એપ્રિલમાંશેર બજાર નિયમનકારી સંસ્થા સેબીએ પણ ટેલિગ્રામ પર શેરમાં સટ્ટાબાજીની તપાસ કરવાની વાત કરી હતી.સેબીનું માનવું હતું કે આ ચેનલો પર કેટલાક લોકો કૃત્રિમ રીતે શેરના ભાવમાં વધારો કે ઘટાડો કરી રહ્યા છે અને સામાન્ય રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે.સેબીએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મળેલી ફરિયાદના આધારે સેફબુલ્સ નામની ટેલિગ્રામ ચેનલ સામે તપાસ શરૂ કરી હતી. આ ટેલિગ્રામ ચેનલ દ્વારા ઘણા શેરો ખરીદવાની ભલામણ કરવામાં આવી હતી.ત્યાર બાદ આ શેરોના ભાવો ગગડી ગયા હતા. આ કૌભાંડને પંપ એન્ડ ડમ્પકૌભાંડ તરીકે ઓળખવામાં આવતું હતું.
આક્ષેપ અનુસારટેલિગ્રામનો સૌથી વધુ ઉપયોગ કૌભાંડ, છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે, જેમાં ખંડણી અને જુગાર વગેરેનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ટેલિગ્રામ દોષી સાબિત થાય છે તો તેને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.જો કે તે પહેલા સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિગ્રામને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે. ભારતમાંટેલિગ્રામના લગભગ ૫૫ લાખ વપરાશકારો છે. તેમને લાગે છે કે ભારત સરકાર જો ટેલિગ્રામ બંધ કરશે તો તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરનો મોટો હુમલો હશે. વ્હોટ્સ એપની સરખામણીમાં ટેલિગ્રામના અનેક ફાયદા છે. ટેલિગ્રામ પર જો કોઈ વ્યક્તિ કોઈ ગ્રુપમાં પાછળથી જોડાય તો પણ તેને તેના જોડાયા પહેલાંના તમામ મેસેજો વાંચવાની સવલત મળે છે.
ભારત સરકારની તપાસનું ધ્યાન ટેલિગ્રામના પીઅર ટુ પીઅર (P2P) કોમ્યુનિકેશન પર રહેશે. આમાં ગેરકાયદેસર ગતિવિધિઓ પણ ચેક કરવામાં આવશે.ભારતમાંટેલિગ્રામનો ઉપયોગ ફિલ્મો, વેબ સિરીઝ અને OTT સામગ્રીની ગોપનીયતા જાળવવા માટે કરવામાં આવે છે. આ સિવાય ટેલિગ્રામનું નામ જે પણ ઓનલાઈન સ્કેમ થઈ રહ્યું છે તેમાં સામેલ હોય છે. કેટલાક લોકો પોર્નોગ્રાફીની લેવડદેવડ માટે પણ ટેલિગ્રામની ચેનલોનો ઉપયોગ કરતા હોય છે.
ટેલિગ્રામની સફળતાનું રહસ્ય એ છે કે તેને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે, એટલે કે તેના પર શેર કરેલી વસ્તુઓને ગુપ્ત રાખવાની જોગવાઈ છે. ટેલિગ્રામ પર યૂઝરના સેટિંગ પ્રમાણે નામ, નંબર, ફોટો જેવી તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જ્યારે ટેલિગ્રામ પર ગુનો બને છે ત્યારે અનામી રહેવું સરળ છે. UGC NET, MPPSC, UP પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા અને NEET UG પેપર લીકના કેસો હેડલાઇન્સ બન્યા હતા. ટેલિગ્રામને ૧૦મા અને ૧૨માની બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરવા માટે પણ નંબર વન સાધન માનવામાં આવતું હતું.
ટેલિગ્રામના આ ફીચર્સ વ્હોટ્સએપ પર નથી. ટેલિગ્રામ પર યુઝર્સને ખાનગી ચેટિંગ માટે સિક્રેટ ચેટની સુવિધા મળે છે. કંપની ખાનગી ચેટને સામાન્ય ચેટ કરતાં વધુ સુરક્ષિત બનાવે છે. જ્યારે તમે ગુપ્ત ચેટ ખોલો છોત્યારે આ પૃષ્ઠનો સ્ક્રીનશોટ પણ કેપ્ચર કરી શકાતો નથી. ટેલિગ્રામ પર, વપરાશકર્તાઓને એક એકાઉન્ટ સાથે એક કરતાં વધુ ડેસ્કટોપ પ્રોફાઇલ સેટ કરવાની સુવિધા મળે છે. ટેલિગ્રામ યુઝર એક જ સમયે એકથી વધુ તસવીરો ઉમેરી શકે છે. વ્હોટ્સએપ પર યુઝર્સને માત્ર એક જ પ્રોફાઈલ બનાવવાની સુવિધા મળે છે.ટેલિગ્રામ તેના વપરાશકર્તાઓને તેમની આસપાસના લોકોને ઉમેરવાની મંજૂરી આપે છે.ટેલિગ્રામ તમને સ્થાન ઍક્સેસના આધારે નવા લોકોને ઉમેરવા દે છે. ટેલિગ્રામ પરપેઇડ વપરાશકર્તાઓને વૉઇસ-ટુ-ટેક્સ્ટ કન્વર્ઝન સુવિધાન મળે છે. એટલે કે યુઝર કોઈપણ વોઈસ મેસેજ વાંચી શકે છે. ટેલિગ્રામ પરવપરાશકર્તાઓને એક એકાઉન્ટ સાથે એક કરતાં વધુ ડેસ્કટોપ પ્રોફાઇલ સેટ કરવાની સુવિધા પણ મળે છે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ દુબઈમાં રહે છે. તેમની પાસે UAE અને ફ્રાન્સની નાગરિકતા છે. તેમની પાસે લગભગ ૧૫ અબજ ડોલરની સંપત્તિ છે. રશિયન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ VK પર સરકારવિરોધી વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે રશિયન સરકારના દબાણને કારણે પાવેલ દુરોવે ૨૦૧૪ માં રશિયા છોડી દીધું હતું.ફ્રાન્સના પેરિસ નજીકના લે બોર્ગેટ એરપોર્ટ પરથી રશિયન મૂળના પાવેલ દુરોવની ધરપકડ કરવામાં આવી હતી. ટેલિગ્રામકંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે ટેલિગ્રામની સામગ્રી માટે તેના સીઈઓ પાવેલ દુરોવ જવાબદાર નથી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ દુબઈમાં રહે છે. તેમની પાસે UAE અને ફ્રાન્સની નાગરિકતા છે. તેમની પાસે લગભગ ૧૫ અબજ ડોલરની સંપત્તિ છે. રશિયન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ VK પર સરકારવિરોધી વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે રશિયન સરકારના દબાણને કારણે પાવેલ દુરોવે ૨૦૧૪ માં રશિયા છોડી દીધું હતું.ફ્રાન્સના પેરિસ નજીકના લે બોર્ગેટ એરપોર્ટ પરથી રશિયન મૂળના પાવેલ દુરોવની ધરપકડ કરવામાં આવી હતી. ટેલિગ્રામકંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે ટેલિગ્રામની સામગ્રી માટે તેના સીઈઓ પાવેલ દુરોવ જવાબદાર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.