કેટલાંક પરિવર્તન એટલાં ધીમે ધીમે બહાર આવે છે કે નવી પેઢી પરિણામોની જવાબદારી નથી લેતી. આબોહવા પરિવર્તન દેખીતી રીતે એક મુદ્દો છે જેનું ઉદાહરણ આપી શકાય. ‘ગ્રીન હાઉસ ગેસ’ અને ‘કલોરો ફલોરો કાર્બન્સ’ અને ‘ઓઝોનના પડમાં ગાબડું’ જેવા શબ્દપ્રયોગો 1980 ના દાયકામાં ખૂબ વપરાતા હતા. શાળાઓમાં પણ આ શબ્દો વપરાતા હતા, જેનો મતલબ એ થાય કે 35 વર્ષ પહેલાં પણ તે સામાન્ય જ્ઞાનનો મુદ્દો હતો અને છતાં આ ક્ષેત્રે ઘણું ઓછું થયું છે અને થાય છે.
એક કારણ એ છે કે બે લોબીઓ કાર્બન ઉત્સર્જન ચાલુ રાખવા માંગે છે. તેલમાં ગેસ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ છે અને મોટા ઉત્પાદન બીજા ક્રમનો સૌથી મોટો ઉદ્યોગ છે અને અલબત્ત આ બે ઉદ્યોગો પણ કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનનો સૌથી મોટો સ્રોત છે અને આપણે જાણીએ છીએ કે તે આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ છે. બીજું કારણ એ છે કે આપણે આ જોખમને ગંભીરતાથી નથી લીધું કારણ કે આપણને લાગે છે કે આપણી પેઢીને તેની સાથે સીધી કોઇ લેવાદેવા નથી. કોઇક ઠેકાણે વધુ ગરમી પડે અને કોઇ ઠેકાણે વધુ ઠંડી પડે તે આપણે માટે જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરવાનું અને આપણી જાતને અણઘડમાં મૂકવાનું પૂરતું કારણ નથી.
આપણે અટકળ કરી શકીએ છીએ કે 1985 થી લોકોએ આમ જ વિચાર્યું છે અને તેથી જ આપણે આબોહવા પરિવર્તનને એક ઘટના તરીકે સ્વીકાર્યું છે પણ તેની કામગીરી કરતા ખંચકાઇએ છીએ. સમસ્યા છે અને નિષ્ણાતો વારંવાર ઘાંટા પાડીને તે આપણને કહે છે કે આપણે કંઇ પગલાં નહીં લઇએ તો આગામી થોડાં વર્ષોમાં પૃથ્વી માટે પરિસ્થિતિ વધુ ખરાબ થશે, પણ આપણે કહી શકીએ છે કે આપણે આ જોખમ સામે નિર્ણાયક રીતે કામ નથી કર્યું. આવું બને છે તે બીજું સ્થાન છે તે આપણું અર્થતંત્ર છે. મેં અગાઉ પણ અહીં લખ્યું છે કે આપણી સરકારની માહિતી અને આંકડા આપણને બતાવે છે કે આપણે કયાં જઇ રહ્યા છીએ.
આજે અને મહામારી પહેલાં જેટલાં ભારતીયો કામ કરતા હતા તેનાથી પાંચ કરોડ વધુ ભારતીયો કામ કરતા હતા. 80 કરોડ એટલે કે વસ્તીના 60 ટકા લોકો છ કિલો મફત અનાજ પર દર મહિને આધાર રાખે છે અને એકંદર ઘરેલુ પેદાશનો વૃધ્ધિ દર મહામારીના સવા બે વર્ષ પહેલાં ઘટી ગયો હતો. આ વર્ષે આપણું અર્થતંત્ર 2019 ના વર્ષમાં હતું તે કદે આવી જશે પણ 2019 માં પણ તેનો વૃધ્ધિ દર અત્યંત નબળો હતો. 2014 માં માથાદીઠ એકંદર ઘરેલુ ઉત્પાદનમાં બાંગ્લાદેશ આપણાથી અડધો હતો તે હવે આપણાથી આગળ નીકળી ગયો છે.
કેમ? આપણા અર્થતંત્રનું તંત્ર ખોટી રીતે હાથ ધરાઇ રહ્યું છે એવું આપણે પહેલાં સ્વીકારીશું તો આ પ્રશ્નનો આપણે જવાબ આપી શકીશું. આપણે ખોટે રસ્તે જઇ રહ્યા છીએ એવું આપણે સ્વીકારીશું તો જ સાચો રસ્તો શોધી શકાય. ત્રીજું ક્ષેત્ર એવું છે, જેનાં પરિણામો પૂરાં સમજાયાં નથી અને તેની પુખ્ત વિચારણા સાથે ચર્ચા નથી તે છે. આપણા સમાજનું કોમીકરણ. આ કામ થઇ ચૂકયું છે. આજે લઘુમતી ખ્રિસ્તીઓ હોય કે મુસલમાનો, તેમના પર હુમલા થાય છે તે એટલા સામાન્ય થઇ ગયા છે કે અખબારોમાં પહેલા પાને પણ તેને સ્થાન નથી મળતું. રોજ કંઇ નવું બને છે જેની પાછળ સરકારે કે સત્તા પરના પક્ષે ચાલક બળ તરીકે કામ કર્યું હોય. કાયદા અને હિંસાથી લઘુમતીઓની આપણે પજવણી કરીએ છીએ અને તેણે બહુ ઝડપથી સ્થાન લઇ લીધું છે.
આબોહવા પરિવર્તનની જેમ પણ અર્થતંત્રની જેમ નહીં આ કૃત્ય ઇરાદાપૂર્વકનું ગણી શકાય. સરકારે એકંદર ઘરેલુ ઉત્પાદનવૃધ્ધિ મોજણી જોઇને ભાંગફોડ કરી છે તેમ કહેવું ખોટું છે પણ ભારતને કોમવાદ દેશને સંપૂર્ણપણે આભડી જાય તે તબક્કે ઇરાદાપૂર્વક લાવવામાં આવ્યું છે એમ કહીએ તે સાચું હશે. આમાં આપણા માટે શું પરિણામ હશે? વિશ્વાસનું એકંદર સ્તર ઘટતા નબળું અર્થતંત્ર નબળું જ રહેશે મૂડી બીકણ છે અને અચોક્કસતાથી દૂર ભાગે છે અને ભારતમાં આજે ઝાઝી ચોક્કસતા નથી. કાયદાનું શાસન વધુ ભાંગી પડતાં ટોળાં અને જૂથોને હિંસક બનવા તાકાત મળે છે. ભારત જેવો વિરાટ દેશ પોતાને જે ખાઇ રહ્યો છે તે અવગણી નહીં શકતી બહારની દુનિયાની ઘુસણખોરી ચાલુ થઇ છે. આવું બન્યું જ છે.
ભારત જેની સામે પ્રતિબંધો મૂકવાની ભલામણ થઇ છે તેની યાદીમાં 2019 થી છે. જો કે હજુ પ્રતિબંધો મૂકાયા નથી. આંતરિક દુશ્મનો વિશેની વિચારણામાં જેનું એક તરફ બ્રેઇન વોશ કરાયું છે તે એક કે બે પેઢીને નુકસાન થયું છે. પછી છેલ્લા કેટલાક દાયકાઓથી સાથે મૂકાયેલી બંધારણીય સંસ્થાઓ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ 2014 થી જાણે સરકારી સંસ્થા તરીકે કામ કરે છે. સશસ્ત્ર દળો અને મુલ્કી સેવાઓ અત્યારે સૌથી વધુ સરકાર અને સત્તા પરના પક્ષની વિરાટ ધારા પ્રમાણે કામ કરે છે. આપણે તાળીઓના ગડગડાટ વચ્ચે રાજીખુશીથી આ કામ કર્યું છે તેથી તેને ઉલ્ટાવવાનું તો ઠીક, પણ રોકવાનું પણ મુશ્કેલ બનશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઉતાવળે પગલાં ભરો, નિરાંતે પસ્તાજો. આપણા માટે પસ્તાવાનો સમય બહુ જલ્દીથી આવવાનો છે, પણ પસ્તાવાની નિરાંત મળશે નહીં તે સ્પષ્ટ નથી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કેટલાંક પરિવર્તન એટલાં ધીમે ધીમે બહાર આવે છે કે નવી પેઢી પરિણામોની જવાબદારી નથી લેતી. આબોહવા પરિવર્તન દેખીતી રીતે એક મુદ્દો છે જેનું ઉદાહરણ આપી શકાય. ‘ગ્રીન હાઉસ ગેસ’ અને ‘કલોરો ફલોરો કાર્બન્સ’ અને ‘ઓઝોનના પડમાં ગાબડું’ જેવા શબ્દપ્રયોગો 1980 ના દાયકામાં ખૂબ વપરાતા હતા. શાળાઓમાં પણ આ શબ્દો વપરાતા હતા, જેનો મતલબ એ થાય કે 35 વર્ષ પહેલાં પણ તે સામાન્ય જ્ઞાનનો મુદ્દો હતો અને છતાં આ ક્ષેત્રે ઘણું ઓછું થયું છે અને થાય છે.
એક કારણ એ છે કે બે લોબીઓ કાર્બન ઉત્સર્જન ચાલુ રાખવા માંગે છે. તેલમાં ગેસ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ છે અને મોટા ઉત્પાદન બીજા ક્રમનો સૌથી મોટો ઉદ્યોગ છે અને અલબત્ત આ બે ઉદ્યોગો પણ કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનનો સૌથી મોટો સ્રોત છે અને આપણે જાણીએ છીએ કે તે આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ છે. બીજું કારણ એ છે કે આપણે આ જોખમને ગંભીરતાથી નથી લીધું કારણ કે આપણને લાગે છે કે આપણી પેઢીને તેની સાથે સીધી કોઇ લેવાદેવા નથી. કોઇક ઠેકાણે વધુ ગરમી પડે અને કોઇ ઠેકાણે વધુ ઠંડી પડે તે આપણે માટે જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરવાનું અને આપણી જાતને અણઘડમાં મૂકવાનું પૂરતું કારણ નથી.
આપણે અટકળ કરી શકીએ છીએ કે 1985 થી લોકોએ આમ જ વિચાર્યું છે અને તેથી જ આપણે આબોહવા પરિવર્તનને એક ઘટના તરીકે સ્વીકાર્યું છે પણ તેની કામગીરી કરતા ખંચકાઇએ છીએ. સમસ્યા છે અને નિષ્ણાતો વારંવાર ઘાંટા પાડીને તે આપણને કહે છે કે આપણે કંઇ પગલાં નહીં લઇએ તો આગામી થોડાં વર્ષોમાં પૃથ્વી માટે પરિસ્થિતિ વધુ ખરાબ થશે, પણ આપણે કહી શકીએ છે કે આપણે આ જોખમ સામે નિર્ણાયક રીતે કામ નથી કર્યું. આવું બને છે તે બીજું સ્થાન છે તે આપણું અર્થતંત્ર છે. મેં અગાઉ પણ અહીં લખ્યું છે કે આપણી સરકારની માહિતી અને આંકડા આપણને બતાવે છે કે આપણે કયાં જઇ રહ્યા છીએ.
આજે અને મહામારી પહેલાં જેટલાં ભારતીયો કામ કરતા હતા તેનાથી પાંચ કરોડ વધુ ભારતીયો કામ કરતા હતા. 80 કરોડ એટલે કે વસ્તીના 60 ટકા લોકો છ કિલો મફત અનાજ પર દર મહિને આધાર રાખે છે અને એકંદર ઘરેલુ પેદાશનો વૃધ્ધિ દર મહામારીના સવા બે વર્ષ પહેલાં ઘટી ગયો હતો. આ વર્ષે આપણું અર્થતંત્ર 2019 ના વર્ષમાં હતું તે કદે આવી જશે પણ 2019 માં પણ તેનો વૃધ્ધિ દર અત્યંત નબળો હતો. 2014 માં માથાદીઠ એકંદર ઘરેલુ ઉત્પાદનમાં બાંગ્લાદેશ આપણાથી અડધો હતો તે હવે આપણાથી આગળ નીકળી ગયો છે.
કેમ? આપણા અર્થતંત્રનું તંત્ર ખોટી રીતે હાથ ધરાઇ રહ્યું છે એવું આપણે પહેલાં સ્વીકારીશું તો આ પ્રશ્નનો આપણે જવાબ આપી શકીશું. આપણે ખોટે રસ્તે જઇ રહ્યા છીએ એવું આપણે સ્વીકારીશું તો જ સાચો રસ્તો શોધી શકાય. ત્રીજું ક્ષેત્ર એવું છે, જેનાં પરિણામો પૂરાં સમજાયાં નથી અને તેની પુખ્ત વિચારણા સાથે ચર્ચા નથી તે છે. આપણા સમાજનું કોમીકરણ. આ કામ થઇ ચૂકયું છે. આજે લઘુમતી ખ્રિસ્તીઓ હોય કે મુસલમાનો, તેમના પર હુમલા થાય છે તે એટલા સામાન્ય થઇ ગયા છે કે અખબારોમાં પહેલા પાને પણ તેને સ્થાન નથી મળતું. રોજ કંઇ નવું બને છે જેની પાછળ સરકારે કે સત્તા પરના પક્ષે ચાલક બળ તરીકે કામ કર્યું હોય. કાયદા અને હિંસાથી લઘુમતીઓની આપણે પજવણી કરીએ છીએ અને તેણે બહુ ઝડપથી સ્થાન લઇ લીધું છે.
આબોહવા પરિવર્તનની જેમ પણ અર્થતંત્રની જેમ નહીં આ કૃત્ય ઇરાદાપૂર્વકનું ગણી શકાય. સરકારે એકંદર ઘરેલુ ઉત્પાદનવૃધ્ધિ મોજણી જોઇને ભાંગફોડ કરી છે તેમ કહેવું ખોટું છે પણ ભારતને કોમવાદ દેશને સંપૂર્ણપણે આભડી જાય તે તબક્કે ઇરાદાપૂર્વક લાવવામાં આવ્યું છે એમ કહીએ તે સાચું હશે. આમાં આપણા માટે શું પરિણામ હશે? વિશ્વાસનું એકંદર સ્તર ઘટતા નબળું અર્થતંત્ર નબળું જ રહેશે મૂડી બીકણ છે અને અચોક્કસતાથી દૂર ભાગે છે અને ભારતમાં આજે ઝાઝી ચોક્કસતા નથી. કાયદાનું શાસન વધુ ભાંગી પડતાં ટોળાં અને જૂથોને હિંસક બનવા તાકાત મળે છે. ભારત જેવો વિરાટ દેશ પોતાને જે ખાઇ રહ્યો છે તે અવગણી નહીં શકતી બહારની દુનિયાની ઘુસણખોરી ચાલુ થઇ છે. આવું બન્યું જ છે.
ભારત જેની સામે પ્રતિબંધો મૂકવાની ભલામણ થઇ છે તેની યાદીમાં 2019 થી છે. જો કે હજુ પ્રતિબંધો મૂકાયા નથી. આંતરિક દુશ્મનો વિશેની વિચારણામાં જેનું એક તરફ બ્રેઇન વોશ કરાયું છે તે એક કે બે પેઢીને નુકસાન થયું છે. પછી છેલ્લા કેટલાક દાયકાઓથી સાથે મૂકાયેલી બંધારણીય સંસ્થાઓ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ 2014 થી જાણે સરકારી સંસ્થા તરીકે કામ કરે છે. સશસ્ત્ર દળો અને મુલ્કી સેવાઓ અત્યારે સૌથી વધુ સરકાર અને સત્તા પરના પક્ષની વિરાટ ધારા પ્રમાણે કામ કરે છે. આપણે તાળીઓના ગડગડાટ વચ્ચે રાજીખુશીથી આ કામ કર્યું છે તેથી તેને ઉલ્ટાવવાનું તો ઠીક, પણ રોકવાનું પણ મુશ્કેલ બનશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઉતાવળે પગલાં ભરો, નિરાંતે પસ્તાજો. આપણા માટે પસ્તાવાનો સમય બહુ જલ્દીથી આવવાનો છે, પણ પસ્તાવાની નિરાંત મળશે નહીં તે સ્પષ્ટ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.