Top News

આ વ્યક્તિ અમેરિકાના નવા ડિફેન્સ સચિવ બનશે તો પાકિસ્તાનનું આવી બનશે, જાણો શું કહ્યું

વૉશિંગ્ટન (Washington): અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડનના (Joe Biden) નવા વહીવટતંત્રના સંરક્ષણ સચિવની હોડમાં જેમનું નામ છે તે લૉયડ ઑસ્ટિને (General Lloyd Austin) પાકિસ્તાન અને આતંકવાદને (Terrorism and Pakistan) લઇને મોટું નિવેદન આપ્યુ છે. લૉયડ ઑસ્ટિને કહ્યુ કે તે પાકિસ્તાનને વધુ સમય સુધી આ આતંકવાદીઓ અને આતંકી પ્રવૃત્તિઓને પોષવા દેવાનું કામ કરશે નહીં. લૉયડના શબ્દોમાં કહીએ તો જો તે અમેરિકાના નવા સંરક્ષણ સચિવ બનશે તો તે પાકિસ્તાનને આતંકવાદ, આતંકવાદીઓ અને ઉગ્રવાદી સંગઠનોના સલામત આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેતા અને પાકિસ્તાનને આવું કરતા રોકવા દબાણ કરશે.

તેમણે કહ્યુ કે તે પાકિસ્તાન પર દબાણ કરશે કે તે તેના વિસ્તારને આતંકવાદીઓ અને હિંસક ઉગ્રવાદી સંગઠનોના અભયારણ્ય તરીકે ઉપયોગમાં લઇ શકશે નહીં. અમેરિકાના સંરક્ષણ સચિવ-નિયુક્ત જનરલ લૉયડ ઑસ્ટિને કહ્યું છે કે લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મોહમ્મદ જેવા ભારત વિરોધી આતંકવાદી જૂથો સામે પાકિસ્તાનને લીધેલા પગલાઓ અને આ વિષય પર તેની પ્રગતિ “અધૂરી” છે. તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે 2019 માં પુલવામા હુમલા પછી થયેલા આતંકવાદી હુમલામાં જે વધારો થયો છે, તેના પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાન તરફથી સહયોગનો અભાવ છે.

તેમણે કહ્યુ કે આતંકવાદ સામે તેઓ ભારત સાથે ઊભા છે અને એટલું જ નહીં તેઓ QUAD (Quadrilateral Security Dialogue) દ્વારા ભારતની સંરક્ષણ શકિતની વ્યૂહરચના વધારવામાં મદદ કરશે. તેમણે આ સિવાય ચીન (Chian/PLA) માટે પણ કડક શબ્ડો વાપર્ય છે અને કહ્યુ છે કે પોતાની જાતને મહાસત્તા માનતો આ દેશ “પ્રબળ વિશ્વ શક્તિ” બનવાનું લક્ષ્ય રાખે છે, અને તે જે રીતે એશિયા અને સમગ્ર વિશ્વમાં વર્ચસ્વ સ્થાપવા પ્રયાસો કરી રહ્યુ છે તેના પર પણ નજર છે.

જનરલ લૉયડ ઑસ્ટિન પૂર્વ અમેરિકન આર્મી ઑફિસર રહી ચૂક્યા છે. અને હાલમાં જો બિડેનના વહીવટતંત્રમાં સંરક્ષણ મંત્રાલયના સચિવ તરીકે તેમનું જ નામ વધુ ચર્ચાઇ રહ્યુ છે. જો જનરલ લૉયડ ઑસ્ટિનના નામ પર સંરક્ષણ મંત્રાલયના સચિવ તરીકે સત્તાવાર સ્ટેમ્પ લાગી જાય તો તેઓ અમેરિકામાં સંરરક્ષણ સચિવનું પડ સંભાળનાર પહેલા આફ્રિકન અમેરિકન (African American) હશે. અમેરિકામાં ટ્રમ્પનું નામ આમ પણ રંગભેદ કરવા માટે અને અમેરિકાના આફ્રિકન લોકો પર અત્યાચાર અને અન્યાય કરવા માટે ખરાબ છે (#BlackLivesMatter) . એવામાં જો જનરલ લૉયડ ઑસ્ટિનને આ પદ મળશે તો જો બિડનની પ્રશંસા થશે જ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top