Business

મૃણાલ ઠાકુર શું દિપીકા, આલિયાને ય મ્હાત કરશે ?

મૃણાલ ઠાકુરની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો રજૂ થઈ છે અને કોરોનાનું કારણ કહો કે તેનું સારું નસીબ કહો અત્યારે છ ફિલ્મમાં આવી રહી છે. એટલે કે અત્યારે દિપીકા પાદુકોણની જેટલી ફિલ્મ રજૂ થવા માટે લાઈનમાં ઊભી છે એટલી જ મૃણાલની છે. આલિયા ભટ્ટ પાસે પાંચ ફિલ્મો છે. આ જોતાં તરત કહી શકો કે મૃણાલ એકદમ ફ્રન્ટમાં આવી ગઈ છે. જો કે તેને ચિંતા એ વાતની થઈ રહી છે કે કોરોના મુક્ત વાતાવરણ સર્જાતા જ અનેક મોટી ફિલ્મો ધડાધડ રજૂ થવા માંડળે ત્યારે એ બધાની વચ્ચે તેની ફિલ્મને નુકશાન તો નહિ થશે ને ? શું છે કે ફિલ્મો પાછળ ખેંચાવાથી નિર્માતાઓને ખોટ ગઈ છે એટલે ફિલ્મના પ્રચારનું બજેટ પણ મોટું નહિ હશે.

મૃણાલની રજૂ થનારી ફિલ્મોની સંખ્યા ભલે દિપીકા, આલિયા જેટલી હોય પણ હજુ તે એ બંને જેટલો દબદબો તો નથી જ ધરાવતીને !  મૃણાલની ‘જર્સી’ ફિલ્મ આવતા મહિને દિવાળીએ રજુ થવાની છે. શાહીદ કપૂર તેમાં મુખ્ય છે ને સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. સાઉથના દિગ્દર્શક બનાવી છે ને સાઉથના આલુ અરવિંદ તેના નિર્માતા છે એટલે મૃણાલને ય ઘણું કામ મળશે. વળી મૃણાલને અત્યારે નવી અપેક્ષાથી જોવામાં આવે છે ને કિયારા અડવાણી, કૃતિ સેનોન વચ્ચે ય તેનું ય સ્થાન છે એવી માન્યતા છે એટલે સારા કામની આશા છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં તેનું શૂટિંગ પૂરું થયેલું પણ ફિલ્મ લટકી ગયેલી, હવે જો ‘જર્સી’ થી દિવાળી થશે તો મૃણાલ બીજી ફિલ્મોના ‘ધમકા’ કરવા તૈયાર ઊભી છે. હકીકતે તેની ‘ધમાકા’ નામની ફિલ્મ પણ તૈયાર છે જેમાં તે કાર્તિક આર્યન સાથે છે. ‘જર્સી’ સ્પોર્ટસ ડ્રામા ધરાવે છે તો આ એકશન થ્રીલર છે. પણ આ ઉપરાંત ચારેય ફિલ્મો શૂટીંગના તબક્કે છે. અને તેમાંની એક છે આપણા ઉમેશ શુક્લ દિગ્દર્શીત ‘આંખ મિચૌલી’. ફિલ્મમાં તેની સાથે મોટા સ્ટાર્સમાં પરેશ રાવલ છે બાકી શરમન જોષી, અભિમન્યુ દાસાણી છે. એ એક ઋષિકેશ મુખરજી ટાઈપની પારિવારિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ તો પુરી થવાના તબક્કામાં છે પણ મુંઝવણ એ છે કે સિનેમા થિયેટર્સમાં રજૂ કરવી કે ડિજીટલ પ્લેટફોર્મ પર. ડિજીટલી રજૂ કરો તો અમુક પૈસા મળી રહે છે પણ થિયેટરમાં રજૂ કરવાનું જોખમ લેવું વધારે યોગ્ય હોય છે.

મૃણાલ એ પણ જાણે છે કે ‘જર્સી’, ‘ધમાકા’ જો સારો ધંધો કરશે તો આ ફિલ્મને પણ થિયેટરમાં રજૂ કરાશે. મૃણાલ ઠાકુરની ફિલ્મોના નિર્માતા આવી મુંઝવણમાં જ તેમની ફિલ્મોની પુરી કરવામાં ઢીલાશ બતાવી રહ્યા છે. બીજું કે એ બધી ફિલ્મો બહુ મોટી સ્ટારકાસ્ટ પણ ધરાવતી નથી. જેમકે રાજા મેનન દિગ્દર્શીત ‘પિપા’ નું પહેલું શૂટિંગ શેડયુલ અમૃતસરમાં પૂરું થઈ ચુક્યું છે. એ એક વોરડ્રામા છે જેમાં તેની સાથે ઈશાન ખટ્ટર છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધવેળા બ્રિગેડીયર બલરામસીંઘ મહેતાએ ટેંક વડે જે શૌર્ય દાખવેલું તેની આ કથા છે. હમણાં યુદ્ધ ફિલ્મો સારી ચાલી રહી છે એટલે આ પણ સારી ચાલવાનો અંદાજ છે. ઈશાન ખટ્ટર પહેલીવાર એક યુદ્ધ હીરોની ભૂમિકામાં છે ને મૃણાલ પોતે પણ આ ફિલ્મથી ખુશ છે.

મૃણાલને ‘થાડમ’ની રિમેક પર પણ મોટી આશા છે. મૂળ તમિલમાં બનેલી આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી. મૃણાલની ભૂમિકા એ ફિલ્મના હીરો મૃણાલની ભૂમિકા એ ફિલ્મના હીરો આદિત્ય રોય કપૂર જેટલી જ મહત્વની છે. એ ફિલ્મમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા છે જે હમણાં ઘણી ચર્ચામાં આવી ગયો છે. અને હા, તે દલકીર સલમાન સાથે ‘લેફટનન્ટ રામ’ માં ય કામ કરી રહી છે પણ તે તેલુગુ ફિલ્મ છે. મૃણાલ માટે તો અત્યારે દરેક ફિલ્મ મોટી ફિલ્મ છે બસ 2022 તેના માથે ફૂલ વરસાવે તેની રાહ જુએ છે. મહારાષ્ટ્રના ધૂળેની મૃણાલે મરાઠી ફિલ્મોમાં અને હિન્દી ટી.વી. સિરીયલોમાં કામ કરવું બંધ કર્યુ છે એજ સૂચવે છે કે અત્યારે સ્ટાર તરીકે તે ધનાધન આગળ વધી રહી છે.

Most Popular

To Top