Charchapatra

કોચીંગ કલાસ વિના ભણતર શક્ય બનશે?

પ્રાચીન સમયમાં શાળામાં અભ્યાસના સમય બાદ પણ શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપતા હતા. આથી કોચીંગ કલાસની જરૂરિયાત રહેતી નહોતી. માત્ર શાળામાં મેળવેલ શિક્ષણ સર્વ રીતે પૂરતું હતું. જ્યારે આજકાલ વાલીઓ તેમનાં ભૂલકાં વિદ્યાર્થીઓને નર્સરી કે કેજીમાં અભ્યાસ કરાવવાની શરૂઆત કરતાંની સાથે જ કોચીંગનો આધાર લેવા માંડે છે. કેમ કે તેઓ એમ માનતા હોય છે કે તેમના બાળક સાથે ભણતાં વિદ્યાર્થીઓ કરતાં ઉચ્ચ કક્ષાના માર્કસ મેળવી નહિ શકતાં તેમનું કેરીઅર ખોરંભાશે. આમ જોતાં વાલીઓનું મનોબળ મજબૂત ન હોવાને પરિણામે કોચીંગ કલાસોનો રાફડો વધતો જાય છે. આ પ્રશ્નનો ઉકેલ વાલીઓ દ્વારા જ લાવી શકાય તેમ છે.

આજની કારમી મોંઘવારીમાં શિક્ષણ મેળવતી વખતે સમય અને આર્થિક ખર્ચાઓ પુષ્કળ પ્રમાણમાં વધતા જ જાય છે. ત્યારપર્યંત સમાજમાં બેકાર બેસીને સમય વ્યતીત કરવો પાલવે તેમ ન હોવાને લીધે તેઓએ જે તે વિષયમાં પારંગતતા મેળવી હોય તે વિષયના ભાવિ વિદ્યાર્થીઓ માટે કોચીંગ કલાસ ખાનગી રાહે ચલાવતા હોય છે. વિશ્વમાં એવો કોઇ વ્યવસાય નથી સિવાય કે સમાજમાં શિક્ષક કરતાં વધુ મહત્ત્વનો હોય. આ વિષય પ્રત્યે સરકાર સજાગ થઈ રહી છે, પરંતુ તેઓ કેટલા પ્રમાણમાં સફળતા મેળવશે એ મહત્ત્વનું છે. કોઇ પણ પ્રશ્ન પરતો આમજનતા હોંશિયાર છે. સરકાર પ્રશ્ને અમલી બનાવતાં પહેલાં જનતા તેનો પ્રોબ્લેમ ઉકેલવા અંગે અગ્રિમતાથી કવાયત શરૂ કરી દેતા હોય છે.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્કીલ્ડ મિસ્ત્રીઓની બેદરકારી
મકાન બાંધકામમાં ખાસ કરીને બારી દરવાજાના હેંડલ, નકુચા (અલ્ડ્રાફટ) હિંજીસ (મિજાગરાના સારી કવોલીટીના સ્ટેનલેસ સ્ટીલના સ્ક્રુ વાપરવાની થોડાક આર્થિક લાભ બચાવવા માલિક બહારગામ જાય ત્યારે (ચોરનારની ચાર અને જોનારની બે) બારી દરવાજાના સ્ટોપર અને ખાસ કરીને અલ્ડ્રાફટ (નકુચામાં) સ્ક્રુ ફીટ કરવામાં આવે છે. ચોરો ખાસ કરીને આની નોંધ લે છે. સ્ક્રુ ફીટ કરેલા અલ્ડ્રાફટમાં એક મજબૂત સળિયો ભેરવી જોરદાર બે વાર આંચુડો મારવાથી નકુચો તરત જ લાકડાના બારણામાંથી છુટો પડી જાય છે. આનો લાભ લઇ રાત્રે જ ચોરો તમારા કિંમતી દાગીનાઓ અને લાખ્ખોની મત્તા ચોરી કરે છે. અલ્ડ્રાફટમાં નટ બોલ્ટ જ ફિટ કરવાનો આગ્રહ રાખો.
સુરત               – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top