તાજા ડેટાના મુજબ વિશ્વભરમાં લગભગ 16 અબજ મોબાઇલ છે. ફોન્સમાંથી 5 અબજથી વધુ ઉપયોગમાંથી પાછા ખેંચી લેવામાં આવે છે, આ વર્ષ દરમિયાન તે કાઢી નાખવામાં આવશે કે સંગ્રહ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ વેસ્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ફોરમ કહે છે કે આ વર્ષે મોબાઇલ જૂનાં થઈ જશે તે ઉપયોગમાં નહીં લેવાય પણ અનામત રહેશે! ફકત વર્તમાન વર્ષમાં વિશ્વભરમાં ઉત્પાદિત સેલફોન, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, ટોસ્ટર અને કેમેરા જેવી નાની વસ્તુઓનું વજન અંદાજિત કુલ 25 મિલિયન ટન હશે! સરળ શબ્દોમાં ગીઝાનાં મહાન પિરામિડના વજન કરતાં 4 ગણું વધારે હશે! સંશોધન સૂચવે છે કે ઘણાં લોકો જૂનાં ફોનને રિસાયકલ કરવાને બદલે પોતાની પાસે રાખે છે આનાથી ફોનમાં રહેલી જોખમી સામગ્રીનાં પ્રસાર અંગે ચિંતા વધી રહી છે. ડમ્પિંગમાં આરોગ્ય અને પર્યાવરણને મોટું નુકસાન થવાની સંભાવના છે.
આ જોખમનો સામનો કરવા માટે, નિષ્ણાતો આ સામગ્રીનાં વધુ રિસાયક્લિંગ માટે અનુરોધ કરી રહ્યાં છે. અન્ય તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોની જેમ સ્માર્ટફોનમાં પણ સોનું, તાંબુ, ચાંદી, પેલેડિયમ અને અન્ય જેવાં મૂલ્યવાન ઘટકો હોવાની શક્યતાં છે.આ વસ્તુઓ રિસાયકલ કરી શકાય તેવી છે, તેમ છતાં તમામ અનિચ્છનીય ઉપકરણો સામાન્ય રીતે ડમ્પ અથવા બાળી નાખવામાં આવે છે અથવા સંગ્રહિત કરવામાં આવે છે.
2020નાં વૈશ્વિક ઈ-વેસ્ટ ડેટા મુજબ વાર્ષિક 44.48 મિલિયન ટન વૈશ્વિક ઈલેક્ટ્રોનિક કચરો પેદા થઈ રહ્યો છે! તાજેતરમાં ડેટાનાં આધારે અહેવાલમાં જણાવાયું છે કે સરેરાશ યુરોપિયન પરિવારમાં હાલમાં વ્યક્તિ દીઠ 5 કિલો જેટલાં ઈ-ડિવાઈસનો સંગ્રહ કરવામાં આવે છે! ઘણાં લોકો તેમનાં ગેજેટ્સને વેચવાનાં ઈરાદાથી અથવા આપવાના ઈરાદાથી સંગ્રહ કરે છે. બીજી બાજુ, ઘણા લોકો તેને ‘સેન્ટિમેન્ટલ વેલ્યુ’ ને કારણે રાખે છે.
રિસાયક્લિંગ એ ઈ-વેસ્ટ મેનેજમેન્ટનું આવશ્યક તત્વ છે. રિસાયક્લિંગને ફરજિયાત કરતાં કાયદાકીય પગલાં દાખલ કરવા માટે અડચણ છે, કારણ કે ઉંચી કિંમતને કારણે ઈ-કચરો ક્યારેય સ્વૈચ્છિક રીતે એકત્રિત કરવામાં આવશે નહીં. એક નવાં વૈશ્વિક સર્વેક્ષણ મુજબ સરેરાશ ઘર આજે લગભગ 74 ઈ-પ્રોડક્ટ ધરાવે છે જેમ કે ફોન, ટેબ્લેટ, લેપટોપ, ઇલેક્ટ્રિક ટૂલ્સ, હેર ડ્રાયર, ટોસ્ટર અને અન્ય ઉપકરણો તે સરેરાશ કુલ E-પ્રોડક્ટમાંથી 13 સંગ્રહિત કરવામાં આવી રહી છે, તેમાંથી 9 બિનઉપયોગી છે પરંતુ કાર્યરત છે, 4 તૂટેલાં છે.
ઇલેક્ટ્રોનિક સાધનો સમારકામ અથવા રિસાયક્લિંગ માટે લાવવામાં નિષ્ફળ જાય છે તે આંકડા જાણવાં માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોનાં પરિણામો અનુસાર ગ્રાહકો દ્વારા મોટાભાગે સંગ્રહિત કરવામાં આવતાં નાના ઉત્પાદનોમાં મોબાઇલ ફોન ચોથા ક્રમે છે! ઈ-વેસ્ટ પડકારનો સામનો કરવાં વેસ્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ અને ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઈલેક્ટ્રોનિક વેસ્ટ પ્રોડ્યુસર રીસ્પોનસિબિલિટી ઓર્ગેનાઈઝેશન જે V ફોરમ તરીકે જાણીતી છે.
ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડમાં કામગીરી સાથે 6 V નિર્માતા જવાબદાર સંસ્થાઓએ V ફોરમની સ્થાપના કરી. V ફોરમ કચરાનાં વિદ્યુત અને ઈલેક્ટ્રોનિક સાધનોના સંચાલનને લગતી કામગીરીની જાણકારીના સંદર્ભમાં વિશ્વનું સૌથી મોટું બહુરાષ્ટ્રીય સક્ષમતા કેન્દ્ર છે.આજે સંસ્થા 25 દેશોમાં 36 V ઉત્પાદકો જવાબદારી સંસ્થાઓની ગણતરીમાં છે. બધી સંસ્થાઓ ખુલ્લી છે, બિન-લાભકારી લક્ષી અનુપાલન યોજનાઓ ઉત્પાદકો અથવા નિર્માતા સંગઠનો વતી ચલાવવામાં આવે છે!
V ફોરમ પ્રતિષ્ઠિત ઈ-વેસ્ટ ઉત્પાદક જવાબદારી સંસ્થાઓ,જનસંપર્ક સંસ્થાઓનું વિશ્વનું સૌથી મોટું કુટુંબ આ વર્ષે 20 વર્ષનું થઈ રહ્યું છે! V ફોરમના સભ્યોએ જૂનથી સપ્ટેમ્બર 2022 દરમિયાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને પરિણામોને UN ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ અને સસ્ટેનેબલ સાયકલ પ્રોગ્રામને એકીકૃત કરવામાં આવ્યા છે. આ વર્ષે નાની E-વેસ્ટ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કારણ કે ઘરોમાં બિનઉપયોગી અને ધ્યાન વગરની વસ્તુઓ એકઠી કરવી અથવા સામાન્ય કચરાપેટીમાં ફેંકી દેવી ખૂબ જ સરળ છે. લોકોને એ ખ્યાલ નથી હોતો કે આ બધી નજીવી લાગતી વસ્તુઓ ઘણું બધું મૂલ્ય ધરાવતી હોય છે. વૈશ્વિક સ્તરે એકસાથે વિશાળ જથ્થો બની જાય છે!
આ દરમિયાન LED લેમ્પ્સ કચરાપેટીમાં નાખવાની સંભાવના હોય તેવા ઉત્પાદનોની યાદીમાં ટોચ પર છે.ભારતમાં મોબાઈલ ફોન બહુ ઝડપથી બદલાય છે,નવાં આવ્યાં પછી પણ જૂનાં રખાય છે,તેની સાથે પ્રેમ થઈ જાય છે,કારણ વગર એકથી વધારે ફોન સ્ટેટ્સ ગણાય છે! આપણી પાસે સોલર વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી નથી, પરંતુ તેની મહત્વાકાંક્ષી સૌર ઉર્જા સ્થાપન લક્ષ્યો છે. સૌર કચરો – કાઢી નાખવામાં આવેલ સૌર પેનલ દ્વારા ઉત્પન્ન થતો ઈલેક્ટ્રોનિક કચરો – દેશમાં ભંગાર તરીકે વેચાય છે. આગામી દાયકા સુધીમાં તે ઓછામાં ઓછા 4 -5 ગણો વધી શકે છે! દાયકાના અંત સુધીમાં સૌર કચરાની સમસ્યા ઊભી થઈ જશે. ટૂંક સમયમાં જ લેન્ડફિલ્સમાં સૌર કચરો સૌથી વધુ પ્રચલિત કચરો બની જશે.
વેસ્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ડાયરેક્ટિવ એવા ઉત્પાદકો અથવા વિતરકો પર કચરાના નિકાલની જવાબદારી લાદે છે કે જેઓ પ્રથમ વખત આવા સાધનો રજૂ કરે છે અથવા ઇન્સ્ટોલ કરે છે. E-કચરો અથવા નવીનીકરણીય ઉર્જા કચરાના કાયદા ઉત્પાદક અને વિકાસકર્તાઓ માટે રોડ મેપ તૈયાર કરવો પડશે. ભારતને આગામી 10 વર્ષ સુધીમાં 34600 ટન સૌર કચરાનો નિકાલ કરવા માટે તૈયાર રહેવું પડશે! ફોટોવોલ્ટેઇક કચરાનાં વિશાળ જથ્થાને નિયંત્રિત કરવા માટે ત્રણ-પાંખીય અભિગમની જરૂર છે. ઈલેક્ટ્રોનિક કચરા,ઉપયોગમાં ન હોય તેવાં મોબાઈલ ફોન,બેટરીઓ,ચાર્જર કે ભાંગ્યું,તૂટ્યું પણ કામમાં આવશે! આપણું એવું E કચરા જેવું સાચવ્યું હોય તો આ દિવાળીએ તેને પણ રિસાયક્લિંગ માટે આગળ વધારી હળવા રહેવું!