Sports

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રોફી માટેની રાહ ફાફ ડુપ્લેસીસ ખતમ કરીને શું વિરાટનું સપનું સાકાર કરશે

ઈન્ડિયન જોકે તે ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં IPL 2023માં ફરી એકવાર RCB ટીમ ભૂતકાળની નિષ્ફળતાઓને ભૂલીને નવેસરથી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં, ચાલો નવી સીઝન પહેલા RCBની તાકાત, નબળાઈઓ અને તેના X ફેક્ટર વિશે જાણીએ.

RCBની સૌથી મોટી નબળાઇ જ હવે તેની સૌથી મોટી તાકાત બની
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે હંમેશાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સૌથી મોટી તાકાત તેની બેટીંગ રહી છે. આ ટીમમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા મજબૂત ખેલાડીઓ હતા. બોલિંગના કારણે RCBને સફળતા મળતી નથી. જો કે, છેલ્લી સીઝનથી, ટીમ માટે ઘણી બાબતો બદલાઈ ગઈ છે. ખાસ કરીને બોલિંગ. એક સમયે જે બોલિંગને ટીમની નબળી કડી માનવામાં આવતી હતી. તે જ હવે તેની સૌથી મોટી તાકાત બનતી જોવા મળી રહી છે. ટીમ માટે, મહંમદ સિરાજ અને જોશ હેઝલવુડે ગત સિઝનમાં નવા બોલ સાથે જોરદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. સાથ જ, હર્ષલ પટેલે ડેથ ઓવર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે છેલ્લી સિઝન હર્ષલ માટે કંઈ ખાસ ન હતી, પરંતુ IPL 2023માં તે જોરદાર વાપસી કરશે તેવી આશા છે. તેની સાથે જ, સ્પીન બોલિંગમાં, વાનિંદુ હસરંગા અને શાહબાઝ અહેમદ ટીમની મજબૂત કડી છે. આ સિવાય જેસન બેહરનડોર્ફ, ડેવિડ વિલી અને સિદ્ધાર્થ કૌલ જેવા ખેલાડીઓ પણ તક મળે ત્યારે પોતાનો કમાલ દેખાડવામાં સક્ષમ છે.

2023માં આઈપીએલમાં આરસીબીની સામે આ પડકાર હશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હંમેશા આઈપીએલની મજબૂત ટીમ તરીકે ગણતરી કરવામાં આવે છે. જો કે ટીમે સતત ઘણી ભૂલો કરી જેના કારણે તે એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી. RCB પાસે વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિક જેવા મજબૂત બેટ્સમેન છે. જોકે ટીમ સામે સૌથી મોટો પડકાર ઓપનિંગ અને મિડલ ઓર્ડરનો છે. વિરાટ કોહલી પણ ટીમ માટે ઓપનિંગ કરી શકે છે પરંતુ ત્રીજા નંબર પર તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં રજત પાટીદાર ડુ પ્લેસિસ સાથે ઓપનિંગ માટે ઉતરી શકે છે. મહિપાલ લોમરોડ અને અનુજ રાવત જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, જો RCB ટીમ આ બે પડકારોને પહોંચી વળશે, તો IPL 2023 માં તેમના માટે સ્થિતિ થોડી સરળ બની શકે છે.

આઈપીએલમાં આરસીબીનું પ્રદર્શન કેવું રહ્યું?
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો કે RCB માટે એ કમનસીબી રહી છે કે ટીમ લીગની 15 સીઝનમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચી પરંતુ તે એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ ન રહી. RCBની ટીમ 2009માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. આ પછી 2011માં ટીમે ફાઈનલ સુધીની સફર કરી. તે પછી 2016માં પણ ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ સિવાય, ટીમ 2010 અને 2015માં ત્રીજા સ્થાને રહી હતી. અને 2012 અને 2013માં ટીમ પાંચમા ક્રમે અને 2018માં ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. RCBનું સૌથી ખરાબ પ્રદર્શન 2008 અને 2014માં રહ્યું હતું. આ સિવાય એક એવો તબક્કો પણ હતો જ્યારે ટીમ 2017 અને 2019માં આઠમા સ્થાને રહી હતી.

Most Popular

To Top