વિદ્યુત જામવાલ સફળતાની, જીદે ચડેલો છે એટલે ‘IB 71માં તે આવ્યો છે. આ ફિલ્મનો તે હીરો તો છે જ પણ ટી. સિરીઝવાળા ભુષણ કુમાર સાથે નિર્માતા પણ બન્યો છે. આ વખતે તે એકશન થ્રીલર સ્પાય ફિલ્મમાં આવ્યો છે. વિદ્યુત આ ફિલ્મમાં એરફોર્સ ઓફીસર બન્યો છે જે ભારત પર પાકિસ્તાન અને ચીન જે એરસ્પેશ પર હુમલો કરવા માંગે છે તેના હુમલા હુમલા નિષ્ફળ બનાવે છે. ‘IB 71’માં તેણે જાન લગાવી દીધી છે. કારણ કે નિર્માતા તરીકે તેની આ પહેલી જ ફિલ્મ છે તેની સાથે અનુપમ ખેર IB ચીફની ભૂમિકામાં છે અને દલીપ તાહિલ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ભૂમિકામાં છે.
નિહારીકા રાયજાદા એર હોસ્ટેસ અને એજન્ટ બની છે. વિદ્યુત સાથે રોમાન્સ કેટલો કરશે તે ખબર નથી. પણ આ ફિલ્મ અપેક્ષા જગાવે એવી છે. વિદ્યુત અત્યાર સુધીમાં 13 હિન્દી ફિલ્મો કરી ચુકયો છે પણ લોકોએ તેને ગણતરીમાં નથી લીધો. મોટી સફળતા મળે પછી જ ગણતરી શરૂ થાય. બાકી તે કમાંડો ’ શ્રેણીની ત્રણ ફિલ્મોમાં આવી ચુકયો છે. ‘ખુદા હાફિઝ’ની ય સિકવલ બની હતી. તે એકશન ફિલ્મમાં પોતાનું નામ કરવા માંગે છે પણ ટાઈગર શ્રોફ તે નબળો પડે છે. જો કે તે થોભે તેમ નથી. અત્યારે પણ ‘શેર સીંઘ રાણા’ અને ‘ક્રેક’માં કામ કરી રહ્યો છે.
ક્રેકમાં તે ફરી નિર્માતા બન્યો છે. તમે કહી શકો કે સફળજવા માટે તે પૈસા રોકવા પણ તૈયાર છે. તેને પોતાની પર જરા વધારે જ ભરોસો છે. વિદ્યુત જામવાલ હજુ સારા બેનરની પસંદગી બન્યો નથી. તેની હીરોઇનોમાં પણ કોઇ દિપીકા કે આલિયા કે કિયારા કામ કરવા તૈયાર નથી. એકશન ફિલ્મોમાં હીરોઇનો માટે ઝાઝી તક જ ન હોય તો પછી કેવી રીતે તૈયાર થા? વિદ્યુત તેની ઇમેજ બદલવા માંગે છે પણ એકશન ફિલ્મમાંથી બહાર નીકળી શકે એમ નથી. તે જે કોઇ છે તે એકશનને કારણે જ છે. જહોન અબ્રાહ્મ અને તેની પહેલાં સુનીલ શેટ્ટી એકશન ફિલ્મોથી જ આવેલા પણ ધીમે ધીમે તેઓ એ ઇમેજનાં બંધથી છૂટી ગયા. વિદ્યુતે પણ એવું કરવું પડશે. •