World

ધરતી પર ડાયનાસોર પાછા આવશે?, વૈજ્ઞાનિકોને આ દેશમાંથી 7 કરોડ વર્ષ જૂનું ઈંડું મળી આવ્યું

બર્મિંગ્મ: શું ધરતી પર ડાયનાસોર (Dinosaurs) પાછા આવશે. જંગલોમાં (Forests) તે દોડતાં જોવા મળશે. આ સવાલ હાલમાં ચર્ચામાં છે. ખરેખર વાત એમ છે કે વૈજ્ઞાનિકોને ચીનમાં (China) ડાયનાસોરનું એક ઈંડું (dinosaur egg) મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોનો (Scientists) દાવો છે કે ઈંડાની અંદર ખૂબ જ સારી રીતે સચવાયેલું ડાયનાસોરનું ભ્રૂણ (Fetus) છે. આ ઈંડું 7 કરોડ 20 લાખ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આ ‘Baby Yingliang’ નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોએ ચીનના જિયાંગ્શી પ્રાંતના ગોન્ઝાઉ શહેરમાંથી આ ઈંડું શોધી કાઢ્યું છે. ગોન્ઝાઉ શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કના હેકાઉ ફોર્મેશનના પહાડોમાં આ ઈંડું પડ્યું હતું, ત્યારે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું.

યુનિવર્સિટી ઓફ બર્મિંગમના (University of Birmingham) વૈજ્ઞાનિકોને મળેલા ભ્રૂણ વિશે અનેક ખુલાસા થયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ડાયનાસોરના ભ્રૂણ ઓવિરાપ્ટોરોસૉર (Oviraptorosor) પ્રજાતિથી સંબંધિત હોવાનું લાગી રહ્યું છે. આ પ્રજાતિના ડાયનાસોરના દાંત નહીં પરંતુ ચાંચ છે. ઓવિરાપ્ટોરોસૉર પ્રજાતિના ડાયનાસોર પાંખો ધરાવતા હતા. આ પાંખવાળા ડાયનાસોર એશિયા અને ઉત્તરી અમેરિકાના પહાડોમાં જોવા મળતા હતા. તેમની ચાંચ અને શરીરનો આકાર અલગ અલગ હોઈ છે. ચીનમાંથી મળી આવેલું ડાયનાસોરનું ભ્રૂણ અત્યાર સુધીનું સૌથી સારી અવસ્થામાં મળી આવેલું ભ્રૂણ છે.

ડાયનાસોરનું બચ્ચું જન્મ લેવાનું હતું

એક મીડિયાના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોને મળી આવેલું આ ભ્રૂણ જન્મ લેવાનું હતું. કેમ કે તેનું માથું તેના શરીરની નીચે હતું અને ઈંડાના આકાર અનુસાર તેની પીઠ વળેલી હતી. માથાના બંને તરફ પગ હતા. આધુનિક પક્ષીઓમાં આવી મુદ્રા ‘ટકીંગ’ દરમિયાન જોવા મળે છે. ટકિંગ એક એવી પ્રક્રિયા છે જે કેન્દ્રીય તંત્રિકા તંત્રને નિયંત્રિત કરે છે. આ એક સફળ હૈચિંગ માટે ખૂબ જ આવશ્યક છે.

આ અત્યાર સુધીનું સૌથી દુર્લભ છે

યુનિવર્સિટી ઓફ બર્મિંગ્મના વૈજ્ઞાનિક ફિયોન વૈસમ માઈ અને તેમના સહકર્મચારીઓએ કહ્યું કે, બેબી યિંગલિયાંગ એ અત્યાર સુધીનું સૌથી દુર્લભ ભ્રૂણ છે. તેનો વિકાસ નોન એવિયન થેરાપોડ ડાયનાસોર વચ્ચે થઈ શકે છે. વૈજ્ઞાનિકો બેબિ યિંગલિયાંગની શોધને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Most Popular

To Top