Sports

શું ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયા માટે રમશે? આ ઓફર તમારા હોંશ ઉડાવી દેશે

નવી દિલ્હી: પોર્ટુગલનો (Portugal) સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) કતારમાં (Qatar) ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ધૂમ મચાવી રહ્યો છેે. પોર્ટુગલે રાઉન્ડ-16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને હવે તેની નજર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા પર છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફ્રેન્ચાઇઝી ફૂટબોલમાં ખૂબ ચર્ચાઇ રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક જોરદાર ડીલ ઓફર (Offer) થઈ છે, જે આ પહેલા કોઈને પણ ઓફક કરવામાં આવી નથી, આ ડીલની (Deal) ઓફરને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. જો કે આ ક્રિસ્ટિયાવો રોનાલ્ડો આ ડીલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

એક રિપોર્ટ અનુસાર 37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સાઉદી અરેબિયાની (Saudi Arabia) એક ક્લબ તરફથી તેની સાથે જોડાવાની ઓફર મળી છે. આ ઓફર વર્ષ 2023 થી 2025 માટે છે. સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને દરેક સીઝન માટે 200 મિલિયન યુરો આપવાનું વચન આપ્યું છે, એટલે કે 3 વર્ષ માટે 600 મિલિયન યુરો આપવામાં આવશે. આ સમગ્ર ડીલ ભારતીય રૂપિયાના હિસાબે 4 હજાર કરોડથી વધુની છે.

શું રોનાલ્ડો સાઉદી અરેબિયાની ક્લબમાં જોડાશે?
હાલ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 ચાલી રહ્યો છે. માન્ચેસ્ટર યુનાઈટેડને અલવિદા કહેનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હજુ પણ એક રીતે ફૂટબોલ રમવા માટે ફ્રી છે. તેથી એવું માનવામાં આવે છે કે રોનાલ્ડ આ ઓફર સ્વીકારી શકે છે, જો કે હજુ સુધી કંઈ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં વાર્ષિક આશરે 26 મિલિયન યુરો મળી રહ્યા હતા, જ્યારે સાઉદી અરેબિયન ક્લબે તેને 5 ગણો વધુ પગાર ઓફર કર્યો છે. સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યારે રોનાલ્ડોનું ધ્યાન માત્ર વર્લ્ડ કપ પર છે, તેથી તે આ ઓફર માટે હમણાં કઈ વિચારી શકે તેમ નથી.

અલ નાસર એ સાઉદી અરેબિયાની સ્થાનિક ક્લબ છે
યુરોપ અને લેટિન અમેરિકાની જેમ સાઉદી અરેબિયામાં પણ ફૂટબોલ લીગ છે, જે ઘણી લોકપ્રિય બની છે. વિશ્વભરના ઘણા સ્ટાર ફૂટબોલરો સાઉદી પ્રોફેશનલ લીગમાં મોટી રકમ સાથે રમી રહ્યા છે, આ લીગની અલ નાસર ક્લબે રોનાલ્ડોને તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. આ ક્લબે આ ટુર્નામેન્ટ ઘણી વખત જીતી છે. સાઉદી અરેબિયા કોઈક રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા મોટા નામને તેમની સ્થાનિક ક્લબમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તે આ વસ્તુને રિડીમ કરી શકે. સાઉદી અરેબિયાની નજર 2030 ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની પર છે, જો રોનાલ્ડો સાઉદી અરેબિયાની કોઈ ક્લબમાં જોડાય છે તો ફૂટબોલ ચાહકો અને ફૂટબોલ સાથે જોડાયેલી દુનિયાની નજર ચોક્કસથી અહીં રહેશે.

વર્લ્ડ કપમાં પોર્ટુગલનું શાનદાર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે પોર્ટુગલ FIFA વર્લ્ડ કપ 2022ના રાઉન્ડ-16માં પહોંચી ગયું છે અને હવે તેની નજર ક્વાર્ટર ફાઈનલ પર ટકેલી છે. પોર્ટુગલે ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જે બંનેમાં જીત મેળવીને રાઉન્ડ-16માં પહોંચી છે. પોર્ટુગલે પ્રથમ મેચમાં ઘાનાને 3-2થી અને બીજી મેચમાં ઉરુગ્વેને 2-0થી હરાવ્યું હતું. પોર્ટુગલનો હજુ સુધી કોરિયાની ટીમનો સામનો કરવાનો છે.

Most Popular

To Top