બાળકો માટે ના અખબાર કે સમાઈક માં એક ઉખાણું ચિત્ર પઝલ હમેશ આવે છે. એક આંટી ઘુટી વાળા ચિત્રમાં એક બાજુ એ સસલું હોય અને બીજી બાજુએં ગાજર હોય નીચે બાળકને કહેવામાં આવ્યું હોય કે સસલાને ગાજર પાસે લઇ જાવ. આ રમત આમતો માનવ જીવનનું જ સત્ય બતાવે છે આપદા મોટા ભાગના સામાન્ય જનના જીવનની યાત્રા એટલે સસલાને ગાજર સુધી પહોચાડવાની યાત્રા વ્યવસાઈલક્ષી શિક્ષણ ની યાત્રા ઉલટી બાજુ થી સમજીએ તો જલ્દી સમજાઈ જાય તેવી છે . માણસ ને જીવન જીવવા વિવિધ જરૂરિયાતો જોઈએ ભૂખ લાગે માટે ખોરાક જોઈએ .આરામ કરવા ઘર અને પથારી જોઈએ મુસાફરી કરવા વાહન જોઈએ મનોરંજન મેળવવા મનોરંજનના સાધનો જોઈએ સંદેશ ની આપલે કરવા તેના સાધન જોઈએ …ટૂંકમાં જરૂરીયાત સંતોષવાના સાધન જોઈએ .હવે નવી સામાજિક આર્થિક વ્યવ્સ્થમાં આપડી જરૂરીયાતોને સંતોશનારી વસ્તુઓ અને સેવાઓ આપડે બજાર માંથી ખરીદવી પડે છે.
પહેલા સાટાપ્રથા હતી એટલે વસ્તુ વિનિમય દ્વારા આપડે એક બીજા જરૂરિયાતો સંતોસતા અને માટે આપડે આપડી શક્તિ મુજબ વસ્તુ સેવાનું ઉત્પાદન કરતા અને તે આપી ને તેના બદલામાં બીજી વસ્તુ કે સેવા મેળવતા હવે બજારમાં વિનિમય નાણા દ્વારા થાય છે. એટલે આપડે આપડી આવડત અપડે કરેલું ઉત્પાદન વેચીને નાણું મેળવીએ છીએ અને તે નાણું આપી અન્ય જરૂરિયાતો મેળવીએ છીએ. હવે વસ્તુ અને સેવાના ઉત્પાદન માટે કેટલીક યોગ્યતા જરુઅરી છે અને અયોગ્યતા શિક્ષણ કેળવણી દ્વારા મેળવવી પડે અને આ યોગ્યતા માટેનું શિક્ષણ મેલાવ્વ્નાઈ વ્યવસ્થા હોવી જોઈએ . આપડે અગાઉ લખ્યું તેમ આશીક્ષ્ણ કેળવણી બે રીતે મળે એક વ્યક્તિ જાતે સ્વતંત્ર પણે મેળવે અને બીજું વય્ક્તિ ચોક્કસ વ્યવસ્થામાં જોડાઈ ને શિક્ષણ મેળવે જે નો એક ચોક્કસ ક્રમ છે .
આ આખી વાત ને આપડે એક સરળ ઉઅદહર્ન થી સમજી શકીએ મૂળતો મારે જરૂરિયાતો સંતોષવી છે .આ માટે મારે વસ્તુઓ અને સેવાઓ જોઈએ .અને આ વસ્તુ અને સેવા મેળવવા જોઈએ નાણું . અને નાણું મેળવવા માટે કામ કરવું પડે .ધારોકે મારે દાકતર નું કામ કરીને કમાણી કરવી છે તો અત્યારના નિયમ મુજબ મારી પાસે ડોક્ટરની ડીગ્રી હોવી જરૂરી છે આદીગ્રી ત્યારેજ મળે જયારે હું ચોક્કસ રીતે દાકતરી વિદ્યાનું જ્ઞાન મેળવું અને મને એ ની યોગ્યતા છે તેવું પ્રમાણ પાતર માન્ય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે. માટે ડોક્ટર બની ને કમાણી કરવા એમબી બીએસ હોવું જરૂ છે .એમબી બીએસ થવા માટે બારમું ધોરણ સાયન્સ ના વિષય સાથે પાસ થવું જરૂ છે . બારમાં માં આવવા માટે અગિયાર માં માં અને અગિયારમાં માટે દસમામાં સારા ટકા મેળવી પાસ થવું જરુઅરી છે .
દસમાં માટે નવ ,નવ માટે આઠ ……અને આ ક્રમમાં પહેલું ધોરણ પાસ કરવું પડે .ટૂંકમાં બાળકને ટીંગા ટોળી કરીને બાલમંદિર માં દાખલ કરીએ અને તે કરમ બધા રીતે ભણતો જાય .ડોક્ટરની પદવી મેળવે અને પછી ડોક્ટર નો વ્યવસાય કરી રૂપિયા કમાય તો એ રૂપિયા માંથી પોતાની જરૂરિયાતો ખરીદે પછી વાપરે અને સંતોષ મેળવે તો આ આખી પ્રક્રિયા પેલા સસલા ને ગાજર સુધી લઇ જવાની પ્રક્રીયાજ છે. હવે મૂળ મુદ્દો એ છે કે જે અર્થોપાર્જન માટે જ શિક્ષણનો વિચાર કરે છે. તે ઔપચારિક શિક્ષણમાં બધું જ પહેલે થી નક્કી હોય છે. એક ચોકસ અભ્યાસક્રમ એક ચોક્કસ સમય ગાળામાં એક ચોક્કસ વ્યવ્સ્થમાં જોડાઈ ને તમારે પૂરો કરવાનો છે.
આમાં વિદ્યાર્થીએ પોતે કશું કરવાનું જ નથી. આપણી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીને કશું જ નક્કી કરવાની સ્વતંત્રતા નથી. એણે નક્કી માળખામાં જ જોડવાનું છે. સ્વતંત્ર કલ્પના માત્ર એ જ કરી શકે છે જે ને શિક્ષણ અર્થોપાર્જન માટે નહી પણ જ્ઞાન ખાતર જ્ઞાન માટે મેળવવું છે . નવી શિક્ષણ નીતિ બાળક ને નવું વિચારતી ,સ્વતંત્રત વિચારતી કરશે તેવું કહેવામાં આવે છે પણ જ્યાં સુધી શું ભણવું ? ક્યાં ભણવું ? કેવી રીતે ભણવું ? જેવા શિક્ષણના મૂળભૂત પ્રશ્નો કોઈ કેન્દ્રિત સત્તા દ્વરા લેવાય ત્યાં સુધી વિદ્યાર્થી સ્વતંત્ર નિર્ણય લેવાનો નથી .કે સ્વતંત્ર નિર્ણય લેતા શીખવાનો નથી. હવે જ્યાં કલ્પના કરવાની જ મનાઈ હોય ત્યાં નવ સર્જન કે નવ આવિષ્કાર ક્યાં થી થાય ? શિક્ષણમાં મોકલાશ આપવામાં આવે તો જ નવા વિચાર ને મોકલાશ મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.