Charchapatra

થશે ખરું પ્લાસ્ટિક મુકત ભારત?

પ્લાસ્ટિકની શોધ 1862માં ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર માર્કસે કરી હતી. શોધ જીવન ઉપયોગી થતા તેનો વધુમાં વધુ ઉપયોગ થવા લાગ્યો. ટેબલ, ખુરશી, ટી.વી., ફ્રીઝ, મોબાઇલ અને છેલ્લે પ્લાસ્ટિકની કોથળીઓનો એટલો બધો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો કે તે આજે વિશ્વનાં પર્યાવરણ માટે ખતરારૂપ સાબિત થઇ રહ્યો છે. તેનાથી જમીન, પાણી અને હવા દુષિત થાય છે. તેનો ઉપયોગ થોડા સમય પુરતો થાય છે પણ તેનો નાશ થતા સેંકડો વર્ષ લાગે છે. આ તેની ખરાબ બાજુ છે. દુનિયામાં ઠંડા પીણાની બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓ વગેરેનો વપરાશ બાદ 40 ટકા ફેંકી દેવામાં આવે છે. ભારતમાં પ્લાસ્ટિકનો વપરાશ 2014-15માં વાર્ષિક વ્યકિત દીઠ 11 કિ. હતો જે 2022માં 20 કિ. થવાની ધારણા છે. જે એક સમસ્યા છે. આનો વૈકલ્પીક ઉપયોગ વિચારવો જોઇએ. 60 ટકા ફરીથી ઉપયોગ થાય છે તેમાં વધારો કરવાની જરૂર છે. અન્ય ટકાઉ સાધનો અને રસ્તાઓ બનાવીને આ દુષ્ણને નાથી શકાય તેમ છે.

હાલમાં ભારત સરકારે 1 જુલાઇ 22થી પ્લાસ્ટિકની 19 વસ્તુઓ જે વાપરીને ફેંકી દેવામાં આવે જેવી કે પ્લાસ્ટિકના ગ્લાસ, ડીસ, ભૂંગળી, ચમચી અને 75 માઇસ્કોનથી ઓછી જાડાઇવાળી કોથળીઓ વગેરે ઉપર પ્રતિબંધ મુકેલ છે. આ કારણે નાના મોટા ઉદ્યોગો અને રોજગારીના પ્રશ્નો ઉભા થશે. આ અગાઉપણ પ્રતિબંધ મુકાયેલ પણ તેનો અમલ થતો નથી. કાયદો કરવો સહેલો છે પણ તેનો અમલ કરાવવો એ અઘરુ કામ છે. સરકારે પોતાની ફરજ બજાવી છે. હવે આપણી ફરજ થાય છે કે ખરીદીમાં જઇએ ત્યારે કપડની થેલી લઇને જઇએ એજ રીતે નાના મોટા વાહનમાં રાખી શકાય જેથી ગમે ત્યારે તેનો ઉપયોગ થઇશકે. સારા માઠા પ્રસંગોએ પ્લાસ્ટિકની ડીસો, ચમચી, પ્યાલાના ઉપયોગના બદલે ધાતુની વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે પયરાવરણના શુધ્ધિકરણમાં સહયોગી બની શકીએ છીએ.
ગાંધીનગર- ભગવાનભાઇ ગોહેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top