વડોદરા: છેલ્લા કેટલાક દિવસો થી વડોદરા શહેર મા વર્ષ 2024 મા યોજાનાર લોકસભા ચૂંટણી ની રાજકીય મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચુકી છે. આઝાદી પછી વડોદરા ના સાંસદો નો ઇતિહાસ તપાસી એ તો ભારત આઝાદ થયા પછી વડોદરા ના પ્રથમ સાંસદ 1952 મા ઇન્દુ ભાઈ અમીન (અપક્ષ ) બન્યા હતા. જેમણે પાંચ વર્ષ ના શાસન દરમ્યાન લોકો મા ખુબજ લોકચાહના મેળવી હતી.વડોદરા શહેર ને નરેન્દ્ર મોદી સહિત અત્યાર સુધી મા 12 સાંસદો મળ્યા છે. પરંતુ આ બાર સાંસદ માંથી કેટલાક સાંસદ માત્ર શોભા ના ગાંઠિયા જ જોવા મળ્યા હતા. \કારણ કે તેમણે વડોદરા શહેર તેઓ વડોદરા શહેર માટે કાંઈ ખાસ ઉકાળી શક્યા નથી. જ્યાર થી કેન્દ્ર મા મોદી યુગ નો આરંભ થયો ત્યાર થી મોદી સરકાર ની ઘોચ વધી જતા સાંસદ વધુ એક્ટિવ બન્યા છે.
પરંતુ શહેર મા આંખો ને ઉડી વળગે તેવો મહત્વ નો પ્રોજેક્ટ આપવામાં શહેર ના તમામ સાંસદ નાપાસ થયા છે.હવે જ્યારે વર્ષ 2024 મા લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભા ના ઉમેદવારી મા શહેર ના બાર જેટલા સંભવિત રાજકીય નેતાઓ ટિકિટ માટે અત્યાર થી જ યેનકેન પ્રકારે એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. વિધાનસભા ની ચૂંટણી જેમ જો ટિકિટ ન મળે તો છુપી રીતે કેવી રીતે બળવો કરવો અને ખુલ્લી રીતે બળવો કેમ કરવો તેના પણ સોગંઠા ગોઠવાઈ રહીયા છે. હવે જોવાનું એ રહીયુ કે મોદી સાહેબ કોથળા મા થી બિલાડું કાઢશે ત્યારે ખબર પડશે કે વડોદરા મા લોકસભા ની ચૂંટણી કોણ લડશે. વડોદરા લોકસભાની સીટ ખુબજ સેફ માનવા મા આવતી હોવાથી કોઈ મહાનુભાવ પણ કદાચ ખુદ વડાપ્રધાન પણ વડોદરા માંથી ચૂંટણી લડી શકે તેવું અનુમાન છે.
સટોડીયાઓની નજરે લોકસભાના ઉમેદવાર કોણ?
વડોદરા લોકસભાની સીટ દેશભર મા ભાજપ માટે સેફ સીટ હોવાથી કોને ટિકિટ મળશે તેની ચર્ચા ચૂંટણી ને ઘણા મહિના બાકી હોવા છતાં તેની ચર્ચા અત્યાર થી જ શરૂ થઇ છે. જેમાં સ્ટોડીયા ના મતે રંજન બેન ને રિપીટ કરાય તેવી ઘારણા રખાઈ રહી છે. આમ વડોદરા લોકસભા ની બેઠક અત્યાર થીજ કેમ ચર્ચા મા આવી છે તે મોટો રાજકીય સવાલ છે .
સંસદમા ગાયકવાડ પરિવારનો દબદબો
ફતેસિંહ ગાયકવાડ અને રણજીત સિંહ ગાયકવાડના કાળમાં વિવિધ કામગીરીઓ થઈ હતી. ગાયવાડ પરિવારનું નામ રહ્યું છે. દિલ્હીમાં ગાયકવાડ પરિવારનો દબદબો હતો.અને કામ થતું હતું. કેન્દ્ર સરકારની મોટા વિભાગની ઓફીસો વડોદરામાં આવે તો ૫૦૦૦ થી વધુ લોકો ને રોજી રોટી મળે.
લોકસભાના સંભવિત ઉમેદવારો
રાજકીય તેજજ્ઞો ના મતાનુસાર વડોદરા લોકસભા ના સંભવિત ઉમેદવારો કેતન ઇનામદાર, રાજેન્દ્ર ત્રિવેદી, વિજય શાહ, ભરત ડાંગર, ભાર્ગવ ભટ્ટ, રંજનબેન ભટ્ટ, સીમા બેન મોહિલે, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજેશ આયરે, જયાબેન ઠક્કર, કેયુર રોકડીયા ના નામો પર અનુમાન લગાવાઈ રહીયુ છે.