કડાણા : મહિસાગરના કડાણા ખાતે ઘોડિયાર નદીનાથ મહાદેવ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતે યોજાઇ હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.
આ પ્રસંગે ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓને પણ આ ધરતી પર જીવવાનો અધિકાર છે અને તેનું સરંક્ષણ અને સંવર્ધન કરવી આપની ફરજ છે. મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારના વન્ય જીવો જોવા મળે છે, જેનું રક્ષણ કરવું આપની જવાબદારી છે. વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રાણીઓના સંવર્ધન-સંરક્ષણ માટે અનેકવિધ નવા આયામ-અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. વન્ય જીવોનું નૈસર્ગિક રહેઠાણ વૃક્ષો -જંગલો છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ વન્યપ્રાણીઓનું જતન કરતાં શીખવે છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્યપ્રાણીઓને બચાવવાની, તેમને સંરક્ષિત પણ આપણી મુખ્ય ફરજ છે.
આ પ્રસંગે વન્યપ્રાણી દ્વારા ઢોર માર સહાય અંતર્ગત ચેક વિતરણ અને પ્રકૃતિ પ્રત્યે ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ ગોધરાના નાયબ વન સરંક્ષક ડો.મિનલ જાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહીસાગર નાયબ વન સરક્ષક નેવીલ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.