National

વ્યક્તિના સુરક્ષિત સ્પર્મ પર કોનો હક? પત્નીનો કે પિતાનો? હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો

કલકત્તા હાઇકોર્ટે (HIGH COURT) એક મૃત પુત્ર દ્વારા જમા કરાયેલા શુક્રાણુ ( SPREM) પર પિતા દ્વારા કરેલા દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે મૃતક સિવાય ફક્ત તેની પત્નીને જ તે પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ન્યાયાધીશ સબ્યસાચી ભટ્ટાચાર્યએ કહ્યું કે અરજદારને તેમના પુત્રના સુરક્ષિત શુક્રાણુ મેળવવાનો કોઈ મૌલિક અધિકાર નથી.

અરજદારની સલાહમાં જણાવાયું છે કે તેના પુત્રની વિધવાને આ બાબતમાં ‘વાંધો નહીં’ આપવા અથવા ઓછામાં ઓછી તેમની વિનંતીનો જવાબ આપવા સૂચન કરવું જોઈએ. જોકે કોર્ટે વકીલની વિનંતીને નકારી કાઢી હતી.

કોર્ટે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલમાં રાખેલ શુક્રાણુ મૃતકનું છે અને મૃત્યુ સુધી તે વૈવાહિક સંબંધમાં હતો, તેથી મૃતક સિવાયની તેની પત્નીનો જ તેના ઉપર અધિકાર છે.

અરજદારે દલીલ કરી હતી કે તેનો પુત્ર થેલેસેમિયાનો દર્દી છે અને ભવિષ્યના ઉપયોગ માટે તેના શુક્રાણુને દિલ્હીની હોસ્પિટલમાં સુરક્ષિત રાખેલ છે. વકીલના જણાવ્યા મુજબ અરજદારે, તેમના પુત્રના મૃત્યુ પછી, તેના પુત્રના શુક્રાણુને હોસ્પિટલમાથી પ્રાપ્ત કરવા તેની પાસે સંપર્ક કર્યો. હોસ્પિટલે તેમને માહિતી આપી હતી કે આ માટે મૃતકની પત્નીની પરવાનગી અને લગ્નના પુરાવાની જરૂર રહેશે.

વર્ષ 2009 માં ભારતમાં પ્રથમ વખત, પતિના વીર્ય દ્વારા બાળકની પ્રાપ્તિ થઈ હતી
ભારતમાં વર્ષ 2009 માં પ્રથમ વખત, એક ભારતીય મહિલાને પતિના વીર્યથી બાળકની ખુશી મળી હતી. પતિના મૃત્યુના બે વર્ષ પછી, પૂજા નામની સ્ત્રી ગર્ભવતી થઈ અને કોલકાતાની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. પૂજાએ તેમના સ્વર્ગસ્થ પતિ રાજીવના શુક્રાણુઓની મદદથી ગર્ભધારણ કર્યું. નિ:સંતાન દંપતીએ 2003માં કૃત્રિમ ગર્ભાધાન માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.એ પેહલા કે પૂજા માતા બને 2006 માં રાજીવનું અવસાન થયું હતું.

બે વર્ષ પછી, પૂજાને ખબર પડી કે તેના પતિનું વીર્ય હોસ્પિટલની સ્પ્મ બેંકમાં સુરક્ષિત છે. પૂજાએ ડોક્ટરનો સંપર્ક કર્યો અને પછી વકીલોની સલાહ પણ લીધી. આ પછી ડો વૈદ્યનાથ ચક્રવર્તીએ પૂજાની સારવાર શરૂ કરી અને તે ગર્ભવતી થઈ. માતા બન્યા પછી, પૂજાએ કહ્યું, “હું બુમ પાડીને આખી દુનિયાને કહેવા માંગુ છું કે મારો પતિ પાછો આવ્યો છે.”

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top