સુરત: (Surat) સલાબતપુરા ખાતે રહેતા જીમ ટ્રેનરે જીમમાં આવતી બે સંતાનોની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન (Marriage) કરવાની લાલચ આપી ઘરે લઈ ગયો હતો. બાદમાં મહિલા સાથે દુષ્કર્મ (Abuse) અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેના પગલે આરોપીની પત્નીના પગતળેથી જમીન ખસી ગઈ હતી તેણીએ પતિ સાથે ઘરમાં આવીને રહેતી ડિવોર્સી મહિલાને ગાળો આપી માર મારતાં મામલો સલાબતપુરા પોલીસે પહોંચ્યો હતો. આ મામલે ડિર્વોસી મહિલાએ ફરિયાદ કરતાં જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
- પત્ની હોવા છતાં પ્રેમિકાને ઘરે લાવીને રાખી જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ
- જીમ ટ્રેનરની પત્નીએ મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો: જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ
- સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વ્હોરા સમાજની બે સંતાનોની ડિવોર્સી માતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કૌશર અલી શબ્બીરઅલી કુબ્બાવાલા (ઉ.વ.37) અને તેની પત્ની લમીયા કૌશરઅલી કુબ્બાવાલા (ઉ.વ.35) (બંને રહે- ચોથા માળે મુસ્તુફા મંઝીલ, માસુમપીર સાહેબની દરગાહ પાસે, સલાબતપુરા) ની સામે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. કૌશર અલી પોતે જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. અને આ મહિલા જીમમાં આવતી હતી. ગત એપ્રિલ 2022માં તેમની વચ્ચે જીમમાં મિત્રતા થઈ હતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. બાદમાં કૌશર અલીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી.
અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવી મહિલા સાથે તેની ઓફિસ તથા તેના ઘરે અવાર નવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મહિલા થોડા દિવસથી કૌશર અને તેની પત્ની સાથે તેના ઘરે જ રહેતી હતી. જેથી કૌશરની પત્ની લમીયા તેણી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતી હતી. એક દિવસ લમીયાએ તેણીને ગાળો આપીને માર માર્યો હતો. જેથી મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી બંને દંપતિની ધરપકડ કરી છે.
‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને જાનથી મારી નાંખીશ’
સુરત : અમરોલી ખાતે રહેતી 16 વર્ષની કિશોરીને એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મળવા બોલાવી તેનો ફોન લઈ અપહરણ કરી લઈ ગયો હતો. અને ત્યાં છેડતી કરી હતી. કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી આવાસ ખાતે રહેતા અભય શર્માની સામે પોલીસે છેડતી અને અપહરણની ફરિયાદ દાખલ કરી છે. અમરોલી ખાતે રહેતી 16 વર્ષની કિશોરીને આરોપીએ ગઈકાલે સાંજે મળવા બોલાવી હતી. અને તેને માર મારી મોબાઇલ છીનવી લીધો હતો. બાદમાં કિશોરીનો હાથ પકડી ચાલતા ચાલતા કતારગામ આશ્રમ સર્કલ સુધી લઈ આવ્યો હતો. અને ત્યાં ‘તું મારી સાથે નહીં આવે અને લગ્ન નહીં કરે’ તો હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અને બાદમાં રિક્ષામાં બળજબરીથી હાથ પકડી બેસાડી લઈ ગયો હતો. કિશોરીએ ઘરે આવીને તેની માતાને આ અંગે જાણ કરતા તેમને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.