પ્રિય ખીલ્લી..!
તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ભેરવાઈ ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખિલખિલાટ’માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકું પડશે..? રખે એવું માનતી કે ‘ખીલ્લી’એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..!
લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામસેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK YOU કહી, એના શરીરે હાથ ફેરવેલો. જેના નિશાન હજી એના શરીર ઉપર છે. અરે યાર..? ‘નામમેં ક્યા રખ્ખા હૈ’ચલાવી લેજે ને..? નામ પાડનાર ફોઈને ખોટું લાગે તો, સમજાવી દેજે, અને કહેજે કે, આ તો ખપ પૂરતી વ્યવસ્થા છે, લગ્નપત્રિકામાં ખીલ્લી લખવાનો નથી. પ્રેમનો ઉભરો ઠાલવવા સમય પ્રમાણે બદલાવ તો લાવવો પડે ને ખીલ્લી..? બીજું કારણ એ પણ ખરું કે, ન કરે નારાયણ ને પ્રેમમાં ‘બ્રેક-અપ’આવે તો, કોઈને ખબર ના પડવી જોઈએ કે, એ તું હતી..! હું નામી બનું કે ના બનું તારી બદનામી મારાથી સહન નહિ થાય..! સુધારો-વધારો ચલાવી લેવાનો. બહુ રૂઢિચુસ્ત નહિ થવાનું..! તંઈઈઈઈ,,?
મલાઈ નથી મારતો ખીલ્લી, પણ સારા સમાચાર આપું કે, હું ટપકાંમાંથી વિરાટ બની રહ્યો છું. ખ્યાતનામ ક્રિકેટર બનવાના મારા અરમાન પુરા થઇ રહ્યા છે. તારી કૃપાથી તો નહિ કહેવાય, પણ જ્યારથી ચંદ્ર ઉપર ચંદ્રયાન-૩ ગયું, ત્યારથી રોવરની માફક મારાં ચોઘડિયાં ફરી રહ્યાં છે. ક્રિકેટની રમતમાં ‘વિકેટ-કીપર’તરીકે મેં આગવું નામ બનાવ્યું છે. એ તો, મારા નસીબ ખરાબ કે, ચંદ્ર ઉપર જઈને ચંદ્રયાન-૩ ઊંઘી ગયું. એ જો ઊંઘી ના ગયું હોત તો, કદાચ વિશ્વ કપની મેચમાં તારા આ ચમનીયાનું નસીબ ચમકી ગયું હોત અને વિકેટ કીપર તરીકે હું હોત..! ચાલ, ફાલતુ વાતો ઘણી કરી. મુદ્દાની વાત ઉપર આવું..?
પૂરી બોલિંગ ભી કરની ન આતી થી તુઝકો
યે કિસને શિખા દિયા વાઈડ બોલ ડાલનેકો
તને ખબર છે ખીલ્લી..! તારા ફ્રેન્ડ કહો કે ‘લવર’કહો, આપણને હવે ઘણાં ઓળખે છે. જેને તું તારો નજીકનો, (એટલે કે તારા ફ્લેટના પહેલા માળાનો) મિત્ર માનતી હતી એણે તારો પત્ર મને આપ્યો. હવે તું એની સાથે ફ્રેન્ડલી મેચ ગોઠવવા માંગે છે એ તારા પત્રથી જાણ્યું. એક ક્રિકેટર તરીકે કહું તો, મેચની ખરી રસાકસી વખતે જ હવામાન પલટો લે અને જીતવાની અણી ઉપર વરસાદ પડે એટલો આઘાત લાગ્યો. તને જરા પણ વિચાર નહિ આવ્યો કે, નેટ પ્રેક્ટીસને હું કેવી રીતે ભૂલી શકીશ? પત્ર વાંચીને ‘હેન્ડ-ગ્લોવ્ઝ’પહેરેલા હાથ પણ ધ્રૂજી ઊઠ્યા. ‘મારી તમન્નાઓ ઉપર હેવી રોલર ફરી ગયું.
ટાંટિયા કરતાં પહેરેલા ‘પેડ’વધારે ધ્રૂજવા લાગ્યા. મારી શું ભૂલ થઇ કે, તું આવા ‘ડબલ-વાઈડ’બોલ નાંખવાના રવાડે ચઢી..? તું તો ‘શોએબ અખ્તર’કરતાં પણ ફાસ્ટ નીકળી..! કોઈએ સાચું જ કહ્યું છે કે, બોલર દેખાવમાં જેવો હોય તેવો, પણ મેચ અને મેદાનમાં આવતાં જ એની રુખ બદલાઈ જાય..! તોફાની બની જાય..! એમ તારી દાનત પણ બદલાય..! કે માત્ર તારા ખાતર મેદાનમાં આવવાની ને ક્યારેય પરવાહ કરી નથી. વિકેટકીપર બનીને મેં તારી સાથેની બધી જ મેચ કાઢી. જેને હું ગબલી’માનતો હતો, પણ તું તો ભારે ‘ગુગલી’નીકળી ખીલ્લી..!
તારો કેચ મારા જ હાથમાં આવે એવાં અરમાન ઉપર તેં પાણી ફેરવી દીધું ખીલ્લી..! જેને હું સ્લીપરનો ખેલાડી માનતો હતો, એ જ મારો હરીફ નીકળ્યો ને તારો કેચ એણે ઝડપી લીધો..? તેં મારી હાલત અઝરુદ્દીન જેવી કરી નાંખી..! ‘લવ-મેચ’માં તેં મને આખી ઈનીંગની હાર આપી રે…! સતત સ્લીપરમાં ઊભા રહેવાની કાયમ જીદ કરતાં, એ ખેલાડી ઉપર મને પહેલેથી જ શંકા હતી ને એ જ મારો ‘કાતિલ’નીકળ્યો. એની હરકત ઉપર આંખ આડા કાન કરવાને બદલે ‘કાન આગળ આડી આંખ’રાખી હોત તો આવું પરિણામ ન આવ્યું હોત..! બાકી સ્લીપરની શું તાકાત કે, બેટ્સમેનની કટર વિકેટકીપરને બદલે સ્લીપરવાળો ઝીલી જાય..!
ખીલ્લી..! એક વિકેટકીપરની જ તેં વિકેટ પાડી દીધી? પાકિસ્તાનના વિકેટકીપર મોઇનખાનની માફક હું કયા મોઢે ‘શાબાશ..શાબાશ’ની ચિચિયારીઓ હવે પાડું? હજુ મોડું થયું નથી. મને તારી જિંદગીથી ‘આઉટ’નહિ કર. થર્ડ એમ્પાયરને કહેવા દે કે, હું ‘નોટ આઉટ’છું. મને વિશ્વાસ છે કે, સત્યનો જય થશે. આ સિવાય તારે જે સજા કરવી હોય તે કર, પણ તારી ક્રીઝ ઉપર રહેવા દે. તને વિકેટકીપર માટે સૂગ હોય તો, ‘હેન્ડ-ગ્લોવ્ઝ’કાઢીને બોલિંગ કરવા તૈયાર છું. પણ તું મને ‘ક્રિકેટ બાય ચાન્સ’નો આધાર બતાવીને તરછોડ નહિ. તારા માટે મેં ઘણો બધો ભોગ આપ્યો છે ખીલ્લી..! કેપ્ટન જેવાં મા-બાપની પણ દરકાર કરી નથી. વિકેટકીપર જાણીબુઝીને બાયના રન આપે, એમ હંમેશ તારા માટે કુમળું વલણ રાખ્યું છે. ક્રીઝની બહાર રહેતી હોવા છતાં, ક્યારેય મેં ‘સ્ટમ્પીંગ’કર્યું નથી. છતાં કાંબલીની જેમ તેં મારો જ કાંકરો કાઢી નાંખ્યો? આવું મેચ ફીક્ષિંગ કરીને મારો કાંટો કાઢવાની કોશિશ નહિ કર..! જોઈએ તો ફરી ટોસ ઉછાળી જો..!
નસીબની વાત છે ખીલ્લી..! ઓવર પૂરી થતાં વિકેટ બદલાય, એમ્પાયર બદલાય, પણ તેં તો આખેઆખો વિકેટકીપર જ બદલી નાંખ્યો. થર્ડ એમ્પાયર જેવાં તારા મા-બાપ આગળ એકવાર પ્રસ્તાવ મૂકી જો, એ લાલ લાઈટ બતાવે તો લાલ, અને લીલી બતાવે તો લીલી, મને મંજૂર છે. આપણા ‘રિપ્લે’જોઇને જ નિર્ણય આપવાના છે ને..? વિશ્વ કપ ટાણે પડતો મૂકવાનું તારું પગલું દુઃખદ છે. દાંડિયા અને બેલ્સ ઉડાવીને આઉટ થયો હોત તો ઠીક, આ તો તેં મને ખોટો રન-આઉટ કર્યો ખીલ્લી..!
લાસ્ટ ધ બોલ
ભારતની ટીમ અને TEA BAG વચ્ચે તફાવત શું..?
જેમ TEA BAG લાંબા સમય સુધી કપમાં રહે, એમ કપ જીતવા માટે ભારતની ટીમ પણ લાંબા સમય સુધી રહે..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.