વડોદરા: વડોદરા મા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે માર્કેટ સુપ્રીડેન્ડ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે ગાયો ને પકડી ને સ્થાનિક પાલિકા ના ઢોરવાડા મા કાયદા મુજબ સાત દિવસ રાખવા મા આવે છે. ત્યાર બાદ પાલિકા આસપાસ ની પસંદ કરાયેલ પાંજરાપોળ કે ગૌ શાળા ને વારાફરતી વિનંતી કરતી હોય છે કે તમે ગાયો સ્વીકારો. જે વિનંતી પાંજરા પોળ કે ગૌશાળા સ્વીકારે ત્યાં ઢોર ને સ્વીફ્ટ કરવા મા આવતા હોય છે. વડોદરા પાલિકા મોટા ભાગે કરજણ, જાંબુધોડા, બાકરોલ જેવી પાંજરાપોળ મા પકડાયેલ ગાયો મોકલતા હોય છે દરેક એક બે દિવસ રાખી ને પાંજરાપોળ મા મોકલી દેવા મા આવે છે. જે અંતર્ગત લાલબાગ ઢોર વાડામાથી પાંચ ટેમ્પા ઢોર જાંબુઘોડા મોકલવા મા આવ્યા હતા.
રખડતા ઢોર પકડીને વેચી નાખવાનું કૌભાંડ કેવી રીતે થાય છે?
અગાઉ ઘણીવાર પાંજરાપોળ તંદુરસ્ત ગાયો વેચી મારવા ના કૌભાંડો બહાર આવ્યા છે.ગુજરાત ના શહેરો ની આસપાસ આવેલી પાંજરાપોળો અને ગૌશાળા મા જે તે પાલિકા સાથે મીલીભગત કરી ને ઢોર વાડા માંથી તંદુરસ્ત પશુ ધનને પાંજરાપોળ મા મોકલી દેવાય છે જયારે બીમાર ગાયો ને અહીંયા રાખવા મા આવતી હોય છે. પાંજરાપોળ અને ગૌશાળા ના સંચાલકો પોતાના નેટવર્ક થી લવાયેલા પશુધનને ઉંચા નાણાં થી વેચી દેતા હોય છે જે નાણાંમા સરકારી બાબુઓ અને ગૌશાળા ના સંચાલકો ભાગ બટાઇ કરી લેતા હોવા ના અનેક કિસ્સા ગુજરાત મા બહાર આવ્યા છે. આમ શહેરો મા ચાલતા રખડતા ઢોરો પકડવાની ઝુબેશ મા છેલ્લે સુધી ફાયદો તો પાલિકા ના અધિકારીઓ અને પાંજરાપોળો ને થતો હોય છે. આ મામલે ઝીણવટ ભરી તપાસ કરવામા આવે તો ઢોર વેચવાનું મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.