Charchapatra

પાકી કેરીને ખાતાં પહેલાં પલાળવી શા માટે!?

એક રૂઢિગત કહેવત અનુસાર ચોપડવાને દિવેલ નથી અને ભાઈને ગુજરાતની લોકપ્રિય વલસાડી હાફુસ કેરીનાં ભજીયાં ખાવાં છે ! હાહાહા ! ખેર, જ્યારે પણ ઘરમાં પાકી  લાવવામાં આવે છે તો તેને સૌથી પહેલાં પાણીમાં કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે. આ પ્રથા એટલાં વર્ષોથી ચાલી આવે છે કે મોટા ભાગનાં લોકો તેનું પાલન કરે છે પરંતુ આવું શા માટે કરવામાં આવે છે તેના વિશે જાણતા નથી. કેરીને ખાતાં પહેલાં પાણીમાં પલાળવાનું એક મુખ્ય કારણ છે.  આ વાત જાણ્યા પછી તમે ક્યારેય કેરીને પલાળ્યા વિના ખાશો નહીં.  કેરીને ખાતાં પહેલાં તેને ઓછામાં ઓછી એક કલાક સુધી તો પાણીમાં પલાળવી જ જોઈએ. હકીકતમાં આવું કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.

જો તમે કેરીને ખાતાં પહેલાં પાણીમાં પલાળી રાખો છો તો તે શરીરમાં ઉત્પન્ન થતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. આ એક પ્રાકૃતિક અણુ છે. જો તે શરીરમાં જાય તો તે ગરમી વધારે ઉત્પન્ન કરે છે જે શરીર માટે સારું નથી.  કેરીને પાણીમાં પલાળી દેવાથી આ એસિડ દૂર થઈ જાય છે અને શરીરમાં ગરમી વધતી નથી. આ સિવાય કેરીને ખાતાં પહેલાં એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો તો તેના સૈપ ઓઈલને દૂર કરવામાં મદદ મળે છે. તમે ઘણી વખત અનુભવ્યું હશે કે કેરી ખાધા પછી ત્વચામાં બળતરા થાય.  

આવું ત્યારે થાય છે જ્યારે તમે કેરીને બરાબર પાણીમાં પલાળતા નથી. જો તમે કેરીને પાણીમાં પલાળીને ખાશો તો તેમાં રહેલા કેટલાક ઓઇલ દૂર થઈ જાય છે જેના કારણે ત્વચામાં ખંજવાળ બળતરા જેવી તકલીફ થતી નથી. આ સિવાય કેરીને પલાળવાનું અન્ય એક કારણ એ પણ છે કે તેનો સ્વાદ વધી જાય છે. કેરીને પલાળી દેવાથી તે ફરીથી હાઇડ્રેટ થાય છે અને તેની કુદરતી મીઠાશ અને સુગંધ ઔર વધી જાય છે.(અભ્યાસ)
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીવન માટે પર્યાવરણપ્રેમી બનો
સમગ્ર દેશમાં પર્યાવરણ જાગૃતિ અંગેના સેમિનાર-અભિયાન પૂરબહાર છે. જેનું મુખ્ય લક્ષ, પર્યાવરણ પ્રત્યે સ્વજાગૃતિ કેળવી સમગ્ર દેશને ગ્રીન દેશ બનાવવો. આ વિષયક કેટલાંક સૂચનો રજૂ કરું છું. (1) મોટી હોસ્પીટલ, મોલ્સ, થિયેટર, કોમ્પ્લેક્ષ, રહેણાંક સોસાયટીના સ્થાપના દિને કે શુભ અવસરે વૃક્ષારોપણ કરો અને ત્યાર પછી તેની જાળવણી માટે વિશેષ ધ્યાન રાખો. (2) મોટા સમારંભો, જન્મદિન શુભેચ્છા અવસર જેવા પ્રસંગે બુક ને બદલે સુંદર તુલસી છોડ પોટમાં આપો. (3) સ્કૂલ/કોલેજોમાં વિદ્યાર્થીને પર્યાવરણની અગત્ય સમજાવવા, વીકમાં એક મિટીંગનું આયોજન કરો. (4) પ્લાસ્ટીક થેલીઓ વાપરવાનો બહિષ્કાર કરો. મોટી મિટીંગ્સ/શ્રધ્ધાંજલિ પ્રસંગે, પ્લાસ્ટીકની બોટલોને બદલે, એક સુશોભિત માટલામાં પાણી ત્થા ગ્લાસ (સ્ટીલનાં) ની વ્યવસ્થા રાખો. (5) શહેરમાં અસંખ્ય પ્રમાણમાં પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કરવા, S.M.C.-Special કચરાગાડી રાખો, જે મોટા મોટા મોલ્સ, કોલ્ડ્રીંક સેન્ટર્સ ત્થા હોટલો પાસેથી એકઠો કરી, તેને રીસાઈકલ (રીયુઝ) કરાવો. (6) લોકજાગૃતિ અભિયાનનાં ‘હોર્ડિંગ્સ’ ઠેર ઠેર મૂકાવો. (7) પાણીનો વ્યય ઓછામાં ઓછો કરો.
સુરત     – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top