હંમેશા આપણી માનસિકતા બળાત્કાર માટે પુરુષ પર દોષનો ટોપલો ઢોળી દઇએ છીએ પણ મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસ કહે છે જાતિય આવેગ કુદરતી છે પણ તેને હવા આપવા માટે અનેક પરિબળો ભાગ ભજવે છે. હદ બહારની નિકટતા, સમવયસ્કો એકાંતની તક શોધતા જ હોય છે. થિયેટરોના કપલ બોક્ષ હંમેશા હાઉસફુલ રહેતા (શાનમાં સમજી જાવ) જાતિય આવેગ બંને પક્ષે બળવત્તર બને છે ત્યારે અકારણ એમાં ભડકો થાય જ છે (આરાધના). આથી જ એકાંતને ટાળો, વધુ પડતા અટકચાળાને પોષો નહિ, ઘી અને અગ્નિ વચ્ચે થોડું અંતર રાખવાનું ભૂલો નહિ. ખાસ કરી આવા બનાવો નજીકના અને નિકટના સ્નેહીઓમાં વધુ બને છે.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરત શહેર અને ગુજરાત રાજયનું ગૌરવ
તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૮ ઉપર સંક્ષિપ્ત સમાચાર વિભાગમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જયપુર ડોક્ટર્સ વેલ્ફેર સોસાયટી દ્વારા સ્થાનિક સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં યોજાયેલી ‘ ઓલ ઇન્ડિયા ડોક્ટર્સ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ‘ ના વરિષ્ઠો માટેની ટેબલ ટેનિસની સ્પર્ધામાં સુરતના ફેમિલી ફિઝિશ્યન ડો. જયેન્દ્ર કાપડિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ૧૫૦ કરતાં વધુ તબીબોએ ભાગ લીધો હતો. શ્રી ડો. જયેન્દ્ર કાપડિયાની વય ૭૩ વર્ષ છે. તેઓશ્રી ફેમિલી ફિઝિશ્યન એસોસીએશન સથવારે અનેક સ્થળોએ ગીત સંગીતના કાર્યક્રમોનું ખૂબ જ સુંદર આયોજન પણ કરી ચૂક્યા છે.૬૦ વર્ષથી ઉપરની વયનાં વરિષ્ઠ નાગરિકોના ગ્રુપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ઓલ ઇન્ડિયા ડોક્ટર્સ માટેની ટેબલ ટેનિસની ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સુરત શહેર, સુરત શહેરની તબીબી આલમ અને ગુજરાત રાજયનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું છે. શ્રી જયેન્દ્રભાઈ કાપડિયાને તેમની આ સિદ્ધિ માટે અને સુરત શહેર તથા ગુજરાત રાજ્યને ગૌરવ અપાવવા બદલ જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ધ્યાનમાં છે ત્યાં સુધી ગીતોની સ્પર્ધાઓમાં અનેક સ્થળોએ નિર્ણાયક તરીકે સેવા આપતા શ્રી નરેશભાઈ કાપડિયા અને શ્રી જયેન્દ્રભાઈ કાપડિયા સગા ભાઈઓ છે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.