Business

રાષ્ટ્રીય ભાવના જાગતી કેમ નથી !

પ્રજાને દેશ પ્રત્યે વેરાગ્ય ભાવ કેમ આવી ગયો ? પક્ષાંતર કરનાર દેશદ્રૌહી ગણાવા જોઈએ તેને દેશ સેવા કે પ્રજા સેવામાં કોઈ રસ નથી મોટા ભાગના રાજકિય પક્ષોને પોતાના અંગત ધંધાઓ હોય છે. રાજકારણ એ લોકો માટે પાર્ટ ટાઈમ જોબ છે, જેમાંથી તેઓને આસાનીથી કટકી મળે છે. બિના રોક ટોક સંસ્કારી બેંકોની વિધાઉટ સિક્યોરીટી કરોડોની લોન મળે છે. જે લોનના પૈસા પોતાના ખાનગી ઉદ્યોગો વિકસાવવામાં કરે છે. આવા લોન ઘારક રાજકારણીઓના લોનના હપ્તા પણ (ઓબ્લાઈઝડ) બીજા ભરે છે. ટેક્ષેબલ ઈન્કમ બતાવતા નથી. જીએસટી ભરતા નથી. આવા ગદ્દાર કે રાજકર્તાઓ દેશભક્ત હોય શકે ? જો આવા રાજકર્તાઓ દેશહિતને બદલે સ્વત્રિત જોતા હોય તો સ્વાભાવિક છે કે પ્રજા લાગણી શૂન્ય થઈ જાય. દેશભક્તિ ક્યાંથી જાગે ! રાષ્ટ્રીય પર્વોની શુષ્કતા દરેક માનવીના મુકારવિંદ પર સ્પષ્ટ દેખાઈ આવે છે. ફક્ત દેખાડો કરવો એ રાષ્ટ્ર ભક્તિ નથી.
અડાજણ          – મીનાક્ષી શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top